બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / તમારો ફોન પણ ગરમ થાય છે? તો ભૂલથીએ આવી ભૂલ ના કરતા, થશે જબરું નુકસાન
8 ફોટો ગેલેરી
Last Updated: 07:10 PM, 5 August 2026
1/8
આજકાલ સ્માર્ટફોનનો ઉપયોગ દરેક વર્ગના લોકોમાં વધી ગયો છે. જેમાં વીડિયો બનાવવો હોય કે કોઈની સાથે વાત કરવી હોય, ટેક્નોલોજીની દુનિયામાં મોટાભાગના લોકો પોતાના કામ માટે સ્માર્ટફોનનો જ ઉપયોગ કરે છે. પરંતુ ઘણી વાર એવું જોવા મળે છે કે ફોન વધુ વપરાશ કરતાં ગરમ થઈ જાય છે. ફોન ગરમ થાય ત્યારે ઘણા લોકો તેને ઠંડો કરવા માટે વિવિધ ઉપાયો અપનાવે છે. જેમાં અમુક તો ગરમ ફોનને ફ્રિજમાં મૂકી દે છે. જો તમે પણ આ ભૂલ કરતા હો તો તાત્કાલિક સાવધાન થઈ જાઓ નહીં તો પછીથી મોટું નુકસાન થઈ શકે છે.
2/8
3/8
4/8
5/8
6/8
7/8
ફોનને ઠંડો કરવા માટે ક્યારેય તેને ફ્રિજ, ફ્રીઝર કે બરફ પર ન મૂકો. તેમજ ફોન પર લાંબા સમય સુધી ખૂબ તીવ્ર ઠંડી હવા પણ ન નાખો. ગરમ થયેલા ફોનને તુરંત ચાર્જિંગ પર લગાવવું પણ જોખમી છે. જો ફોન વારંવાર કોઈ કારણ વગર ગરમ થતો હોય તો તે હાર્ડવેર અથવા બૅટરી સંબંધિત સમસ્યાનો સંકેત હોઈ શકે છે.
8/8
ફોન વધુ ગરમ થવાના પાછળ અનેક કારણો હોઈ શકે છે – લાંબા સમય સુધી ગેમ રમવી, 4K વીડિયો રેકોર્ડ કરવો, એકસાથે ઘણી ઍપ્સ ચાલુ રાખવી, કમજોર નેટવર્કમાં સતત ઇન્ટરનેટ વાપરવું, ફાસ્ટ ચાર્જિંગ અથવા જૂની બૅટરી હોવી. તેમજ બૅકગ્રાઉન્ડમાં ચાલતી ઍપ્સ પણ પ્રોસેસર પર વધારાનો દબાણ લાવે છે, જેના કારણે તાપમાન વધી જાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ