બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / VIDEO : ધોરાજીથી પોરબંદર સુધી એલર્ટ, ભાદર 2 ડેમ ફરી છલકાયો, જુઓ અદ્ભુત નજારો

ભારે વરસાદ / VIDEO : ધોરાજીથી પોરબંદર સુધી એલર્ટ, ભાદર 2 ડેમ ફરી છલકાયો, જુઓ અદ્ભુત નજારો

Published By: Hiralal Parmar

Last Updated: 04:57 PM, 2 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટના ધોરાજી તાલુકા પાસે આવેલો ભાદર-2 ડેમ ઓવરફ્લો થતાં અદ્દભુત નજારો જોવા મળ્યો હતો.

ભારે વરસાદમાં ક્યારેક અદ્દભુત નજારો પણ જોવા મળી જતો હોય છે. સૌરાષ્ટ્રમાં વહેતા પાણીનો એક અદ્દભુત નજારો જોવા મળ્યો જે કોઈનું પણ મન હરી લેવા માટે પૂરતું છે. રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકા પાસે આવેલો ભાદર-2 ડેમ ભારે વરસાદ બાદ ફરી છલકાયો છે. છેલ્લા કેટલાક દિવસોથી ઉપરવાસમાં સતત વરસી રહેલા વરસાદને કારણે ડેમમાં પાણીની આવકમાં નોંધપાત્ર વધારો થયો હતો, જેના પરિણામે ડેમની જળસપાટી ઝડપથી વધી અને તંત્રને ગેટ ખોલવાની ફરજ પડી. તાજેતરની સત્તાવાર માહિતી મુજબ વધતા જળપ્રવાહને ધ્યાનમાં રાખીને ભાદર-2 ડેમનો એક ગેટ આંશિક રીતે ખોલવામાં આવ્યો છે.

બીજી વખત છલકાયો ડેમ

ઉપરવાસમાં સતત વરસાદને પગલે સિઝનમાં બીજી વખત ડેમ છલકાયો હતો અને તેને કારણે 2 ડેમનો એક દરવાજો અડધો ફૂટ સુધી ખોલાયા હતા. આને પગલે ધોરાજીથી પોરબંદર સુધી નદીના કાંઠાના વિસ્તારોમાં એલર્ટ જાહેર કરાયું છે.

નીચાણવાળા વિસ્તારોમાં ચેતવણી

ડેમ છલકાતા નીચાણવાળા વિસ્તારો અને ભાદર નદી કિનારાના ગામોમાં ચેતવણી આપવામાં આવી છે. સ્થાનિક પ્રશાસને નદીકાંઠે અનાવશ્યક અવરજવર ન કરવા અને સાવચેતી રાખવા લોકોને અપીલ કરી છે.

ખેડૂતોમાં ખુશીનો માહોલ

ડેમ ઓવરફ્લો થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે, કારણ કે સિંચાઈ માટે પૂરતું પાણી ઉપલબ્ધ થવાની આશા વધી છે. સાથે જ પાણીના સંગ્રહમાં વધારો થતાં ધોરાજી અને આસપાસના વિસ્તારો માટે પાણી પુરવઠાની સ્થિતિ પણ મજબૂત બનશે.

વધુ વાંચો : VIDEO : દ્વારકાના દરિયામાં ભારે કરંટ વચ્ચે 2 યુવકોએ કર્યું સ્નાન,15 ફૂટ ઉંચા મોજા ઉછળ્યા છતાં લગાવી છલાંગ

જિલ્લા વહીવટી તંત્ર સ્થિતિ પર સતત નજર

ભાદર-2 ડેમ અગાઉ પણ સારા વરસાદ દરમિયાન છલકાયો હતો અને ફરી એકવાર ડેમ ઓવરફ્લો થતાં સૌરાષ્ટ્રમાં સારા વરસાદની અસર સ્પષ્ટ દેખાઈ રહી છે. જિલ્લા વહીવટી તંત્ર સ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે અને જરૂર પડે તો વધુ પાણી છોડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat rain gujarat rain update gujarat weather

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ