બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / NCERT CIET માં નોકરી મેળવવાનો આવ્યો મોકો, કોન્ટ્રાક્ટ બેઝ પર થશે ભરતી

કરિયર / NCERT CIET માં નોકરી મેળવવાનો આવ્યો મોકો, કોન્ટ્રાક્ટ બેઝ પર થશે ભરતી

Published By: Nirav Kumar

Last Updated: 02:59 PM, 25 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NCERTમાં એક સારો મોકો આવ્યો છે. જેમાં ટેક્નોલોજી અને શિક્ષણ ક્ષેત્રના વ્યાવસાયિકો માટે અસ્થાયી પણ સારા પગારવાળી નોકરી મેળવવાની તક છે. જેમાં ઇચ્છુક ઉમેદવારો અરજી કરી શકે છે.

સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યુટ ઓફ એજ્યુકેશનલ ટેક્નોલોજી (સીઆઈઈટી), NCERTહેઠળ વિવિધ પ્રોજેક્ટ્સ માટે કોન્ટ્રાક્ટ આધારિત અનેક પદોની ભરતીનું નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટ અપ્રુવલ બોર્ડ દ્વારા મંજૂર થયેલા કાર્યો માટે આ ભરતી ચલાવવામાં આવી રહી છે. જેમાં રસ ધરાવતા અને યોગ્ય ઉમેદવારો 30 જુલાઈ 2026 રાત્રે 11 વાગ્યા સુધી ઓનલાઈન અરજી કરી શકે છે.

આ ભરતી અંતર્ગત ટેક્નીકલ અને શૈક્ષણિક ક્ષેત્રના અનેક પદો પર નિમણૂકો થશે. તેમાં સીનિયર કન્સલ્ટન્ટ (ટેક્નિકલ), કન્સલ્ટન્ટ (ટેક્નિકલ), સીનિયર કન્સલ્ટન્ટ (એકેડેમિક), કન્સલ્ટન્ટ (એકેડેમિક), ડેટા એનાલિસ્ટ-મોબાઈલ એપ ડેવલપર, ૩ડી ગ્રાફિક્સ ડેવલપર-એનિમેટર-ગ્રાફિક ડિઝાઇનર, કન્ટેન્ટ ડેવલપર (ટેક્નિકલ) અને પ્રોગ્રામર જેવા મુખ્ય પદો સામેલ છે. અ પ્રોજેક્ટની જરૂરિયાત મુજબ પદોની સંખ્યામાં ફેરફાર થઈ શકે છે.

આ ભરતીમાં ઇન્ટરવ્યુ 3 થી 7 ઓગસ્ટ વચ્ચે યોજાશે. જેમાં પસંદગી પામેલા ઉમેદવારોને કોન્ટ્રાક્ટ આધારે સીઆઈઈટી-એનસીઈઆરટી નવી દિલ્હીમાં કામ કરવું પડશે. જેમાં શરૂઆતની નિમણૂક 31 માર્ચ 2027 સુધીની રહેશે.

પાત્રતા અને પગાર

આ ભરતીમાંદરેક પદ માટે અલગ-અલગ શૈક્ષણિક લાયકાત અને અનુભવની જરૂર છે. જેમાં સંબંધિત ક્ષેત્રમાં ડિગ્રી સાથે અમુક અનુભવ હોવો જરૂરી છે. જેમાં સ્કૂલ શિક્ષણ સાથે જોડાયેલા રીસર્ચ, શિક્ષણ, ટ્રેનીંગ અને કન્ટેન્ટ ડેવલોપમેન્ટનો અનુભવ ગણવામાં આવશે. 40,000 રૂપિયા કે વધુ પગારવાળા પદો માટે અનુભવના પુરાવા તરીકે સેલરી સ્લિપ, બેંક સ્ટેટમેન્ટ કે આવકવેરા રિટર્ન જેવા ડોક્યુમેન્ટ ઇન્ટરવ્યુ વખતે આપવા પડશે. જેમાં એમફિલ કે પીએચડી દરમિયાનનો સમય અનુભવમાં ગણાશે નહીં. પસંદગી પામેલા ઉમેદવારોને માસિક 42,000 રૂપિયાથી લઈને 1 લાખ રૂપિયા સુધીનું કોન્સોલિડેટેડ વેતન મળશે.

અરજી માટે સૂચનાઓ

આ ભરતીમાં ઉમેદવારોએ 30 જુલાઈ રાત્રે 11 વાગ્યા પહેલા ઓનલાઈન અરજી કરવી. સરકારી કે ખાનગી સંસ્થામાં કામ કરતા ઉમેદવારોએ ઇન્ટરવ્યુ વખતે NOC આપવું જરૂરી છે. અસલી શૈક્ષણિક સર્ટી, અનુભવ સર્ટી અને બાયોડેટા સાથે લાવવા. જો કોઈ પબ્લીકેશન કાર્ય, એનિમેશન, વીડિયો કે ગ્રાફિક્સના નમૂના હોય તો તે પણ બતાવી શકાય છે.

વધુ વાંચો : દર મહિને કમાણી પાક્કી, જો ઈન્વેસ્ટ કરશો પોસ્ટ ઓફિસની આ ધાંસૂ સ્કીમમાં

  • અરજી કેવી રીતે કરવી?

CIET અથવા NCERTની અધિકૃત વેબસાઇટ પર જઈને વેકેન્સી સેક્શનમાંથી નોટિફિકેશન ડાઉનલોડ કરો. તેને સારી રીતે વાંચો અને પાત્રતા ચેક કરીને ઓનલાઈન અરજી ભરો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

well-paid job CIET NCERT

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ