બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / Jio-Airtelનું 'ડિજિટલ ગેમ' બદલાશે! 5Gમાં મળશે વધુ ઝડપી અને સ્માર્ટ ઇન્ટરનેટ સેવા

photo-story

7 ફોટો ગેલેરી

તમારા કામનું / Jio-Airtelનું 'ડિજિટલ ગેમ' બદલાશે! 5Gમાં મળશે વધુ ઝડપી અને સ્માર્ટ ઇન્ટરનેટ સેવા

Last Updated: 06:42 PM, 31 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Jio and Airtel: સરકાર નેટ ન્યુટ્રાલિટી નિયમોની સમીક્ષા કરવાનું વિચારી રહી છે. આ અંતર્ગત, ટેલિકોમ કંપનીઓને ગેમિંગ, હેલ્થકેર, ઓટોનોમસ વાહનો અને સ્માર્ટ ફેક્ટરીઓ જેવી વિશિષ્ટ સેવાઓ માટે અલગ કનેક્ટિવિટી અથવા ઇન્ટરનેટ સ્પીડ પ્રદાન કરવાની અને કોર્પોરેટ ક્લાયન્ટ્સ વિરુદ્ધ સામાન્ય મોબાઇલ યુઝર્સ પાસેથી અલગ દર વસૂલવાની મંજૂરી આપી શકાય છે.

1/7

photoStories-logo

1. નેટ ન્યુટ્રાલિટી નિયમો

જ્યારે વર્તમાન નિયમો ટેલિકોમ કંપનીઓને આવી સેવાઓ પ્રદાન કરવાથી પ્રતિબંધિત કરે છે, ત્યારે ઝડપી તકનીકી પ્રગતિઓ ખાસ કરીને 5G સ્લાઇસિંગએ હાલના નેટ ન્યુટ્રાલિટી નિયમોને વધુ પડતા કઠોર અને જૂના બનાવી દીધા છે. 'નેટ ન્યુટ્રાલિટી' નો અર્થ એ છે કે ઇન્ટરનેટ સાથે કોઈપણ ભેદભાવ વિના સમાન વ્યવહાર કરવામાં આવે. તેમાં ઝડપ અને લેટન્સી જેવા પાસાઓનો સમાવેશ થાય છે. કોઈપણ સામગ્રીને જાણી જોઈને અવરોધવી કે ધીમી ન કરવી જોઈએ, તેમજ કોઈ ચોક્કસ સામગ્રીને વધુ ઝડપ કે વિશેષ પ્રાધાન્ય પણ ન આપવું જોઈએ.

આ તસવીર શેર કરો

logo logo logo

2/7

photoStories-logo

2. 5G સ્લાઇસિંગના સંદર્ભમાં મુંઝવણ

આ નિયમો ભારતમાં 2018માં ઓફિશિયલ રીતે લાગુ કરવામાં આવ્યા હતા. જોકે, 2022માં દેશમાં 5G સેવાઓ શરૂ થયા ત્યારથી તેના અમલીકરણ અંગે ખાસ કરીને '5G સ્લાઇસિંગ'ના સંદર્ભમાં મુંઝવણ અને અસ્પષ્ટતા ઊભી થઈ છે. પરિણામે, સરકાર આ નિયમોની સમીક્ષા કરવાનું વિચારી રહી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/7

photoStories-logo

3. ટ્રાઇને સલાહ આપવા કહ્યું

આ બાબતથી વાકેફ એક અધિકારીએ નામ ન આપવાની શરતે ETના રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે, તેમણે ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI) ને આ મુદ્દાની તપાસ કરવા અને નેટ ન્યુટ્રાલિટી નિયમોમાં કયા ફેરફારો અથવા સ્પષ્ટતાઓનો સમાવેશ કરવો જોઈએ, તે સૂચવવા કહ્યું છે. જ્યારે યુરોપિયન યુનિયન રાષ્ટ્રો અને અન્ય દેશો હાલમાં તેમના નેટ ન્યુટ્રાલિટી નિયમોની સમીક્ષા કરી રહ્યા છે, ત્યારે યુએસએ તેના ફેડરલ નેટ ન્યુટ્રાલિટી નિયમો રદ કર્યા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/7

photoStories-logo

4. સુરક્ષાના પગલાં

કેટલાક યુએસ રાજ્યોના પોતાના નેટ ન્યુટ્રાલિટી નિયમો છે. જોકે, અધિકારીએ ભાર મૂક્યો હતો કે "ગોલ્ડ ગાર્ડન" અભિગમો અથવા પ્રથાઓને રોકવા માટે સુરક્ષાના પગલાં અમલમાં મૂકવામાં આવશે. અધિકારીએ જણાવ્યું હતું કે ઇન્ટરનેટ ફ્રી રહેશે અને કોઇ ખાસ વેબસાઇટ્સ પસંદગીની કન્ટેન્ટને પૈસા આપવીની માટે ચૂકવણી કરેલ પ્રાથમિકતા આપવાની મંજૂરી આપવામાં આવશે નહીં.

આ તસવીર શેર કરો

logo logo logo

5/7

photoStories-logo

5. સ્લાઇસિંગ કેવી રીતે કામ કરે છે

5G સ્લાઈસિંગ સાથે, ટેલિકોમ કંપનીઓ એક જ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર બહુવિધ સ્લાઈસ બનાવી શકે છે. દરેક સ્લાઈસ એક સ્વતંત્ર નેટવર્ક તરીકે કાર્ય કરે છે જ્યાં બેન્ડવિડ્થને ચોક્કસ જરૂરિયાતો અનુસાર કસ્ટમાઇઝ કરી શકાય છે. સ્લાઈસિંગ ટેલિકોમ કંપનીઓને ગેમિંગ, હેલ્થકેર, ઓટોનોમસ વાહનો, સ્માર્ટ ફેક્ટરીઓ અને રોબોટિક્સ જેવા વિશિષ્ટ એપ્લિકેશનો માટે વર્ચ્યુઅલ નેટવર્ક ચલાવવા માટે સક્ષમ બનાવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/7

photoStories-logo

6. 5G સ્લાઇસિંગ પર પ્રતિબંધ

દરેક 'સ્લાઇસ' કોઈ ખાસ સર્વિસ પૂરી પાડી શકે છે, જ્યારે વેબ બ્રાઉઝિંગ અને કન્ટેન્ટ સ્ટ્રીમિંગ જેવી સામાન્ય ઇન્ટરનેટ પ્રવૃત્તિઓ કોઈપણ અવરોધ વિના અલગ સ્લાઇસ પર ચાલુ રહે છે. જોકે 5G સ્લાઇસિંગ પર પ્રતિબંધ મૂકતા કોઈ ચોક્કસ નિયમો નથી, તેમ છતાં વિશિષ્ટ અથવા ખાસ સેવાઓ પ્રદાન કરવા માટે તેના ઉપયોગને પ્રાથમિકતા આપવી એ નિયમોના ઉલ્લંઘન સમાન ગણાઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

7/7

photoStories-logo

7. 5G સ્લાઇસિંગનો ઉપયોગ

ભારતી એરટેલે એવી સર્વિસ શરૂ કરી છે જે તેના પોસ્ટપેડ ગ્રાહકોને સારી ઝડપ અને લેટન્સી જેવી વિશિષ્ટ સેવાઓ પ્રદાન કરવા માટે '5G સ્લાઇસિંગ'નો ઉપયોગ કરે છે. હાલમાં આ સેવા સેક્ટરના નિયમનકાર અને ટેલિકોમ્યુનિકેશન વિભાગ (DoT) દ્વારા તપાસ હેઠળ છે. તેવી જ રીતે, રિલાયન્સ જિયોએ ગીચ વસ્તીવાળા શહેરી વિસ્તારોમાં કવરેજ અને ક્ષમતા વધારવા માટે 5G સ્લાઇસિંગ ક્ષમતાઓનો ઉપયોગ કરવાની યોજના જાહેર કરી છે. અમેરિકા, યુકે, સિંગાપોર, મલેશિયા અને ચીન જેવા દેશો ગ્રાહકોને વિવિધ સર્વિસ આપવા માટે 5G નેટવર્ક સ્લાઇસિંગનો ઉપયોગ કરે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Jio and Airtel Set to Transform Indias Internet Landscape with Next Gen Connectivity
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ