બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો નહીં કરી શકે કોમેન્ટ-પોસ્ટ, આવી રહ્યાં છે નવા નિયમ
Last Updated: 10:53 AM, 25 July 2026
સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતા બાળકો પર લગામ લગાવવામાં આવનાર છે. વિયેતનામ સોશિયલ મીડિયાના ઉપયોગ અંગેના તેના નિયમોમાં સુધારો કરવાની તૈયારી કરી રહ્યું છે. રોઇટર્સના અહેવાલ મુજબ, સરકાર સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કરતા બાળકો અને કિશોરો માટે કડક નિયમો દાખલ કરવાની તૈયારી કરી રહી છે.
ADVERTISEMENT
અહેવાલો અનુસાર, વિયેતનામની સરકાર 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકોની સોશિયલ મીડિયા પરની અનિયંત્રિત પ્રવૃત્તિઓ પર રોક લગાવવા માટે એક આદેશ તૈયાર કરી રહી છે. નવા નિયમો હેઠળ, 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો કન્ટેન્ટ પોસ્ટ કરી શકશે નહીં અથવા અન્યની પોસ્ટ પર 'લાઈક' અને 'કોમેન્ટ' કરી શકશે નહીં.
વિયેતનામ આ નિયમની તૈયારીઓ સાથે એવા દેશોની યાદીમાં સામેલ થઈ ગયું છે જેઓ 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો પર સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવા અંગે પ્રતિબંધ મૂકવાના નિર્ણયો પર કામ કરી રહ્યા છે. દરમિયાન, ઓસ્ટ્રેલિયાએ બાળકો દ્વારા સોશિયલ મીડિયાના ઉપયોગ પર પહેલેથી જ પ્રતિબંધ મૂકી દીધો છે.
ADVERTISEMENT

માતા-પિતાની પરમિશન બાદ મળશે સોશિયલ મીડિયા
ADVERTISEMENT
વિયેતનામ દ્વારા પ્રસ્તાવિત નિયમો હેઠળ, 16 વર્ષથી ઓછી ઉંમરના કિશોરો તેમના માતા-પિતા અથવા વાલીઓ દ્વારા પૂરી પાડવામાં આવેલી માહિતીના આધારે સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ રજીસ્ટર કરાવી શકશે.
માતા-પિતાની જવાબદારી હશે
ADVERTISEMENT
પોતાના બાળકો સોશિયલ મીડિયા પર કઈ સામગ્રી જુએ છે અને કેટલો સમય વિતાવે છે તેના પર દેખરેખ રાખવાની જવાબદારી માતા-પિતાની રહેશે.
સોશિયલ મીડિયા કંપનીઓની પણ જવાબદારી રહેશે
ADVERTISEMENT
વિયેતનામ દ્વારા તૈયાર કરાયેલા ડ્રાફ્ટ મુજબ, સોશિયલ મીડિયા કંપનીઓની પણ જવાબદારીઓ રહેશે. કંપનીઓએ બાળકોની ઓળખ કરવા અને તેમને બતાવવામાં આવતી સામગ્રી તેમની ઉંમરને અનુરૂપ હોય તે સુનિશ્ચિત કરવા માટે અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરવો પડશે.

ADVERTISEMENT
બાળકોની પ્રાઇવસીનું રાખવુ પડશે ધ્યાન
વિયેતનામમાં એક ડ્રાફ્ટમાં કહેવાય છે કે, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ બાળકોના એકાઉન્ટ્સ માટે ઉચ્ચ સ્તરની પ્રાઇવેસી અને સિક્યોરી પૂરી પાડવી જોઈએ.
આ પણ વાંચોઃ વરસાદમાં ફોન ભીનો થઈ જાય તો તરત શું કરવું? આ ભૂલો કરશો તો ફોન થઈ શકે છે ખરાબ
આ ઉપરાંત, હિંસા, અશ્લીલતા, જુગાર, આત્મહત્યા અને અન્ય હાનિકારક સામગ્રીને ઓળખવા અને તેને રોકવા માટે તેમણે પગલાં લેવા જરૂરી છે. ઓસ્ટ્રેલિયા અને ફ્રાન્સે 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયાના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે. ઓસ્ટ્રેલિયા આવો પ્રતિબંધ લાગુ કરનાર પ્રથમ દેશ હતો અને હવે અન્ય ઘણા દેશો પણ તે જ દિશામાં આગળ વધી રહ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.