બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / સુરતના સમાચાર / સુરતમાં વરસાદે બોલાવી રમઝટ, ક્યાંક નદીનાં નીર ઘરમાં ઘૂસ્યાં તો ક્યાંક પાણીમાં ગરકાવ થયા રસ્તા

photo-story

7 ફોટો ગેલેરી

વરસાદી માહોલ / સુરતમાં વરસાદે બોલાવી રમઝટ, ક્યાંક નદીનાં નીર ઘરમાં ઘૂસ્યાં તો ક્યાંક પાણીમાં ગરકાવ થયા રસ્તા

Last Updated: 06:45 PM, 2 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

સુરતના ગ્રામ્ય વિસ્તારમાં પડેલ ધોધમાર વરસાદના પગલે અનેક ગામોમાં કેડ સમા પાણી ભરાઈ જતા રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે.

1/7

photoStories-logo

1. કુંવરડા ગામમાં અનેક વિસ્તારોમાં હજી પણ પાણી ભરાયેલા

સુરત જિલ્લાના કુંવરડા ગામમાં કિમ નદીના વધેલા જળસ્તરના કારણે પૂર જેવી સ્થિતિ યથાવત છે. ગામના અનેક વિસ્તારોમાં હજુ પણ 2થી 3 ફૂટ જેટલા પાણી ભરાયેલા હોવાથી જનજીવન પ્રભાવિત બન્યું છે. કોસંબા–કિમને જોડતો ગાયકવાડી માર્ગ પાણીમાં ગરકાવ હોવાથી વાહનવ્યવહાર સંપૂર્ણપણે બંધ છે. નંદિની સોસાયટી સહિતના વિસ્તારોમાં પાણી ન ઓસરતાં રહેવાસીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. પોલીસ અને SDRFની ટીમે ગઈકાલે 170 લોકોનું સફળ રેસ્ક્યુ કરીને તેમને નજીકની શાળામાં સુરક્ષિત આશ્રયસ્થાને ખસેડ્યા હતા. અસરગ્રસ્ત તમામ રહેવાસીઓને સલામત સ્થળે સ્થળાંતરિત કરવામાં આવ્યા છે. તંત્ર દ્વારા ભોજન અને પીવાના પાણીની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી રહી છે, જ્યારે પોલીસ અને ગ્રામ પંચાયત સતત રાહત કામગીરીમાં જોડાયેલા છે. અધિકારીઓના જણાવ્યા મુજબ, પાણી સંપૂર્ણપણે ઓસર્યા બાદ જ ઘરો અને મિલકતોને થયેલા નુકસાનનો વાસ્તવિક અંદાજ મેળવી શકાશે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/7

photoStories-logo

2. કીમ પોલીસે પૂરથી અસરગ્રસ્ત વિસ્તારના લોકોની કરી મદદ

સુરત જિલ્લામાં ભારે વરસાદ બાદ સર્જાયેલી પૂર જેવી પરિસ્થિતિ વચ્ચે કીમ પોલીસે માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. પૂરથી પ્રભાવિત વિસ્તારોમાં ફસાયેલા લોકોની મદદ માટે પોલીસ સતત કાર્યરત રહી હતી. ઓલપાડ તાલુકાના બોલાવ ગામમાં કીમ પોલીસ દ્વારા જરૂરિયાતમંદ પરિવારોને ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત, પૂરના પાણીથી ઘેરાયેલા લોકોને પીવાના સ્વચ્છ પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. સ્થાનિકોએ પોલીસની આ ઝડપી અને સરાહનીય કામગીરીની પ્રશંસા કરી હતી.

આ તસવીર શેર કરો

logo logo logo

3/7

photoStories-logo

3. ઓલપાડ અને માંગરોળ તાલુકામાં વરસાદી તારાજીથી લોકોને મુશ્કેલી

સુરત જિલ્લાના ઓલપાડ અને માંગરોળ તાલુકામાં ભારે વરસાદને કારણે જનજીવન પર વ્યાપક અસર જોવા મળી છે. કીમ ચાર રસ્તા નજીક આવેલા મોટા બોરસરા ગામની GIDCમાં વરસાદી પાણી ભરાઈ જતા અનેક ઉદ્યોગોને ભારે નુકસાન વેઠવું પડ્યું છે. કારખાનાઓમાં કરોડો રૂપિયાની કિંમતની મશીનરી પાણીમાં ડૂબી જતાં ઉત્પાદન કામગીરી ખોરવાઈ ગઈ છે અને મશીનરીને મોટું નુકસાન પહોંચ્યું હોવાનું ઉદ્યોગકારોએ જણાવ્યું છે. પાણી ભરાવાની સ્થિતિને કારણે કેટલાક કારખાનાઓમાં કામ કરતા કામદારોને સુરક્ષિત સ્થળે ખસેડવા માટે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવું પડ્યું હતું. અસરગ્રસ્ત કારખાનેદારોએ રાજ્ય સરકારને ઇન્સ્યોરન્સ કંપનીઓને તાત્કાલિક સૂચના આપી ઝડપથી નુકસાનનું સર્વેક્ષણ પૂર્ણ કરીને યોગ્ય વળતર ચૂકવવાની માંગ કરી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/7

photoStories-logo

4. 25 દિવસમાં ત્રીજી વખત ખાડીપૂર આવ્યું

સુરતમાં 25 દિવસમાં ત્રીજી વખત ખાડીપૂર આવ્યું. સુરતના સારોલી આસપાસના વિસ્તારમાં ખાડીના પાણી ફરી વળ્યા. સારોલીના સારોલીના શ્રીયા હાઇટસમાં 10થી વધુ ઘરમાં પાણી ભરાયા.જેથી સ્થાનિકોએ રોષ ઠાલવીને દરવર્ષે પાણી ભરાતું હોવાના આરોપ સાથે પાણીના નિકાલની કાયમી વ્યવસ્થા કરવાની માગ કરી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/7

photoStories-logo

5. ગામના 15થી 20 ઘરોમાં કેડસમા પાણી ભરાયેલા

સુરત જિલ્લાના બોલાવ ગામમાં કીમ નદીના વધેલા જળસ્તરને કારણે હજુ પણ અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ છે. ગામના અંદાજે 15થી 20 ઘરોમાં કમર સુધી પાણી ભરાયેલા હોવાથી સ્થાનિકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. નવા હળપતિ, જૂના હળપતિ અને આહિર વસાહતમાં કીમ નદીના પાણી ઘરોમાં ઘૂસી જતાં જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. છેલ્લા ત્રણ દિવસથી પાણી ઓસરવાનું નામ નથી લેતું અને અસરગ્રસ્ત પરિવારોને તંત્ર તરફથી પૂરતી મદદ મળી ન હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. પાણી ભરાવાના કારણે ઘરવખરી, અનાજ, ઇલેક્ટ્રિક સાધનો સહિતની કિંમતી ચીજવસ્તુઓને ભારે નુકસાન થયું છે. VTV NEWSની ગ્રાઉન્ડ ઝીરો મુલાકાત દરમિયાન પૂરગ્રસ્ત લોકોએ તાત્કાલિક રાહત અને વળતરની માંગ સાથે તંત્ર પાસે અસરકારક કામગીરી કરવાની અપીલ કરી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/7

photoStories-logo

6. જિલ્લામાં કીમ નદીના પાણીએ તારાજી સર્જી

સુરત જિલ્લામાં કીમ નદીના પાણીએ તારાજી સર્જી. ભારે વરસાદ પછી કીમ-ઓલપાડ હાઈવે પર નદીના પાણી ફરી વળ્યા. છેલ્લા બે દિવસથી રાજ્યધોરીમાં ઘૂંટણસમા પાણી ભરાયા. જેથી સ્ટેટહાઈવે બંધ વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો.

આ તસવીર શેર કરો

logo logo logo

7/7

photoStories-logo

7. વરસાદ બંધ થવા છતાં પાણી ઓસર્યા નથી

સુરતમાં 24 કલાકથી વરસાદ બંધ થવા છતાં પાણી ઓસર્યા નથી.. સુરતના કડોદરા રોડ પર હજુ પણ ઘૂંટણસમા પાણી ભરાયેલા છે. સાથે સારોલી પાસે પાણી ભરાતા 1 કિલોમીટર સુધી 1 સાઈડનો રોડ બંધ કરવો પડ્યો. કડોદરા અને ટેકસટાઇલ માર્કેટ માટેનો મુખ્ય રોડ પાણીમાં ગરકાવ થયો. જેથી હજારો વાહનચાલકો પરેશાન થયા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Kunvarda Village Flood Kim River Flood Surat Flood News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ