બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / ફેંકી ન દેતા તરબૂચના બીજ, આવી રીતે ઉપયોગ, મળશે ઘણા ફાયદા
Last Updated: 04:20 PM, 17 June 2026
તરબૂચ એક મોસમી ફળ છે જે હેલ્થી પણ હોય છે. લોકો તેનો લાલ, મીઠો પલ્પ ખાય છે. અને બીજને નકામા માનીને ફેંકી દે છે. પણ તરબૂચના બીજ ખરેખર એક સુપરફૂડ છે. તેમાં પ્રોટીન, આયર્ન, મેગ્નેશિયમ, ઝીંક અને હેલ્થી ફેટ હોય છે, જે આપણા હૃદયના સ્વાસ્થ્ય, ઇમ્યુનીટી અને ત્વચા માટે ખુબ ફાયદાકારક છે.
ADVERTISEMENT
તેમાં રહેલા વિટામિન, ખનિજો અને હેલ્થી ફેટઅને ત્વચાને કુદરતી ચમક આપે છે, જે ઝડપથી વૃદ્ધત્વ અટકાવે છે. આ જ બીજ માર્કેટમાં ઊંચા ભાવે વેચાય છે. આજે તમને જણાવીએ કે ઘરે કેવી રીતે તેનો બગાડ અટકાવી તેને કેવી રીતે સાફ કરી શકો છો, સૂકવી શકો છો અને તમારા રોજિંદા આહાર અને રસોઈમાં તેનો સમાવેશ કરી શકો છો.
ADVERTISEMENT
પહેલા બીજને અલગ કરો, તેને સારી રીતે ધોઈ લો અને તડકામાં સૂકવો. બાદમાં એક કડાઈમાં થોડું ઘી કે તેલ ઉમેરો અને તેને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળો. તેના પર કાળું મીઠું, ચાટ મસાલો અને કાળા મરી છાંટો. આમ તે ખાવા માટે તૈયાર થઇ જશે

ADVERTISEMENT
કાજુ અને ખસખસની જેમ તરબૂચના બીજનો ઉપયોગ શાહી શાકભાજીની ગ્રેવીને ઘટ્ટ કરવા માટે થાય છે. જેમાં બીજ છોલીને, સફેદ ભાગને પીસીને પેસ્ટ બનાવો અને તેનો ઉપયોગ પનીર કે મલાઈ કોફ્તાની ગ્રેવીમાં કરો.
ADVERTISEMENT
આ સિવાય શેકેલા તરબૂચના બીજને મિક્સરમાં પીસીને પાવડર બનાવી શકો છો. તમે આ પ્રોટીનયુક્ત પાવડરને તમારા સવારના દૂધ, પ્રોટીન શેક કે ફ્રૂટ સ્મૂધીમાં એક ચમચી ઉમેરીને પી શકો છો. જો તમે સૂપ કે સલાડ ખાઓ છો તો ઉપર શેકેલા તરબૂચના બીજ છાંટો. આ તમારા ભોજનમાં એક શાનદાર ક્રંચ અને પોષણ એડ કરશે.
ADVERTISEMENT
તમે ઘરે ડ્રાયફ્રૂટ લાડુ કે એનર્જી બાર બનાવતી વખતે પણ આ બીજનો સમાવેશ કરી શકો છો. આ કોળા અને સૂર્યમુખીના બીજની જેમ હેલ્થને વધારે છે.
(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.