બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / દર મહિને કમાણી પાક્કી, જો ઈન્વેસ્ટ કરશો પોસ્ટ ઓફિસની આ ધાંસૂ સ્કીમમાં
Last Updated: 12:42 PM, 25 July 2026
જો તમે તમારી બચતનું રોકાણ એવી જગ્યાએ કરવા માંગતા હોય જે સુરક્ષા અને ઉત્તમ વળતર બંને પ્રદાન કરે, તો પોસ્ટ ઓફિસ દ્વારા ચલાવવામાં આવતી નાની બચત યોજનાઓ તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. આવો જ એક વિકલ્પ 'પોસ્ટ ઓફિસ મંથલી ઈન્કમ સ્કીમ' (POMIS) છે, જે નિયમિત આવકની ખાતરી આપે છે, તેમાં માત્ર એક જ વાર રોકાણ કરવાની જરૂર હોય છે.
ADVERTISEMENT
સરકારની સુરક્ષા, ઝીરો રિસ્ક
પોસ્ટ ઓફિસની યોજનાઓ એટલી લોકપ્રિય હોવાનું કારણ એ છે કે તેમાં રોકાણનું ઝીરો રિસ્ક હોય છે. રોકાણની રકમ ગમે તેટલી હોય, તેમાં કરવામાં આવેલા રોકાણની સુરક્ષાની ગેરન્ટી ખુદ સરકાર આપે છે. પોસ્ટ ઓફિસની માસિક આવક યોજના ખાસ કરીને નિવૃત્ત વ્યક્તિઓ અને બજારના જોખમો વિના નિયમિત આવક મેળવવા ઈચ્છતા લોકોમાં વધુ પસંદ કરવામાં આવે છે, કારણ કે તે માસિક આવકની ખાતરી પૂરી પાડે છે.
ADVERTISEMENT
સરકાર આપી રહ્યા છે જબદસ્ત વ્યાજ
PO MIS યોજના હેઠળ, સરકાર 7.4%નો વ્યાજ દર આપે છે અને વ્યાજની ચુકવણી માસિક ધોરણે કરવામાં આવે છે. તમે માત્ર 1,000 રુપિયાના પ્રારંભિક રોકાણ સાથે આ સરકારી યોજનામાં ખાતું ખોલાવી શકો છો. તેમાં જોઇન્ટ એકાઉન્ટ પણ ખોલાવી શકાય છે. જરૂરી દસ્તાવેજો સાથે તમારી નજીકની પોસ્ટ ઓફિસની મુલાકાત લઈને તમે આ માટે અરજી કરી શકો છો.
ADVERTISEMENT
તમે કેટલું રોકાણ કરી શકો છો?
માસિક આવકની ખાતરી આપતી પોસ્ટ ઓફિસની આ મંથલી ઇન્કમ સ્કીમ યોજનામાં રોકાણની મર્યાદાની વાત કરીએ તો, કોઈ વ્યક્તિ એક ખાતામાં 9 લાખ રુપિયા સુધી અને સંયુક્ત ખાતામાં 15 લાખ રુપિયા સુધીનું રોકાણ કરી શકે છે. રોકાણ કર્યા પછી, તમને વ્યાજ દ્વારા આવક મળવાનું શરૂ થશે. આ યોજનાનો મેચ્યોરિટી પિરિયડ 5 વર્ષનો છે.
ADVERTISEMENT
દર મહિને થશે આટલી કમાણી
હવે આવકની ગણતરી કરવી સરળ છે. જો તમે પોસ્ટ ઓફિસ મંથલી ઇન્કમ સ્કીમ હેઠળ સંયુક્ત ખાતામાં 15 લાખ રુપિયાની એકમ રકમનું રોકાણ કરો છો, તો 7.4% ના વર્તમાન વ્યાજ દરના આધારે તમને પાંચ વર્ષ સુધી દર મહિને 9,250 મળશે. મેચ્યોરિટી (પરિપક્વતા) સુધીના સમયગાળા દરમિયાન, વ્યાજમાંથી થતી કુલ આવક 5.55 લાખ રુપિયા થશે.
ADVERTISEMENT
જો આમ કર્યુ તો થશે નુકસાન
પોસ્ટ ઓફિસની આ વન ટાઇમ ઇન્વેસ્ટમેન્ટ સ્કીમમાં, મળતું વ્યાજ માસિક, ત્રિમાસિક, અર્ધ-વાર્ષિક અથવા વાર્ષિક ધોરણે ઉપાડી શકાય છે. જોકે, તેનો સંપૂર્ણ લાભ મેળવવા માટે યોજનાને તેની મેચ્યોરિટી પિરિયડ સુધી ચાલુ રાખવી આવશ્યક છે; મુદત પૂરી થાય તે પહેલાં ખાતું બંધ કરવાથી આર્થિક નુકસાન થઈ શકે છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો નહીં કરી શકે કોમેન્ટ-પોસ્ટ, આવી રહ્યાં છે નવા નિયમ
લાગુ પડતા નિયમો મુજબ, જો ખાતું ખોલ્યાના એકથી ત્રણ વર્ષની વચ્ચે બંધ કરવામાં આવે, તો મૂળ રકમમાંથી 2 %ની કપાત કરવામાં આવે છે. જો ખાતું ત્રણથી પાંચ વર્ષની વચ્ચે બંધ કરવામાં આવે, તો 1 %ની કપાત લાગુ પડે છે. મુદત પૂરી થાય તે પહેલાં ખાતાધારકનું મૃત્યુ થાય તેવા સંજોગોમાં, ખાતું બંધ કરી શકાય છે અને જમા રકમ નોમિનીને ચૂકવવામાં આવે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.