બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખથી ફરી ખાબકશે વરસાદ, 8 દિવસ ગુજરાતને ઘમરોળશે

photo-story

7 ફોટો ગેલેરી

વરસાદની આગાહી / વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખથી ફરી ખાબકશે વરસાદ, 8 દિવસ ગુજરાતને ઘમરોળશે

Last Updated: 04:25 PM, 2 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

રાજ્યમાં વરસાદને લઈ અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું હતું કે, ભાદરવા મહિનામાં પણ વરસાદ પડી શકે છે. 8 થી 15 ઓગસ્ટ દરમ્યાન વરસાદની સંભાવના છે.

1/7

photoStories-logo

1. 8 થી 15 ઓગસ્ટ વરસાદની આગાહી

રાજ્યમાં વરસાદને લઈ અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું હતું કે, ભાદરવા મહિનામાં પણ વરસાદ પડી શકે છે. 8 થી 15 ઓગસ્ટ દરમ્યાન વરસાદની સંભાવના છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/7

photoStories-logo

2. ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં મધ્યમથી લઈ ભારે વરસાદની આગાહી

આગાહી મુજબ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં વરસાદી ઝાપટાંથી લઈને મધ્યમ અને ભારે વરસાદ નોંધાઈ શકે છે. કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ પણ સર્જાઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/7

photoStories-logo

3. 5 ઓગસ્ટથી 15 ઓગસ્ટ વચ્ચે રાજ્યમાં સારા વરસાદની આગાહી

અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર 5 ઓગસ્ટથી 15 ઓગસ્ટ વચ્ચે રાજ્યમાં વરસાદમાં વધારો જોવા મળશે. આ સમયગાળા દરમિયાન ખેડૂતો માટે પણ વરસાદ લાભદાયી સાબિત થઈ શકે છે, કારણ કે ખેતીના પાકને જરૂરી ભેજ મળશે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/7

photoStories-logo

4. રાજ્યમાં વરસાદી સિસ્ટમ સક્રિય રહેવાની સંભાવના

આ ઉપરાંત, તેમણે ભાદરવા મહિનામાં પણ રાજ્યમાં વરસાદી સિસ્ટમ સક્રિય રહેવાની સંભાવના વ્યક્ત કરી છે. જેના કારણે ચોમાસું હજુ સક્રિય રહેવાની શક્યતા છે અને રાજ્યના અનેક વિસ્તારોમાં વધુ વરસાદ પડી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/7

photoStories-logo

5. વરસાદી સિસ્ટમ હવે ધીમે ધીમે નબળી પડી

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી સક્રિય રહેલી વરસાદી સિસ્ટમ હવે ધીમે ધીમે નબળી પડી રહી છે, છતાં રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા છે. ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર વેલમાર્ક લો પ્રેશર હવે સાયકલોનિક સર્ક્યુલેશનમાં ફેરવાતા તેની તીવ્રતા ઓછી થઈ છે. જોકે તેની અસરના કારણે આજે પણ ઉત્તર ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે આગામી સાત દિવસ સુધી રાજ્યમાં વરસાદની સંભાવના વ્યક્ત કરી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/7

photoStories-logo

6. પાટણ જિલ્લામાં યલો એલર્ટ જાહેર

આજે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી અને પાટણ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે. બીજી તરફ પશ્ચિમ સૌરાષ્ટ્રના કચ્છ, મોરબી, જામનગર, પોરબંદર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે આ જિલ્લાઓમાં રહેતા લોકોને વરસાદ દરમિયાન સાવચેતી રાખવા અને નીચાણવાળા વિસ્તારોમાં અનાવશ્યક અવરજવર ટાળવાની સલાહ આપી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

7/7

photoStories-logo

7. માછીમારો માટે ખાસ ચેતવણી પણ જાહેર

હવામાન વિભાગે માછીમારો માટે ખાસ ચેતવણી પણ જાહેર કરી છે. આગામી બે દિવસ સુધી દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. દરિયાઈ હવામાન ઉગ્ર રહેવાની શક્યતાને ધ્યાનમાં રાખીને રાજ્યના બંદરો પર LCS-3 ચેતવણી સિગ્નલ લગાવવામાં આવ્યું છે. માછીમારોને દરિયામાં ન જવા તેમજ પહેલાથી દરિયામાં રહેલા માછીમારોને સલામત રીતે પરત ફરી જવા માટે તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Ambalal Patel Gujarat rain forecast Gujarat weather update
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ