બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / ISROમાં ભરતી પડી છે, એ પણ વગર લેખિત Examએ, સેલરી 56 હજારથી સ્ટાર્ટ

કરિયર / ISROમાં ભરતી પડી છે, એ પણ વગર લેખિત Examએ, સેલરી 56 હજારથી સ્ટાર્ટ

Published By: Nirav Kumar

Last Updated: 05:50 PM, 28 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ISROએ 92 સાયન્ટિસ્ટ/એન્જીનીયરના પદો પર GATE સ્કોર અને ઇન્ટરવ્યુના આધારે ભરતી જાહેર કરી છે. જેમાં અરજી 28 જુલાઈથી 17 ઓગસ્ટ સુધી કરી શકાશે અને પસંદગી પામનારને 56,100 રૂપિયા બેઝીક પગાર મળશે.

ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ISRO) એ સાયન્ટિસ્ટ/ઇજનેર ‘SC’ના વિવિધ પદો પર ભરતી માટે વિગતવાર જાહેરાત કરી છે. આ ભરતી ISRO સેન્ટ્રલાઇઝ્ડ રિક્રુટમેન્ટ બોર્ડ (ICRB) દ્વારા કરવામાં આવશે. ઓનલાઇન અરજીઓ 28 જુલાઈ 2026થી શરૂ થઈને 17 ઓગસ્ટ 2026 સુધી ચાલશે.

આ ભરતીમાં ઇલેક્ટ્રોનિક્સ, મિકેનિકલ, કોમ્પ્યુટર સાયન્સ, સિવિલ, ઇલેક્ટ્રિકલ જેવી વિવિધ શાખાઓના ઉમેદવારો અરજી કરી શકશે. જેમાં પસંદગી GATE 2025 કે GATE 2026ના સ્કોર અને ઇન્ટરવ્યુના આધારે થશે. આ માટે અલગથી કોઈ લેખિત પરીક્ષા લેવામાં આવશે નહીં.

આ ભરતીમાં કુલ 92 પદો છે. જેમાં ઇલેક્ટ્રોનિક્સમાં 34, મિકેનિકલમાં 26, કોમ્પ્યુટર સાયન્સમાં 13, સિવિલમાં 10, ઇલેક્ટ્રિકલમાં 4, રેફ્રિજરેશન અને એર કન્ડિશનિંગમાં 2, આર્કિટેક્ચરમાં 2 અને અન્ય કેટલાક પદોનો સમાવેશ થાય છે. જેમાં પસંદગી પામેલા ઉમેદવારોને બેંગ્લોર, હૈદરાબાદ, અમદાવાદ, શ્રીહરિકોટા, તિરુવનંતપુરમ સહિત ISROના વિવિધ કેન્દ્રોમાં તૈનાત કરવામાં આવી શકે છે.

  • શૈક્ષણિક લાયકાત

આ ભરતીમાં ફોર્મ ભરવા સંબંધિત શાખામાં BE/BTech કે સમકક્ષ ડિગ્રી હોવી જોઈએ. ઓછામાં ઓછા 65 ટકા માર્ક્સ અથવા 10 પોઇન્ટ સ્કેલમાં 6.84 CGPA હોવું જરૂરી છે.જેમાં ડિગ્રી યુનિવર્સિટી દ્વારા નક્કી કરેલા સમયમાં પૂરી થયેલી હોવી જોઈએ. આ સિવાય ઉમેદવારે સંબંધિત વિષયમાં GATE 2025 અથવા GATE 2026નો સ્કોર હોવો જરૂરી છે.

  • ઉંમર મર્યાદા

આ ભરતીમાં ફોર્મ ભરવા 17 ઓગસ્ટ 2026ના રોજ મહત્તમ ઉંમર 28 વર્ષ છે. અનામત વર્ગ અને સરકારી કર્મચારીઓને નિયમ મુજબ છૂટ મળશે.

  • પગાર અને સુવિધાઓ

પસંદગી પામેલા ઉમેદવારોને પે મેટ્રિક્સ લેવલ-10 અનુસાર 56100 રૂપિયા માસિક બેઝીક પગાર મળશે. તેમજ DA, HRA, પરિવહન એલાઉન્સ, મેડીકલ સુવિધા, LTC, નવી પેન્શન યોજના જેવી બીજી સુવિધાઓ પણ મળશે.

  • પસંદગી પ્રક્રિયા

GATE સ્કોરના આધારે શોર્ટલિસ્ટિંગ 1:7 પ્રમાણમાં થશે. ત્યારબાદ પર્સનલ ઇન્ટરવ્યુ લેવામાં આવશે. જેમાં અંતિમ મેરિટમાં GATE સ્કોરને 50 ટકા અને ઇન્ટરવ્યુને 50 ટકા વેઇટેજ આપવામાં આવશે.

  • ફી

સામાન્ય, OBC અને EWS વર્ગ માટે 250 રૂપિયા છે. જ્યારે મહિલા, SC, ST, દિવ્યાંગ અને પૂર્વ સૈનિકોને શુલ્કમાંથી મુક્તિ આપવામાં આવી છે.આ ભરતીમાં ISROમાં મેરિટ પ્રમોશન સ્કીમ લાગુ છે જેના કારણે સારા પ્રદર્શન કરનારા અધિકારીઓને ઝડપી પ્રમોશન મળી શકે છે.

વધુ વાંચો : NCERT CIET માં નોકરી મેળવવાનો આવ્યો મોકો, કોન્ટ્રાક્ટ બેઝ પર થશે ભરતી

  • આ રીતે કરો અરજી
  1. ઇસરોની ઓફીશીયલ વેબસાઇટની મુલાકાત લો.
  2. 28 જુલાઈથી 17 ઓગસ્ટ, 2026 વચ્ચે ઓનલાઈન અરજી કરો.
  3. તમારો પાસપોર્ટ-સાઈઝનો ફોટો, સહી અને GATE સ્કોરકાર્ડ અપલોડ કરો.
  4. તમારી અરજી સબમિટ કર્યા બાદ પ્રિન્ટઆઉટ સાચવી રાખો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

ISRO Scientist recruitment

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ