ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / પ્લાસ્ટિક બની રહ્યું છે 'સાયલન્ટ કિલર'? આ કારણે વધશે હાર્ટ અટેકનું જોખમ, નવા અભ્યાસે વધારી ચિંતા

photo-story

5 ફોટો ગેલેરી

રિસર્ચ / પ્લાસ્ટિક બની રહ્યું છે 'સાયલન્ટ કિલર'? આ કારણે વધશે હાર્ટ અટેકનું જોખમ, નવા અભ્યાસે વધારી ચિંતા

Last Updated: 04:15 PM, 24 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Microplastic Heart Attack Risk: ઇટાલીની કેમ્પાનિયા યુનિવર્સિટી લુઇગી વાનવિટેલી દ્વારા હાથ ધરવામાં આવેલા રિસર્ચમાં જાણવા મળ્યું છે કે હાર્ટ એટેકનો હુમલો આવેલા દર્દીઓના લોહીમાં માઇક્રોપ્લાસ્ટિક અથવા નેનોપ્લાસ્ટિક કણો હાજર હતા. આ કણો બળતરા અને ઓક્સિડેટીવ સ્ટ્રેસને પ્રોત્સાહન આપીને હાર્ટ એટેકના હુમલાનું જોખમ વધારે છે.

1/5

photoStories-logo

1. માઈક્રોપ્લાસ્ટિક્સ હવે હાર્ટને પણ નુકસાન થશે

માઈક્રોપ્લાસ્ટિક્સ હવે હાર્ટને પણ નુકસાન પહોંચાડી રહ્યા છે. ઈટાલીમાં કરવામાં આવેલા એક નવા રિસર્ચમાં આ દાવો કરવામાં આવ્યો છે. રિસર્ચમાં હાર્ટ એટેકનો ભોગ બનેલા દર્દીઓના લોહીમાં માઈક્રોપ્લાસ્ટિક્સ અને નેનોપ્લાસ્ટિક્સના કણો મળી આવ્યા હતા. સામાન્ય વસ્તીની સરખામણીમાં હાર્ટ એટેકના દર્દીઓમાં માઈક્રોપ્લાસ્ટિકના કણોનું પ્રમાણ વધુ જોવા મળ્યું હતું. આ કણો હૃદયરોગના હુમલા માટેનું એક કારણ પણ હોઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. રિસર્ચમાં આવ્યું સામે

આ રિસર્ચ ઇટાલીની યુનિવર્સિટી ઓફ કેમ્પેનિયા લુઇગી વાનવિટેલીના સંશોધકોએ 61 દર્દીઓના રક્તના નમૂના એકત્રિત કર્યા હતા. આ નમૂનાઓના વિશ્લેષણથી જાણવા મળ્યું કે, ગંભીર હાર્ટ અટેકનો ભોગ બનેલા 84% દર્દીઓના રક્તમાં માઇક્રોપ્લાસ્ટિક્સ અથવા નેનોપ્લાસ્ટિક્સની હાજરી હતી. અગાઉથી હૃદયરોગ ધરાવતા 40 ટકા દર્દીઓમાં આ કણો જોવા મળ્યા હતા. સંશોધનમાં એ પણ જાણવા મળ્યું કે જે દર્દીઓના લોહીમાં પ્લાસ્ટિક હતું, તેમાંથી 97% કિસ્સાઓમાં પોલિઇથિલિન મળી આવ્યું હતું. આ એ જ પ્લાસ્ટિક છે જેનો ઉપયોગ પોલિથીન બેગ, પ્લાસ્ટિકની બોટલો અને પેકેજિંગમાં થાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/5

photoStories-logo

3. માઇક્રોપ્લાસ્ટિક હાર્ટને કેવી રીતે થાય નુકસાન

રિસર્ચ અનુસાર, માઇક્રોપ્લાસ્ટિક્સ શરીરમાં સોજો અને ઓક્સિડેટીવ સ્ટ્રેસ પેદા કરે છે. આ બંને પરિબળો હાર્ટ અટેકનું જોખમ વધારે છે. જોકે, આ અભ્યાસ એવું સાબિત કરતો નથી કે માઇક્રોપ્લાસ્ટિક્સ સીધા હાર્ટ અટેકનું કારણ બને છે. તેમ છતાં, તે એ વાતની પુષ્ટિ કરે છે કે તેનાથી હાર્ટ અટેક આવવાનું જોખમ વધે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. શું કહે છે એક્સપર્ટ

અમેરિકામાં પ્રિવેન્ટિવ કાર્ડિયોલોજી ડાયેટિશિયન મુજબ, માઇક્રોપ્લાસ્ટિક્સ અને હૃદયરોગ વચ્ચેના સંબંધની તપાસ કરવા માટે આ સંશોધન હાથ ધરવામાં આવ્યું હતું. આ અભ્યાસમાં દર્દીઓના બ્લડ સેમ્પલમાં માઇક્રોપ્લાસ્ટિક્સની હાજરી જોવા મળી હતી, જે સૂચવે છે કે તે હાર્ટને પણ નુકસાન પહોંચાડી રહ્યા છે. જોકે, માત્ર માઇક્રોપ્લાસ્ટિક્સ જ હાર્ટ એટેકનું કારણ છે તેવો દાવો કરવો હજુ વહેલો ગણાશે, પરંતુ હવે એલર્ટ રહેવાની જરુર છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/5

photoStories-logo

5. શું છે માઇક્રોપ્લાસ્ટિક

પેકેજ્ડ ખોરાક, હવામાં રહેલી ધૂળ અને કૃત્રિમ (સિન્થેટિક) કપડાંમાંથી છૂટા પડતા રેસાઓમાં જોવા મળે છે અને શ્વાસ દ્વારા શરીરમાં પ્રવેશ કરે છે. તાજેતરના વર્ષોમાં થયેલા અનેક અભ્યાસોમાં માનવ રક્ત અને ફેફસાંમાં માઇક્રોપ્લાસ્ટિક્સની હાજરી જોવા મળી છે. નિષ્ણાતોનું કહેવું છે કે તેનાથી સંપૂર્ણપણે બચવું શક્ય ન હોવા છતાં, તેના સંપર્કમાં આવવાનું પ્રમાણ ઘટાડી શકાય છે. આ માટે કોઈપણ સ્વરૂપમાં પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવો અત્યંત આવશ્યક છે. (Disclaimer અહીં આપેલી માહિતી માત્ર અનુમાન અને માહિતી પર આધારિત છે. આથી અત્રે અહીં ઉલ્લેખ કરવો જરૂરી છે કે vtvgujarati.com આવી કોઈ પણ પ્રકારની માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતીને અમલમાં મૂકતા પહેલા તેના વિશે વધુમાં માહિતી મેળવવી તેમજ સંબંધિત નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે.)

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

research in italy microplastic heart attack risk Health Tips
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ