બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / Monsoon AC Tips: ચોમાસામાં AC ચલાવતા કરો છો આ ભૂલ? જાણો વરસાદની સિઝનમાં AC વાપરવાની યોગ્ય રીત
5 ફોટો ગેલેરી
Last Updated: 04:17 PM, 24 July 2026
1/5
મોનસૂનનો સમય આવી ગયો છે અને દેશના અનેક શહેરોમાં જોરદાર વરસાદ પડી રહ્યો છે. વરસાદથી તાપમાન ઘટ્યું છે અને ગરમીમાં પણ રાહત મળી છે. જેમાં ઠંડી હવાઓને કારણે અનેક વખત એસી ચલાવવાની જરૂર પણ નથી પડતી. પરંતુ આ ઋતુ પોતાની સાથે ભેજ પણ લાવે છે. હવામાં ભેજ વધવાથી તાપમાન ઓછું હોવા છતાં બોડી કન્ફર્ટેબલ નથી લાગતી. રૂમ ઠંડો થઈ ગયા બાદ પણ તેમાં સૂવું મુશ્કેલ બની જાય છે. આવી સ્થિતિમાં એસીનો ઉપયોગ કરવો યોગ્ય છે કે નહીં? આજે અમે તમને જણાવીશું કે વરસાદી મોસમમાં એસીને કેવી રીતે અને કયા મોડમાં વાપરવું જોઈએ.
2/5
સવાલ થાય છે કે, વરસાદમાં એસી ચલાવવું સુરક્ષિત છે કે નહીં? તેનો જવાબ છે હા, તે સંપૂર્ણ રીતે સુરક્ષિત છે. એસીને અલગ અલગ હવામાન પરિસ્થિતિઓનો સામનો કરવા માટે જ બનાવવામાં આવે છે. આથી આઉટડોર યુનિટ પર વરસાદ કે તેજ તડકાની કોઈ અસર પડતી નથી. તેમ છતાં વરસાદી ઋતુમાં વોલ્ટેજ ઘટવું, પાવર કટ અને વીજળી પડવાના જોખમોને ધ્યાનમાં રાખવા જરૂરી છે.
3/5
ઉનાળામાં રૂમને ઝડપથી ઠંડો કરવા માટે કૂલિંગ મોડ અસરકારક હોય છે. પરંતુ ચોમાસામાં ભેજને કારણે આ મોડ ઓછો અસરકારક રહે છે. આ સમયે ડ્રાય મોડ વાપરવો વધુ સારો છે. આ મોડ રૂમની હવામાંથી વધારાનો ભેજ બહાર કાઢી નાખે છે, જેથી તમને આરામદાયક અનુભવ મળે છે. રાત્રે સૂવા જતા પહેલાં લગભગ એક કલાક ડ્રાય મોડમાં એસી ચલાવી રાખો જેથી વધારાનો ભેજ બહાર નીકળી જાય. વરસાદના સમયે પણ ડ્રાય મોડ જ વાપરી શકાય છે.
4/5
જો તમારા રૂમમાં વિન્ડો ન હોય તો ભેજવાળી હવા બહાર જવાનું મુશ્કેલ બને છે અને રૂમનું વાતાવરણ ચીકણું રહે છે. આવા ઘરોમાં એસીનો ઉપયોગ વધુ જરૂરી બની જાય છે. જો વિન્ડો હોય તો એસી ચલાવતા પહેલાં તેને ખોલીને વેન્ટિલેશન કરી શકાય. પરંતુ એસી ચાલુ હોય ત્યારે વિન્ડો અને બારણાં પૂર્ણપણે બંધ કરી દેવા જોઈએ, જેથી એસી પૂરી કાર્યક્ષમતાથી કામ કરી શકે.
5/5
પૂરી રાત ડ્રાય મોડ ચલાવ્યા બાદ સવારે ફેન મોડ વાપરી શકાય છે. ડ્રાય મોડ પહેલાં ફેન મોડ ન વાપરો. વાવાઝોડું અને વીજળીના સમયે એસી બંધ રાખો. આઉટડોર યુનિટ પાસે પાણી ભરાવા ન દો. જો ઊભા પાણીનો સંપર્ક થાય તો તરત બંધ કરી દો. વારંવાર પાવર આવે જાય તો થોડી વાર એસી બંધ રાખો. ચોમાસામાં એસીનું તાપમાન 24-26 ડિગ્રી પર સેટ રાખો. એસી સાથે સીલિંગ ફેન પણ ચલાવો જેથી આખા રૂમમાં હવા સરખી રીતે ફરે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
13 ફોટોઝ
Monsoon Electronics Care / વરસાદમાં ઇલેક્ટ્રોનિક્સ થઈ શકે છે ખરાબ! આ 12 સરળ ટીપ્સ અપનાવી બચાવો હજારો રૂપિયાનું નુકસાન
ટોપ સ્ટોરીઝ