બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / VIDEO : જાણે ભગવાન શ્રીકૃષ્ણ દ્વારકાના સુદર્શન પુલ પર ઉતરી આવ્યાં! જામનગરના મુસ્લિમ કલાકારે બનાવ્યું મનમોહક ચિત્ર
Last Updated: 08:13 PM, 5 August 2026
જામનગરના એક યુવાને કોમી એકતાનું અદ્દભુત ઉદાહરણ પૂરુ પાડ્યું છે. તાજેતરમાં ફક્રુદિન નામના યુવાને એક કલાકારે શ્રીકૃષ્ણ ભગવાનનું દ્વારકાના સુદર્શન બ્રિજ પર વિહરી રહ્યાં હોય એવું એક અદ્દભુત ચિત્ર બનાવ્યું હતું.
ADVERTISEMENT
સુદર્શન બ્રિજ પર ઉતરી આવ્યા કૃષ્ણ ભગવાન, ભગવાનની ભક્તિમાં રંગાયો મુસ્લિમ ચિત્રકાર#LordKrishna #SudarshanBridge #Dwarka #Art #Janmashtami #VTVDigital pic.twitter.com/b79KMgi9BV
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) August 5, 2026
ચિત્ર આકર્ષણનું કેન્દ્ર બન્યું
ADVERTISEMENT
દ્વારકાના સુદર્શન પુલ પર શ્રીકૃષ્ણ વિહાર કરતા હોય તેવું જીવંત પેઇન્ટિંગ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. જામનગરના ચિત્રકાર ફક્રુદિનભાઈએ પોતાની કલ્પનાશક્તિ, કળાકૌશલ્યથી ભગવાન શ્રીકૃષ્ણનું ચિત્ર બનાવ્યું છે. અતૂટ આસ્થાને રંગોમાં ઢાળી એક પછી એક અદ્ભુત ચિત્રો સર્જી સૌનું મન જીતી લીધું છે.
ADVERTISEMENT
ભગવાન જાણે ભક્તોને દર્શન આપવા આવ્યાં
તાજેતરમાં ફક્રુદિનભાઈએ દ્વારકાના નવનિર્મિત સુદર્શન પુલનું એક અદ્ભુત પેઇન્ટિંગ તૈયાર કર્યું છે. આ ચિત્રમાં એવું દૃશ્ય દર્શાવવામાં આવ્યું છે કે જાણે સ્વયં દ્વારકાધીશ ભગવાન શ્રીકૃષ્ણ સુદર્શન પુલ પર ભક્તોને દર્શન આપવા માટે વિહાર કરી રહ્યા છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.