બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / ચોમાસાની નવી ઇનિંગ શરૂ: 3 ઓગસ્ટથી દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદની આગાહી

photo-story

5 ફોટો ગેલેરી

Monsoon 2026 / ચોમાસાની નવી ઇનિંગ શરૂ: 3 ઓગસ્ટથી દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદની આગાહી

Last Updated: 11:37 PM, 2 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

ઓગસ્ટ મહિનાની શરૂઆત સાથે જ દેશભરમાં ચોમાસું સક્રિય બની ગયું છે. ભારતીય હવામાન વિભાગ (IMD) ના જણાવ્યા અનુસાર, 3 ઓગસ્ટથી દિલ્હી-NCR, પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને બિહાર સહિતના ઉત્તર અને ઉત્તર-પૂર્વ ભારતના રાજ્યોમાં વરસાદની તીવ્રતા વધશે.

1/5

photoStories-logo

1. ચોમાસાની નવી ઇનિંગ શરૂ: 3 ઓગસ્ટથી દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદની આગાહી

ઓગસ્ટ મહિનાની શરૂઆત થતાં જ ચોમાસાએ દેશભરમાં પોતાનો આક્રમક અને રૌદ્ર મિજાજ બતાવવાનું શરૂ કરી દીધું છે. ભારત હવામાન વિજ્ઞાન વિભાગ (IMD) અનુસાર, 3 ઓગસ્ટથી ઉત્તર-પશ્ચિમ ભારત અને મેદાની વિસ્તારોમાં વરસાદની ગતિમાં મોટો વધારો જોવા મળશે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. દિલ્હી-NCR, પંજાબ અને હરિયાણામાં ભારે વરસાદની આગાહી

દેશની રાજધાની દિલ્હી અને તેની આસપાસના વિસ્તારો જેવા કે નોઇડા, ગાઝિયાબાદ, ગુરુગ્રામ અને ફરીદાબાદમાં સોમવારથી વરસાદનો નવો તબક્કો શરૂ થઈ રહ્યો છે. 3 અને 4 ઓગસ્ટે દિલ્હી-NCR, પંજાબ, હરિયાણા અને ચંદીગઢમાં અનેક સ્થળોએ મુસળધાર વરસાદ પડી શકે છે. આ સમયગાળા દરમિયાન 30 થી 40 km/h ની ઝડપે તેજ પવન ફુંકાવાની અને વીજળીના કડાકા-ભડાકા થવાની શક્યતા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/5

photoStories-logo

3. યુપી અને બિહારમાં મેઘરાજા મહેરબાન રહેશે

ઉત્તર પ્રદેશ: પૂર્વ અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં 3 થી 7 ઓગસ્ટ દરમિયાન વ્યાપક વરસાદનો અંદાજ છે. લખનૌ, કાનપુર, વારાણસીથી લઈને પશ્ચિમી યુપીના જિલ્લાઓમાં વાવાઝોડા સાથે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. 3 થી 5 ઓગસ્ટ દરમિયાન મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદની શક્યતા છે, જેનાથી નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. પહાડી રાજ્યોમાં ભૂસ્ખલન (Landslide) નો ભય

ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને જમ્મુ-કાશ્મીરમાં 3 થી 8 ઓગસ્ટ સુધી હવામાન અત્યંત ખરાબ રહેવાની આશંકા છે. IMD ના જણાવ્યા અનુસાર, ભારે વરસાદ અને વીજળીના કડાકા-ભડાકાના કારણે સંવેદનશીલ અને પહાડી વિસ્તારોમાં લેન્ડસ્લાઇડ થવાનો મોટો ખતરો મંડરાઈ રહ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/5

photoStories-logo

5. પૂર્વોત્તર અને દક્ષિણ ભારતની સ્થિતિ

અસમ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ અને નાગાલેન્ડ સહિતના રાજ્યોમાં આગામી 5 દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. દક્ષિણ ભારતમાં વરસાદનું પ્રમાણ ઓછું રહેશે, પરંતુ કર્ણાટકના દરિયાકાંઠાના વિસ્તારોમાં આગામી 2 દિવસ માટે ભારે વરસાદનું એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

WeatherUpdates UPRains DelhiRain
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ