બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / થરાદમાં કોંગ્રેસ નેતા ઠાકરશી રબારીના GPSC ચેરમેન હસમુખ પટેલ પર ગંભીર આક્ષેપ
Last Updated: 07:35 PM, 2 August 2026
થરાદ ખાતે ખેડૂતોની પદયાત્રા દરમિયાન કોંગ્રેસ નેતા ઠાકરશી રબારીએ GPSC ચેરમેન હસમુખ પટેલ પર ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે દાવો કર્યો કે આ વિસ્તારના OBC સમાજના લોકો અને વિદ્યાર્થીઓ સાથે અન્યાય થયો છે.
ADVERTISEMENT
'આપણા વિસ્તારના વિદ્યાર્થીઓ સાથે હસમુખ પટેલ કરી રહ્યા છે અન્યાય'
ઠાકરશી રબારીએ જણાવ્યું કે, થરાદ સહિત આ વિસ્તારના OBC વિદ્યાર્થીઓને યોગ્ય તક અને ન્યાય મળતો નથી. તેમણે આક્ષેપ કર્યો કે “આપણા વિસ્તારના વિદ્યાર્થીઓ સાથે અન્યાય કરવામાં આવી રહ્યો છે.”
ADVERTISEMENT
આ વિસ્તારના OBCના લોકો સાથે ખૂબ અન્યાય થયો છે-ઠાકરશી રબારી
ADVERTISEMENT
કોંગ્રેસ નેતાએ વધુમાં જણાવ્યું કે જો OBC સમાજના પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ નહીં આવે તો આ વિસ્તારમાંથી “OBC બચાવો આંદોલન” શરૂ કરવાની જરૂર પડશે.
આ પણ વાંચોઃ સુરતમાં વરસાદે બોલાવી રમઝટ, ક્યાંક નદીનાં નીર ઘરમાં ઘૂસ્યાં તો ક્યાંક પાણીમાં ગરકાવ થયા રસ્તા
ADVERTISEMENT
થરાદ ખાતે ખેડૂતોની પદયાત્રા દરમિયાન કોંગ્રેસ નેતા ઠાકરશી રબારીનું નિવેદન'
ખેડૂતોની પદયાત્રા દરમિયાન આપવામાં આવેલા આ નિવેદન બાદ સ્થાનિક રાજકારણમાં ચર્ચા તેજ બની છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.