બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / VIDEO : એકદમ જોરથી દોડી આવીને આખલાએ બાઈક સવારને ઉલાળ્યો, કાળજું કંપાવતા CCTV સામે આવ્યાં
Last Updated: 07:57 PM, 5 August 2026
રાજકોટ જિલ્લાના જસદણ શહેરમાં ચિતલીયા રોડ પર આજે અકસ્માતની ઘટના સામે આવી છે. રસ્તા પર અચાનક આવેલા પશુએ બાઈક ચાલકને અડફેટે લેતાં તે રોડ પર પટકાયો હતો. અકસ્માત બાદ આસપાસના લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા અને ઇજાગ્રસ્તને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવાની વ્યવસ્થા કરી હતી.
ADVERTISEMENT
જસદણમાં રખડતા પશુનો આતંક યથાવત , ચિતલીયા રોડ પર પશુએ બાઈક ચાલકને લીધો અડફેટે#Jasdan #StrayCattle #RoadAccident #Rajkot #VTVDigital pic.twitter.com/0SewXmJBQv
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) August 5, 2026
બાઈક ચાલકેને ગંભીર ઈજા પહોંચી
ADVERTISEMENT
પ્રાથમિક માહિતી મુજબ બાઈક ચાલકને હાથ-પગ સહિત શરીરના વિવિધ ભાગોમાં ઇજા પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાને કારણે થોડા સમય માટે રોડ પર ટ્રાફિક પણ પ્રભાવિત થયો હતો. સ્થાનિક લોકો દ્વારા રસ્તા પર રખડતા પશુઓની સમસ્યા અંગે ફરી એકવાર ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
ઘટના CCTVમાં કેમેરામાં કેદ
ADVERTISEMENT
આ કાળજું કંપાવતી ઘટના CCTVમાં કેમેરામાં કેદ થઈ હતી જેમાં પશુ અચાનક રોડ પર આવતું અને બાઈક ચાલકને અડફેટે લેતું જોઈ શકાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.