ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / ડાર્ક ચોકલેટના 1-2 પીસ ખાવાથી શરીરને થાય છે અઢળક ફાયદા, જાણો

હેલ્થ ટિપ્સ / ડાર્ક ચોકલેટના 1-2 પીસ ખાવાથી શરીરને થાય છે અઢળક ફાયદા, જાણો

Published By: Nirav Kumar

Last Updated: 12:03 PM, 25 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શું તમે જાણો છો કે, સીમિત માત્રામાં હાઈ કોકોઆવાળી ડાર્ક ચોકલેટ હૃદય, મગજ, ત્વચા અને એકંદર સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે? પરંતુ તેને વધારે પડતું ખાવાનું પણ ટાળવું જોઈએ.

ADVERTISEMENT

જો તમે યોગ્ય માત્રામાં અને સાચા પ્રકારની ડાર્ક ચોકલેટ ખાઓ છો તો તમારા સ્વાસ્થ્યને અનેક રીતે ફાયદો થઈ શકે છે. ખાસ કરીને 70% કે તેનાથી વધુ કોકોઆ વાળી ડાર્ક ચોકલેટ ખુબ લાભ આપે છે .તેમાં ફ્લેવોનોઇડ્સ, પોલીફેનોલ્સ અને અનેક જરૂરી મિનરલ્સ હોય છે, જે શરીરને અલગ-અલગ રીતે લાભ આપી શકે છે. પરંતુ આ ફાયદા ત્યારે જ મળે છે જ્યારે તેને લીમીટેડ માત્રામાં લેવામાં આવે. સામાન્ય રીતે રોજ 20 થી 30 ગ્રામ ડાર્ક ચોકલેટને પર્યાપ્ત હોય છે. ચાલો તેના લાભ વિષે જાણીએ.

  • હૃદયને રાખે છે સ્વસ્થ

ડાર્ક ચોકલેટમાં રહેલા ફ્લેવોનોઇડ્સ રક્તવાહિનીઓને આરામ આપે છે, જેથી લોહીનું પરિભ્રમણ સુધરે છે અને લાંબા ગાળે હૃદયરોગનું જોખમ ઘટે છે.

  • એન્ટીઓક્સીડન્ટ્સનો શાનદાર સ્ત્રોત

70% કે તેથી વધુ કોકોઆવાળી ડાર્ક ચોકલેટમાં ખુબ એન્ટીઓક્સીડન્ટ્સ હોય છે, જે ફ્રી રેડિકલ્સ સામે લડે છે અને કોષોને નુકસાનથી બચાવે છે.

  • બ્લડ પ્રેશર પર સારી અસર

ડાર્ક ચોકલેટમાં રહેલા ફ્લેવોનોઇડ્સ નાઇટ્રિક ઓક્સાઇડ વધારે છે. જેથી રક્તવાહિનીઓ ફેલાય છે અને બ્લડ પ્રેશર કંટ્રોલમાં રાખવામાં મદદ મળે છે.

  • મગજના કાર્યને કરે છે સપોર્ટ

ડાર્ક ચોકલેટથી મગજમાં લોહીનું પરિભ્રમણ વધે છે. તેનાથી ધ્યાન, યાદશક્તિ અને શીખવાની ક્ષમતા સુધરી શકે છે. તેમાં રહેલ થોડી માત્રામાં કેફીન અને થિયોબ્રોમીન પણ મગજને સતર્ક રાખે છે.

  • ત્વચા માટે ફાયદાકારક

કોકોઆમાં રહેલા ફ્લેવોનોલ્સ ત્વચાને યુવી કિરણોથી અમુક અંશે બચાવે છે. જેમાં તે ત્વચાની ભેજ જાળવી રાખે છે અને લોહીનું પરિભ્રમણ સુધારે છે.

  • ગુડ કોલેસ્ટ્રોલને વધારવામાં મદદ

ડાર્ક ચોકલેટ LDL (બેડકોલેસ્ટ્રોલ)ના ઓક્સિડેશનને ઘટાડી શકે છે અને HDL (ગુડ કોલેસ્ટ્રોલ)ને વધારવામાં મદદ કરે છે.

  • જરૂરી મિનરલ્સનો સ્ત્રોત

ડાર્ક ચોકલેટમાં આયર્ન, મેગ્નેશિયમ, કોપર, મેંગેનીઝ અને ફાઇબર સારી એવી માત્રામાં હોય છે, જે શરીરની અનેક પ્રક્રિયાઓ માટે અગત્યના મનાય છે.

વધુ વાંચો : પ્લાસ્ટિક બની રહ્યું છે 'સાયલન્ટ કિલર'? આ કારણે વધશે હાર્ટ અટેકનું જોખમ, નવા અભ્યાસે વધારી ચિંતા

  • કેટલી માત્રામાં ખાવી યોગ્ય ?

ડાર્ક ચોકલેટમાં કેલરી અને થોડી સુગર પણ હોય છે આથી તેને 20-30 ગ્રામ કે 1-2 નાના ટુકડા સુધી મર્યાદિત રાખવી જોઈએ. જેમાં 70% કે 85% કોકોઆવાળી ડાર્ક ચોકલેટ પસંદ કરો કેમ કે તેમાં એન્ટીઓક્સીડન્ટ વધુ અને સુગર ઓછી હોય છે.

(Disclaimer :આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

more cocoa health benefit dark chocolate

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ