બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / વડોદરાની વિશ્વામિત્રી નદીમાં બાળકીને મગર ખેંચી ગયો તો દાદાએ શું કર્યું ખબર છે? યુવાનોએ પણ ડર લાગી જશે!

ભારે વરસાદ / વડોદરાની વિશ્વામિત્રી નદીમાં બાળકીને મગર ખેંચી ગયો તો દાદાએ શું કર્યું ખબર છે? યુવાનોએ પણ ડર લાગી જશે!

Published By: Hiralal Parmar

Last Updated: 06:38 PM, 2 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડોદરાની વિશ્વામિત્રી નદીમાં એક મગર 12 વર્ષની બાળકીને પાણીમાં ખેંચી જતાં સનસનાટી મચી હતી.

વડોદરા જિલ્લાના પાદરા તાલુકામાં રવિવારે ચકચાર મચાવનારી ઘટના સામે આવી છે. વિશ્વામિત્રી નદીના કિનારે દાદાની આંખ સામે જ મગર 12 વર્ષની એક બાળકીને પાણીમાં ખેંચી ગયો હતો. ઘટનાની જાણ થતા સ્થાનિક લોકોમાં ભારે ભયનો માહોલ સર્જાયો હતો.

દાદા સાથે રમી રહી હતી બાળકી

પ્રાથમિક માહિતી અનુસાર, મેઢાદ ગામની સીમમાં બાળકી તેના દાદા સાથે રમી રહી હતી ત્યારે અચાનક મગર બહાર આવ્યો અને તેને પાણીમાં ખેંચી ગયો. આ જોઈને દાદાનો જીવ ઉડી ગયો હતો અને તેમણે પૌત્રીને બચાવવા માટે નદીમાં છલાંગ લગાવી દીધી હતી.

તંત્ર દ્વારા સર્ચ ઓપરેશન શરુ કરાયું

ઘટનાને પગલે સ્થાનિક લોકો દોડી આવ્યા અને તરત જ તંત્રને જાણ કરવામાં આવી. પોલીસ, વન વિભાગ અને બચાવ ટીમો સ્થળ પર પહોંચી સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે.

વધુ વાંચો : VIDEO : દ્વારકાના દરિયામાં ભારે કરંટ વચ્ચે 2 યુવકોએ કર્યું સ્નાન,15 ફૂટ ઉંચા મોજા ઉછળ્યા છતાં લગાવી છલાંગ

વિશ્વામિત્રી નદીમાં મગરોની સંખ્યા વધુ

વિશ્વામિત્રી નદીમાં મગરોની સંખ્યા વધુ હોવાથી આ વિસ્તાર અગાઉ પણ સંવેદનશીલ માનવામાં આવે છે. હાલ તંત્ર દ્વારા નદીકાંઠાના વિસ્તારોમાં લોકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે. બાળકીને શોધવા માટે સતત પ્રયાસો ચાલી રહ્યા છે. ઘટનાને કારણે સમગ્ર પાદરા પંથકમાં શોક અને ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. વધુ વિગતો સત્તાવાર માહિતી મળ્યા બાદ જ સ્પષ્ટ થશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

gujarat Weather gujarat rain update gujarat rain

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ