બ્રેકિંગ ન્યુઝ
6 ફોટો ગેલેરી
Last Updated: 07:24 PM, 2 August 2026
1/6
શ્રાવણનો મહિનો ભગવાન શિવની ભક્તિ માટે સૌથી વિશેષ માનવામાં આવે છે. આ પવિત્ર મહિનામાં આવતું નાગ પંચમીનો તહેવાર પણ આખા દેશમાં શ્રદ્ધા અને ઉત્સાહ સાથે ઉજવાય છે. આ દિવસે લોકો નાગ દેવતાની પૂજા કરે છે, ઘરો અને મંદિરોમાં વિશેષ અનુષ્ઠાન થાય છે અને સુખ-સમૃદ્ધિની કામના કરવામાં આવે છે. વર્ષ 2026 માં નાગ પંચમી 17 ઓગસ્ટ સોમવારે ઉજવાશે. ચાલો જાણીએ નાગ પંચમીની કથા, આ પર્વનું મહત્વ અને તેની સાથે જોડાયેલી ખાસ પરંપરાઓ વિશે.
2/6
હિન્દુ ધર્મમાં નાગોને માત્ર જીવ નહીં, પરંતુ દેવતાનું સ્વરૂપ માનવામાં આવે છે. ભગવાન શિવના ગળામાં નાગ બીરાજમાન છે, જ્યારે ભગવાન વિષ્ણુ શેષનાગ પર શયન કરે છે. એજ કારણે નાગોનું ધાર્મિક મહત્વ ખૂબ વધારે માનવામાં આવે છે. નાગ પંચમી ઉજવવા પાછળ અનેક કથાઓ પ્રચલિત છે.
3/6
જેમાં સૌથી પ્રસિદ્ધ કથા અનુસાર, એક ખેડૂત ખેતર ખેડી રહ્યો હતો. તેનો હળ ચલાવતી વખતે ભૂલથી નાગિનના બાળકોનું મૃત્યુ થઈ ગયું. દુઃખી અને ક્રોધિત નાગિને ખેડૂતના પરિવારને ડંખ માર્યો. બાદમાં ખેડૂતની પુત્રીએ શ્રદ્ધાથી નાગ દેવતાની પૂજા કરી અને તેમની પાસે ક્ષમા માંગી. તેની ભક્તિથી પ્રસન્ન થઈને નાગિને આખા પરિવારને જીવનદાન આપ્યું. ત્યારથી નાગ પંચમી પર નાગ દેવતાની પૂજા કરવાની પરંપરા શરૂ થઈ. એવી પણ માન્યતા છે કે આ દિવસે નાગ દેવતાની પૂજા કરવાથી પરિવારની રક્ષા થાય છે અને જીવનમાં આવતા સંકટો દૂર થાય છે.
4/6
નાગ પંચમી પર લોકો પોતાના-પોતાના વિસ્તારની પરંપરા અનુસાર અલગ-અલગ વ્યંજનો બનાવે છે. જેમાં ઘણા ઘરોમાં ખીર, પૂરી, માલપુઆ, પુઆ, હલવો, દહીં-ચોખા, પંચામૃત અને મોસમી મીઠાઈઓ બનાવવામાં આવે છે. અમુક રાજ્યોમાં આ દિવસે તળેલું ભોજન બનાવવાથી પણ દુર રહેવામાં આવે છે. પૂજા બાદ તૈયાર કરેલા પ્રસાદને સૌપ્રથમ નાગ દેવતાને અર્પણ કરવામાં આવે છે અને પછી પરિવારના સભ્યો ગ્રહણ કરે છે.
5/6
6/6
ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ