બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / ગાંધીનગરના સમાચાર / આવતીકાલે CMની અધ્યક્ષતામાં મહત્વની કેબિનેટ બેઠક, ચર્ચાશે મહત્વના મુદ્દા
Last Updated: 07:35 PM, 4 August 2026
Gandhinagar News: ગાંધીનગરમાં આવતીકાલે સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક યોજાવાની છે. આ બેઠકમાં વરસાદ પ્રભાવિત વિસ્તારો અંગે સમિક્ષા સહિત મહત્વના મુદ્દાઓની ચર્ચા થઇ શકે છે. સવારે 10 વાગે કેબિનેટ બેઠક યોજાવાની છે.
ADVERTISEMENT
રાજ્યમાં ભારે વરસાદને પગલે અનેક શહેરો પાણીમાં ગરકાવ થયા હતા. જો કે બે દિવસથી વરસાદનુ જોર ઘટતા લોકોએ રાહત અનુભવી છે ત્યારે ગાંધીનગરમાં આવતીકાલે મળનારી કેબિનેટ બેઠકમાં વરસાદ પ્રભાવિત વિસ્તારોની સમિક્ષા થવા જઇ રહી છે.
સીએમ ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાનાર કેબિનેટ બેઠકમાં વરસાદ અને પૂરગ્રસ્ત વિસ્તારોમાં થયેલા નુકશાન પર ચર્ચા થવાની છે. વરસાદ પ્રભાવિત વિસ્તારોમાં ચાલી રહેલા સર્વે તેમજ સમિક્ષા કરી અને અસરગ્રસ્ત લોકોને રાહત માટે ચર્ચા થઇ શકે છે. વરસાદ પ્રભાવિત વિસ્તારોમાં કેશડોલ્સની ચૂકવણી અંગે વિગતો રજૂ થશે. દક્ષિણ ગુજરાતમાં બાગાયતી નુકંસાન તથા રાજ્યના અન્ય જિલ્લાઓમાં કૃષિ નુકશાનના સર્વે અંગે કામગીરીને ચર્ચા પણ કરાશે.
ADVERTISEMENT
ભારે વરસાદે ગુજરાતના શહેરોને મોટુ નુકસાન કર્યુ છે ત્યારે બીજી તરફ રોગચાળાએ પણ રાજ્યમાં માથુ ઉચક્યુ છે. ચાંદીપુરા વાયરસ અંગે થઈ રહેલી આરોગ્ય વિભાગની કામગીરી પર વિગતો રજૂ થશે. 15 મી ઓગસ્ટના કાર્યક્રમો અંગે ચર્ચા થશે. બેઠકમાં રાજ્ય સરકારના આગામી કાર્યક્રમો અને નીતિગત વિષયો પર ચર્ચા થશે.

ADVERTISEMENT
આ પણ વાંચોઃ ગાંધીનગર / ગુજરાતના યુવાનો માટે મોટી ખુશખબર, CM ભૂપેન્દ્ર પટેલે આપી ભરતીની મંજૂરી, જાણો ડિટેલ્સ
કેબિનેટ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને કોમનવેલ્થ ગેમ્સનો બેટન અને ફ્લેગ સોંપાશે. ગુજરાતમાં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સ માટે પીએમ મોદી તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને અભિનંદન પાઠવવામાં આવશે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Way To Videsh / કેનેડામાં ભારતીય વિદ્યાર્થીઓ માટે મોટું અપડેટ |
ADVERTISEMENT