બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / એલર્ટ! ગુજરાત સહિત આ રાજ્યોમાં અતિભારે વરસાદની ચેતવણી
Last Updated: 03:10 PM, 25 July 2026
દેશનાં અનેક રાજ્યમાં ભારે વરસાદ ભયાનક તબાહી મચાવી રહ્યો છે. કેટલાંય રાજ્યમાં ભારે વરસાદના કારણે પૂર, ભૂસ્ખલન અને જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. આજે ૧૭ રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશો માટે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. જમ્મુ-કાશ્મીર, ગુજરાત, હિમાચલ પ્રદેશ અને ઉત્તર-પૂર્વમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, ઉત્તરપ્રદેશ, બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, ઓડિશા, અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં ભારે વરસાદની આગાહી છે. હિમાચલ પ્રદેશમાં સતત વરસાદ, ભૂસ્ખલન અને ફ્લેશ ફ્લડના કારણે ૧૨૧થી વધુ રસ્તા બંધ થઈ ગયા છે.
ADVERTISEMENT

ગુજરાત, આસામ, ઉત્તરપ્રદેશ અને હિમાચલ પ્રદેશ સૌથી વધુ પ્રભાવિત રાજ્યોમાં સામેલ છે. વહીવટીતંત્ર દ્વારા રાહત અને બચાવ કામગીરી ચાલુ છે, જ્યારે આગામી દિવસોમાં પણ અનેક રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ભારે વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત કરી દીધું છે. ઉત્તરપ્રદેશમાં છેલ્લા ૧૫ દિવસથી સતત વરસાદના કારણે સ્થિતિ ગંભીર બની રહી છે. ગંગા અને યમુના સહિત ૧૦થી વધુ નદીઓ ભયજનક સપાટીએ વહી રહી છે, જ્યારે ચાર નદીઓ જોખમના નિશાનથી ઉપર વહી રહી છે. હવામાન વિભાગે રાજ્યના ૩૦ જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે.
ADVERTISEMENT
હિમાચલ પ્રદેશમાં સતત વરસાદ, ભૂસ્ખલન અને ફ્લેશ ફ્લડના કારણે રાજ્યભરમાં 121થી વધુ રસ્તા બંધ થઈ ગયા છે. હવામાન વિભાગે ૨૯ જુલાઈ સુધી અનેક વિસ્તારોમાં ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. હિમાચલ પ્રદેશની રાજધાની શિમલાના મેહલી-જુન્ગા માર્ગ પર ભારે ભૂસ્ખલન થતાં વાહનવ્યવહાર ખોરવાયો છે.
ADVERTISEMENT
આસામમાં પૂરનો કહેર યથાવત્ છે. રાજ્યના 11 જિલ્લા હજુ પણ પૂરગ્રસ્ત છે. ૭.૨૧ લાખથી વધુ લોકો આ આપત્તિથી પ્રભાવિત થયા છે, જ્યારે મૃત્યુઆંક વધીને ૪૭ પર પહોંચી ગયો છે. નાગાલેન્ડમાં પણ ભારે વરસાદ અને ભૂસ્ખલન વચ્ચે રાહત અને બચાવ કામગીરી ઝડપી બનાવવામાં આવી છે. શુક્રવારે ૧૮૦થી વધુ ફસાયેલા લોકોને એરલિફ્ટ કરીને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત સામગ્રી પણ પહોંચાડવામાં આવી રહી છે.
ADVERTISEMENT
આ પણ વાંચો : USમાં અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓ માટે મોટી અપડેટ, બદલાશે વિઝા નિયમો
ADVERTISEMENT
વરસાદના કારણે રાજસ્થાનના ઘણા વિસ્તારોમાં છેલ્લા ૨૪ કલાકમાં મધ્યમથી ભારે વરસાદ પડ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે પણ રાજ્યના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે. અજમેર, કોટા, જોધપુર અને ઉદયપુર વિસ્તારમાં ભારે વરસાદ થવાની શક્યતા છે, રાજસ્થાનના જોધપુરના તિંવરી વિસ્તારમાં રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા હતા અને અનેક દુકાનોમાં પાણી ઘૂસી ગયું હતું.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.