બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદના દરિયાપુરમાં મનપસંદ જીમખાના ક્લબ પર SMCનો દરોડો, 150 લોકોની ધરપકડ
Last Updated: 11:02 PM, 2 August 2026
અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં આવેલા મોટા વાઘજીપુરા સ્થિત મનપસંદ જીમખાના પ્રાઇવેટ લિમિટેડ ખાતે ચાલતા કથિત હાઈપ્રોફાઈલ જુગારધામ પર સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)એ મોટી કાર્યવાહી હાથ ધરી છે. મળેલી બાતમીના આધારે ગાંધીનગરથી આવેલી SMCની પાંચથી વધુ ટીમોએ ક્લબ પર દરોડો પાડી જુગાર રમતા અંદાજે 150 જેટલા લોકોને ઝડપી પાડ્યા છે.
ADVERTISEMENT
SMCના સૂત્રોના જણાવ્યા મુજબ, ક્લબમાં મોટા પાયે જુગાર રમાતો હોવાની ચોક્કસ માહિતી ઉચ્ચ અધિકારીઓને મળતા અલગ-અલગ ટીમો બનાવીને કાર્યવાહી કરવામાં આવી હતી. ત્રણ માળની આ ક્લબમાં અલગ-અલગ માળ પર જુગારની વ્યવસ્થા કરવામાં આવી હતી, જ્યાં એક ટેબલ પર પાંચથી સાત લોકો બેસીને જુગાર રમતા હોવાનું તપાસમાં સામે આવ્યું છે.
દરોડા દરમિયાન પોલીસ પહોંચતા જ ક્લબમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પ્રાથમિક માહિતી મુજબ, સમગ્ર જુગારધામ હાઇટેક CCTV કેમેરા સહિતની સુવિધાઓથી સજ્જ હતું અને લાંબા સમયથી અહીં હાઈપ્રોફાઈલ જુગાર રમાતો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ADVERTISEMENT
કાર્યવાહી દરમિયાન પોલીસે સ્થળ પરથી મોટી માત્રામાં રોકડ રકમ, જુગારમાં ઉપયોગમાં લેવાતા કોઈન તથા અન્ય મુદ્દામાલ જપ્ત કર્યો છે. ઉપરાંત, ક્લબ બહારથી અનેક લક્ઝરી કાર પણ મળી આવી હોવાનું જાણવા મળ્યું છે. હાલ તમામ મુદ્દામાલની ગણતરી અને કાયદેસરની કાર્યવાહી ચાલી રહી છે.
આ પણ વાંચોઃ VIDEO : બે નર સિંહ ખાબોચિયામાં પાણી પીતાં દેખાયા, બીલખા રોડ પર આરામ ફરમાવતી સિંહણ કેદ થઈ
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે, ભૂતકાળમાં પણ આ જ ક્લબમાંથી જુગાર ઝડપાયો હતો. તેમ છતાં ફરી એકવાર SMCએ અહીં દરોડો પાડતા સ્થાનિક પોલીસની કામગીરી અને દેખરેખ સામે સવાલો ઊભા થયા છે, કારણ કે સમગ્ર કાર્યવાહી ગાંધીનગરથી આવેલી સ્ટેટ મોનિટરિંગ સેલે હાથ ધરી હતી. હાલ પોલીસે ઝડપાયેલા તમામ આરોપીઓ સામે આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સાણંદમાં ભારે વરસાદ / VIDEO : રસ્તો ધોવાયો તો જાવું કેવી રીતે? લોકોએ શોધી પાડ્યો તોડ, પણ છે ખૂબ જોખમી
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.