બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / 2 લાખથી વધુની ખરીદી કરી અને કરી આ ભૂલ તો ભરવો પડશે મોટો દંડ
Last Updated: 04:42 PM, 17 June 2026
જો તમે 2 લાખ રૂપિયાથી વધુની ખરીદી કરો છો તો તમારે તમારો PAN આપવું પડે છે. આમ કરવામાં ન આવે તો મોટો દંડ થઈ શકે છે. જેમાં PAN કાર્ડનો ઉપયોગ માત્ર ઇન્કમ ટેક્સ રિટર્ન (ITR) ફાઇલ કરવા માટે જ નહીં પરંતુ બેંક ખાતા ખોલવા, મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવા, મિલકત ખરીદવા અને બીજા મોટા આર્થિક વ્યવહારો માટે થાય છે. જો તમે PAN આપશો નહીં કે ખોટો PAN આપશો તો ટ્રાન્જેક્શનમાં મોડું થઈ શકે છે જેના પરિણામે વધુ ટેક્સ ચૂકવવો પડી શકે છે અને અમુક કિસ્સાઓમાં, ટ્રાન્જેક્શન અટકી પણ શકે છે.
ADVERTISEMENT
અનેક ટ્રાન્જેક્શન માટે તમારે તમારો PAN આપવો જરૂરી હોય છે. તેના વગર તમારું કામ આગળ વધી શકતું નથી. આ સિવાય ખોટો PAN આપવાથી 10,000 રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે. તો ચાલો જાણીએ કે કયા સંજોગોમાં PAN આપવો જરૂરી હોય છે.

ADVERTISEMENT
20 લાખ રૂપિયાથી વધુની મિલકત ખરીદતી વખતે કે વેચતી વખતે PAN આપવો ફરજિયાત છે. જો તમે 2 રૂપિયાથી વધુ કિંમતની વસ્તુઓ કે સર્વિસ લો છો તો તમારે PAN આપવાની જરૂર પડી શકે છે. 5 લાખ રૂપિયાથી વધુ કિંમતની કાર કે મોટરસાઇકલ ખરીદતી વખતે પણ PAN ફરજિયાત છે. જો તમે 2 રૂપિયાથી વધુ કિંમતની વસ્તુઓ ખરીદો છો તો તમારી પાસે PAN માંગવામાં આવી શકે છે.
ADVERTISEMENT
જો કોઈ રોકાણકાર અનલિસ્ટેડ કંપનીના 1 લાખ રૂપિયાના શેર ખરીદે તો તેને પણ પોતાનો PAN બતાવવો પડે છે. આ સિવાય 5 રૂપિયાથી વધુ કિંમતની કાર કે મોટરસાઇકલ ખરીદતી વખતે PAN આપવો ફરજિયાત છે. ડીમેટ ખાતું ખોલાવતી વખતે કે બીજા કોઈ રોકાણ કરતી વખતે પણ PAN માંગવામાં આવે છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
જો કોઈ વ્યક્તિ ઉપર જણાવેલા કામ માટે પોતાનો PAN આપવામાં નિષ્ફળ જાય છે તો તેનું કામ આગળ વધશે નહીં. જો કોઈ ખોટો PAN આપે છે તો તેને ભારે દંડનો સામનો કરવો પડી શકે છે. જેમાં 10,000 રૂપિયા સુધી દંડ ભરવો પડી શકે છે. આ સિવાય ખોટા PAN ના કારણે ટેક્સ ક્રેડિટ મેળવવામાં મુશ્કેલીઓ આવી શકે છે અને રેકોર્ડમાં ગરબડ થઇ શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.