બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 04:19 PM, 3 August 2026
ગુજરાત સરકારે કોંકરોચ જનતા પાર્ટી આંદોલનને લઈને એક મહત્વનો નિર્ણય કર્યો છે. દિલ્હી ખાતે જંતર મંતર પરના આંદોલનના સમર્થનમાં જોડાયેલા વિદ્યાર્થીઓ કે યુવાનો સામે કોઈ ગુનો કે દંડાત્મક કાર્યવાહી નહીં થાય.
ADVERTISEMENT
વધુ વાંચો : શિક્ષકો આનંદો! હવે મળશે આ મોટો લાભ, ગુજરાત સરકારનો મોટો નિર્ણય
નોંધાયેલી FIR રદ થશે
ADVERTISEMENT
સરકારે આંદોલનમાં નોંધાયેલી એફઆઈઆર થઈ હશે તો પરત લેવાનો પણ આદેશ આપ્યો છે.આંદોલનમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓ યુવાનો અને અન્ય વ્યક્તિઓ સામેની સામે પોલીસ કાર્યવાહી નહીં થાય. રાજ્ય સરકારે પોલીસને આવા કેસો પાછા ખેંચવાનો આદેશ આપ્યો છે.
વિદ્યાર્થીઓ સામે કોઈ કાર્યવાહી નહીં
ADVERTISEMENT
કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું છે કે NEET પેપર લીકને લઈને વિરોધ કરનારા વિદ્યાર્થીઓ વિરુદ્ધ કાનૂની કાર્યવાહી કરવામાં આવશે નહીં. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ સોમવારે કહ્યું, ‘સરકાર પોતાના વચન પર કાયમ છે. વિદ્યાર્થીઓ વિરુદ્ધ કોઈ FIR થશે નહીં.’
હવે 18 ઓગસ્ટે સુનાવણી
ADVERTISEMENT
કોકરોચ જનતા પાર્ટી (CJP) દિલ્હીના જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન કર્યું હતું. તેમની મુખ્ય 3 માંગણીઓ હતી, જે સરકારે સ્વીકારી લીધી હતી. આમાં એક માંગણી એ પણ હતી કે સરકાર વિરોધ પ્રદર્શન કરનારાઓ વિરુદ્ધ કોઈ કાનૂની કાર્યવાહી કરશે નહીં. આ મામલે હવે 18 ઓગસ્ટે સુનાવણી થશે.
વિદ્યાર્થીઓને મોટી રાહત
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે દિલ્હીના જંતર મંતર થયેલા વિદ્યાર્થી આંદોલનમાં સરકારે કેટલાક યુવાનો સામે કેસ કર્યાં હતા જેને હવે પાછા ખેંચવાનો આદેશ આપતાં તેમને રાહત મળી છે.ધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.