બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ખંભાળિયાની ઠક્કર હોસ્પિટલની બેદરકારી, બાળક અને માતા બંનેનું મોત, એક્સપાયરી ડેટ વાળા ઈન્જેક્શન અપાયા હોવાનો પરિવારનો આરોપ

બેદરકારી / ખંભાળિયાની ઠક્કર હોસ્પિટલની બેદરકારી, બાળક અને માતા બંનેનું મોત, એક્સપાયરી ડેટ વાળા ઈન્જેક્શન અપાયા હોવાનો પરિવારનો આરોપ

Published By: Vishal Khamar

Last Updated: 05:57 PM, 2 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેવભૂમિક દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં ખાનગી હોસ્પિટલમાં ડૉક્ટરની બેદરકારીનો બનાવ સામે આવવા પામ્યો છે. જેમાં પરિવારજનોએ ડૉક્ટર પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે ડૉક્ટરની બેદરકારીના કારણે પ્રસૂતા અને બાળકનું મોત થયું છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં આવેલ ઠક્કર હોસ્પિટલમાં પ્રસુતિ દરમ્યાન મહિલા તેમજ નવજાત બાળકનું મોત થતા પરિવારજનોમાં શોકનો માહોલ વ્યાપી જવા પામ્યો હતો. ખંભાળિયા ચાર રસ્તા પાસે આવેલ ઠક્કર હોસ્પિટલમાં આ સમગ્ર બનાવ બનવા પામ્યો હતો. ખંભાળિયા તાલુકાના કોઠા વિસોત્રી ગામના વિજુબેન પ્રદીપભાઈ ભાટુ (ઉ.વર્ષ.34) ને પ્રસુતિની પીડા થતા તેઓને તાત્કાલીક સારવાર અર્થે ઠક્કર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પ્રસુતિ દરમ્યાન બાળક મૃત અવસ્થામાં જન્મ્યું હોવાનું સામે આવવા પામ્યું છે. બાળકના જન્મ બાદ અચાનક માતા વિજુબેનની તબીયત પણ બગડતા તેઓનું પણ સારવાર દરમ્યાન મૃત્યું થવા પામ્યું હતું.

પરિસ્થિતિ બગડે તે પહેલા પોલીસ ઘટના સ્થળે પહોંચી

માતા અને બાળકનું મોત થતા પરિવારજનો દ્વારા હોસ્પિટલમાં હોબાળો મચાવ્યો હતો. તેમજ ડૉક્ટર સામે પરિવારનો દ્વારા બેદરકારીનો આક્ષેપ પણ કરવામાં આવ્યો હતો. જે બાદ પરિસ્થિતિ વધુ વણસે તે પહેલા સમગ્ર બાબતે ખંભાળિયા પોલીસને જાણ કરવામાં આવતા પીઆઈ સી.આર.રાણા દ્વારા તાત્કાલીક હોસ્પિટલ પહોંચી સમગ્ર મામલો થાળે પાડ્યો હતો. જે બાદ બંને મૃતદેહોને પીએમ અર્થે જામનગર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં પેનલ ડૉક્ટરો દ્વારા પીએમની કાર્યવાહી હાથ ધરી હતી.

અગાઉ ત્રણ વખત મહિલાની સફળ પ્રસુતિ થઈ છેઃ હોસ્પિટલના સંચાલક

આ સમગ્ર મામલે ઠક્કર હોસ્પિટલના સંચાલકે જણાવ્યું હતું કે, આ મહિલાની અગાઉ ત્રણ વખત સફળ પ્રસુતિ મારી જ હોસ્પિટલમાં થઈ છે. તેમજ તેઓએ વધુમાં તેઓ બહારગામ હોવાથી મૃતકના સગાઓના કહેવાથી અન્ય મહિલા તબીબ દ્વારા પ્રસુતિ કરાવવામાં આવી હતી.

મૃતક મહિલાના પરિવારજનોએ શું આક્ષેપ કર્યા

બીજી બાજુ મૃતક મહિલાના સગાએ જણાવ્યું હતું કે, મારા ગામના વિજુબેન પ્રદીપભાઈ ભાટુ (ઉ.વર્ષ. 34) જેઓને ડિલીવરી માટે ઠક્કર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જે બાદ મુખ્ય ડૉક્ટર દ્વારા તેમની સારવાર કરેલ હતી. જે બાદ પ્રસુતિ પીડા ચાલુ થતા મુખ્ય ડૉક્ટર જતા રહ્યા છે અને અન્ય ડૉક્ટર દ્વારા પ્રસુતિ કરાવવામાં આવી હતી. પ્રસુતિ દરમ્યાન મહિલાને અસહ્ય પીડા શરૂ થવા પામી હતી. જે બાબતની જાણ મહિલાએ પ્રદીપભાઈને કરતા પ્રદીપભાઈએ આ સમગ્ર બાબતે ડૉક્ટરને જાણ કરતા પ્રદીપભાઈએ કહેલ કે સીઝેરીયન કરી નાંખો ડૉક્ટરે કહ્યું હતું કે પ્રસુતિની પીડા છે એટલે થોડો દુઃખાવો થશે. સીઝેરીયન કરવાની કોઈ જરૂર નથી. માતા અને બાળક બંને તંદુરસ્ત રહેશે. જે બાદ માતા અને બાળક બંને મૃત્યું પામતા પરિવારજનોમાં શોકનો માહોલ વ્યાપી જવા પામ્યો હતો. જે બાદ મૃતક મહિલાના પરિવાજનો દ્વારા હોસ્પિટલ અને તબીબ પર ગંભીર બેદરકારીનો આક્ષેપ કર્યો હતો.

વિજુબેન પ્રદીપભાઈ ભાટુ (ઉ.વર્ષ. 34) (મૃતક મહિલા)

પ્રસુતિ કરનાર તબીબે આક્ષેપોને નકારી કાઢ્યા

મહિલાના પરિવારજનો દ્વારા તબીબની બેદરકારીના કારણે માતા અને બાળકનો જીવ ગયો હોવાનો આક્ષેપ કર્યો છે. બીજી તરફ પ્રસુતિ કરાવનાર તબીબે આક્ષેપોને નકારી કાઢ્યા છે અને જણાવ્યું હતું કે તેમણે તમામ જરૂરી તબીબી પ્રક્રિયાઓનું પાલન કર્યું છે. આ ઘટનાને લઈ મૃતક મહિલાના પરિવારજનો દ્વારા હોસ્પિટલમાં હોબાળો મચાવ્યો હતો. પોલીસ દ્વારા ઘટના સ્થળે પહોંચી મામલો થાળે પાડ્યો છે.

આ પણ વાંચોઃ વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખથી ફરી ખાબકશે વરસાદ, 8 દિવસ ગુજરાતને ઘમરોળશે

હોસ્પિટલમાં ઓક્સિજનનો બાટલો ખાલી હોવાનો પરિવાજનોનો દાવો

ખંભાળિયાની ઠક્કર હોસ્પિટલમાં પ્રસુતિ દરમ્યાન માતા અને નવજાત બાળકના મોત બાદ પરિવારજનો દ્વારા એક વીડિયો વાયરલ કર્યો હતો. જે વીડિયોમાં હોસ્પિટલમાં ઓક્સિજનનો બાટલો ખાલી હોવાનું દાવો કરવામાં આવ્યો છે. તેમજ ઈન્જેક્શન સહિત કેટલીક દવાઓ એક્સપાયરી હોવાનો પણ વીડિયોમાં આક્ષેપ કર્યો છે. ડૉક્ટર હોસ્પિટલ છોડીને બહાર જતા રહ્યા હોવાનો સબંધીઓએ દાવો કર્યો હતો. હોસ્પિટલની બેદરકારીના કારણે મોત થયું હોવાનો પરિવારજનોએ ગંભીર આક્ષેપ કર્યો છે. સમગ્ર ઘટનાનો વીડિયો બનાવીને સબંધીઓએ સોશિય મીડિયામાં વાયરલ કર્યો છે. હવે આ સમગ્ર મામલે તપાસકરવામાં આવે તેવી પરિવારજનો દ્વારા માંગ કરવામાં આવી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Medical Negligence Khambhalia Thakkar Hospital Mother and Baby Death

Published by

Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ