બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ્સનું મોટું ઓપરેશન: બેંગકોકથી આવેલા પેસેન્જરના ટ્રોલી બેગમાંથી 10 કરોડનું ડ્રગ્સ ઝડપાયું
Last Updated: 04:13 PM, 28 June 2026
ગુજરાતના અમદાવાદમાં આવેલા સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર કસ્ટમ્સ વિભાગે ડ્રગ્સ માફિયાઓ વિરૂદ્ધ ડિજિટલ અને મેન્યુઅલ મોનિટરિંગ દ્વારા મોટી સફળતા મેળવી છે. બેંગકોકથી અમદાવાદ પહોંચેલી ફ્લાઈટના મુસાફરોની રૂટિન તપાસ ચાલી રહી હતી, તે દરમિયાન કસ્ટમ્સના સ્નિફર ડોગે એક ટ્રોલી બેગ પાસે જઈને શંકાસ્પદ સિગ્નલ આપ્યું હતું. સ્નિફર ડોગના એલર્ટ થતાં જ કસ્ટમ્સ હોશિયાર થઈ ગયું અને બેગેજ ટેગના આધારે મુસાફરને અટકાવીને બેગની તલાશી લેવામાં આવી હતી. બેગ ખોલતા જ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા કારણ કે તેની અંદર કરોડો રૂપિયાનું ડ્રગ્સ છુપાવવામાં આવ્યું હતું.
ADVERTISEMENT
કસ્ટમ્સ વિભાગના સત્તાવાર અધિકારીઓના જણાવ્યા મુજબ, પકડાયેલો આરોપી મુસાફર 28 June ના રોજ થાઈ એરવેઝની ફ્લાઈટ નંબર TG-343 દ્વારા બેંગકોકથી અમદાવાદ એરપોર્ટ પર ઉતર્યો હતો. કસ્ટમ્સની એર ઈન્ટેલિજન્સ યુનિટે (AIU) ચેક-ઈન બેગેજ સ્ક્રીનિંગ દરમિયાન શંકાસ્પદ ટ્રોલી બેગની ઓળખ કરી હતી. જ્યારે આ ટ્રોલી બેગની બારીકાઈથી તપાસ કરવામાં આવી ત્યારે તેની અંદર ખૂબ જ ચાલાકીપૂર્વક છુપાવીને રાખવામાં આવેલા સિલ્વર કલરના 5 (પાંચ) પોલીથીન પેકેટો મળી આવ્યા હતા. આ પેકેટોની અંદર લીલા રંગનો શંકાસ્પદ પદાર્થ ભરેલો હતો.
ADVERTISEMENT

એરપોર્ટ પર જ હાજર સ્પેશિયલ ફિલ્ડ ટેસ્ટ કિટ દ્વારા જ્યારે આ પદાર્થની તપાસ કરવામાં આવી, ત્યારે કન્ફર્મ થયું કે આ સામાન્ય ગાંજો નથી પરંતુ ઉચ્ચ ગુણવત્તાવાળું 'હાઈડ્રોપોનિક મારીજુઆના' ડ્રગ્સ છે. કસ્ટમ્સના રેકોર્ડ અનુસાર, જપ્ત કરાયેલા આ પ્રતિબંધિત ડ્રગ્સનું કુલ વજન 10,911 ગ્રામ એટલે કે આશરે 10.9 કિલોગ્રામ છે. આંતરરાષ્ટ્રીય બજારમાં આ ડ્રગ્સની કિંમત 10 કરોડ રૂપિયા કરતા પણ વધારે હોવાનું સામે આવ્યું છે. કસ્ટમ્સ વિભાગે આ આખી ખેપને નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ, 1985 હેઠળ જપ્ત કરી લીધી છે.
ADVERTISEMENT
આરોપી પેસેન્જરની ધરપકડ કરીને અત્યારે ગુપ્ત સ્થળે પૂછપરછ કરવામાં આવી રહી છે. નાર્કોટિક્સ એજન્સીઓ અને કસ્ટમ્સ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે બેંગકોકથી લાવવામાં આવેલું આ કરોડોનું ડ્રગ્સ ભારતમાં કોને સપ્લાય કરવાનું હતું? આ સિન્ડિકેટ પાછળ કયા સ્થાનીય હેન્ડલર્સ કામ કરી રહ્યા છે અને આરોપી અગાઉ કેટલી વાર આવી તસ્કરી કરી ચૂક્યો છે?
ADVERTISEMENT
આ પણ વાંચોઃ ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ બાદ પોલીસ એક્શનમાં, મંજૂરી વિના ચાલતી ફેક્ટરી સામે કેસ
નોંધનીય છે કે, છેલ્લા કેટલાક મહિનાઓમાં અમદાવાદ એરપોર્ટ પર ડ્રગ્સ સ્મગલિંગના અનેક કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે. આ સ્થિતિને ગંભીરતાથી લઈને કસ્ટમ્સ, ડીઆરઆઈ અને અન્ય સુરક્ષા એજન્સીઓએ ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સમાંથી આવતા પેસેન્જરો પર કડક વોચ રાખવાનું શરૂ કરી દીધું છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.