બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / તમારા કામનું / વોટ્સએપ હેક થઈ જાય તો ગભરાતા નહીં, બસ તરત કરી લેજો આ કામ
Last Updated: 05:18 PM, 17 June 2026
વિશ્વમાં કરોડો લોકો WhatsAppનો ઉપયોગ કરે છે. જેમાં વાતચીત હોય કે ફોટા કે વીડિયો શેર કરવામાં આવે છે. WhatsApp લોકોના રોજિંદા જીવનનો એક અભિન્ન હિસ્સો બની ગયું છે. આથી જ હેકર્સ હવે WhatsApp પર લોકોને નિશાન બનાવી રહ્યા છે. જેમાં સહેજ પણ બેદરકારી તમારા WhatsApp એકાઉન્ટને હેક કરી શકે છે.
ADVERTISEMENT
સાયબર ક્રિમિનલ્સ ઘણીવાર યુઝર્સને ફોન કરે છે અને સરકારી વિભાગો, વીજળી કંપનીઓ, પાણી બોર્ડ કે બેંકોના અધિકારીઓ તરીકે પોતાને રજૂ કરે છે. જેમાં તેઓ દાવો કરે છે કે બિલ અપડેટ કે તાત્કાલિક વેરીફીકેશનની જરૂર છે. પછી તેઓ WhatsApp દ્વારા APK ફાઇલ કે લિંક મોકલે છે.
ADVERTISEMENT
એકવાર કોઈ વ્યક્તિ તેને ડાઉનલોડ અને ઇન્સ્ટોલ કરી લે છે પછી સ્કેમર્સ પાસે જરૂરી પરમીશન પહોંચી જાય છે જેનાથી તેઓ ફોન પર સંપૂર્ણ કંટ્રોલ મેળવી શકે છે. ત્યાર બાદ તેઓ તમારી બેંકમાંથી કોલ્સ, મેસેજ અને OTP પણ સીધા સ્કેમરના સંપર્કને ફોરવર્ડ કરવામાં આવે છે. આ ફ્રોડ કરનારાઓ એ જ મોબાઇલ નંબરનો ઉપયોગ કરીને પોતાના ફોન પર WhatsApp એક્ટીવ કરે છે અને પીડિતના ફ્રેન્ડ અને સંબંધીઓને પૈસાની માંગણી કરીને મેસેજ મોકલે છે.
ADVERTISEMENT
ધારો કે તમારા મિત્રને તમારા નામે એક મેસેજ મોકલવામાં આવી રહ્યો છે. જેમાં દાવો કરવામાં આવ્યો છે કે તમે મુશ્કેલીમાં છો અને તરત પૈસાની જરૂર છે. જ્યારે તમારો મિત્ર તમને ફોન કરવાનો પ્રયાસ કરે છે ત્યારે કોલ ફોરવર્ડિંગને કારણે કોલ તમારા સુધી પહોંચતો નથી. આથી તેઓ માની લે છે કે તમે ખરેખર મુશ્કેલીમાં છો અને પૈસા મોકલે છે.

ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT
અજાણ્યા સ્ત્રોતોમાંથી ક્યારેય APK ફાઇલો ડાઉનલોડ કરશો નહીં. બેંકો, જરૂરી સેવાઓ કે સરકારી કચેરીઓમાંથી આવતી હોવાનો દાવો કરતી લિંક્સ પર ક્લિક કરતા પહેલા તેને વેરીફાઈ કરો. તમારા WhatsApp પર હંમેશા 2-ફેક્ટર ઓથેન્ટિકેશન રાખો. જો તમને કંઈપણ શંકાસ્પદ લાગે તો તરત સાયબર હેલ્પલાઇન (1930) પર કૉલ કરો કે નજીકના પોલીસ સ્ટેશન પર જાઓ. અનનોન કોલર્સ કે કોઈપણ પ્રકારના લિંક શોર્ટકટ ધરાવતા મેસેજથી સાવધાન રહો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.