બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / મેઘરાજાને મનાવવા મહિલાઓનો અનોખો પ્રયાસ, ઢૂંઢિયા મહારાજની મૂર્તિ બનાવી, ભજન ગાયાં
Last Updated: 09:50 AM, 29 June 2026
Semodra Dhundhiya Maharaj : ઉત્તર ગુજરાતમાં અને ખાસ કરી બનાસકાંઠા જિલ્લામાં વરસાદની આતુરતાથી રાહ જોવાઈ રહી છે. આ તરફ હવે અહીં વરસાદ ખેંચાતા ગ્રામ્ય વિસ્તારોમાં ચિંતા વધી રહી છે. ખાસ કરીને વરસાદ આધારિત ખેતી અને પશુપાલન સાથે જોડાયેલા પરિવારો માટે હાલની પરિસ્થિતિ મુશ્કેલીભરી બની રહી છે. આવી સ્થિતિમાં લોકો હવે પ્રકૃતિ સાથે જોડાયેલી પરંપરાઓ અને આસ્થાનો સહારો લઈ રહ્યા છે.
ADVERTISEMENT
ઢૂંઢિયા મહારાજની મૂર્તિ બનાવી
બનાસકાંઠા જિલ્લાના સેમોદ્રા ગામમાં વરસાદ માટે પ્રાર્થનાનો અનોખુ દ્રશ્ય જોવા મળ્યું , મોટી સંખ્યામાં મહિલાઓએ વર્ષોથી ચાલતી આવતી પરંપરાનું પાલન કરીને મેઘરાજાને મનાવવાનો પ્રયાસ કર્યો. ગામની બહેનોએ રાત્રિના સમયે એકત્રિત થઈ ઢૂંઢિયા મહારાજની પ્રાર્થના કરી અને વરસાદ વહેલો આવે તે માટે પ્રાર્થનાઓ કરી.
ADVERTISEMENT
બનાસકાંઠાના સેમોદ્રા ગામે રાત્રી દરમ્યાન ઢૂંઢિયા મહારાજ મેં વરસાવો સાથે મહિલાઓએ કર્યો મેઘરાજાને મનાવવાનો પ્રયાસ#Banaskantha #Semodra #RainPrayer #Monsoon #Tradition #VTVDigital pic.twitter.com/tM3sXPGrb8
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) June 29, 2026
પરંપરા મુજબ મહિલાઓએ માટીમાંથી ઢૂંઢિયા મહારાજની મૂર્તિ તૈયાર કરી. ત્યારબાદ માથે મૂર્તિ ઉપાડી ગામના અલગ-અલગ વિસ્તારોમાં ફરી ભજન અને પ્રાર્થના દ્વારા વરસાદ માટે આવાહન કર્યું. દરેક ઘરના સભ્યોએ આ મૂર્તિ પર પાણી અર્પણ કરીને સારા વરસાદની કામના વ્યક્ત કરી.
ADVERTISEMENT
શું કહી રહ્યા છે સ્થાનિકો ?
સ્થાનિક લોકોનું માનવું છે કે, આ પરંપરા માત્ર ધાર્મિક વિધિ નથી પરંતુ કુદરત પ્રત્યેની આસ્થા અને સામૂહિક એકતાનું પ્રતીક પણ છે. જ્યારે વરસાદ લાંબા સમય સુધી ન આવે ત્યારે ગામના લોકો મળીને આવી રીતો દ્વારા આશા અને વિશ્વાસ જાળવી રાખે છે. હાલમાં વરસાદની અનિશ્ચિતતાને કારણે આકાશી ખેતી કરતા ખેડૂતો તેમજ પશુપાલકો બંને ચિંતામાં છે. પાણીની અછત આગળ વધે તો કૃષિ અને પશુપાલન બંને પર અસર થવાની ભીતિ વ્યક્ત થઈ રહી છે.
ADVERTISEMENT

જાણો શું છે ઇતિહાસ ?
ADVERTISEMENT
ઉત્તર ગુજરાતના ઘણા ગ્રામ્ય વિસ્તારોમાં ખાસ કરીને વરસાદ લાંબા સમય સુધી ન આવે અથવા ચોમાસું ખેંચાઈ જાય ત્યારે લોકો પરંપરાગત રીતે ઢૂંઢિયા મહારાજની પૂજા અને પ્રાર્થનાનો સહારો લે છે. આ માન્યતા ખાસ કરીને ખેતી અને પશુપાલન આધારિત ગામોમાં આજે પણ જીવંત જોવા મળે છે. ઢૂંઢિયા મહારાજ લોકપરંપરા અને વરસાદ માટેની સામૂહિક પ્રાર્થનાનું પ્રતિક માનવામાં આવે છે. લોકોમાં એવી માન્યતા છે કે, સામૂહિક ભાવના અને પ્રાર્થના દ્વારા મેઘરાજાને પ્રસન્ન કરીને વરસાદ માટે પ્રાર્થના કરવામાં આવે.
આ પણ વાંચો : અમદાવાદમાં ખાનગી બસ ચાલકો બેફામ, ફૂટપાથ પર બનાવી દીધી ઑફિસ, ખુલ્લેઆમ નિયમોના ધજાગરા
ADVERTISEMENT
ઢૂંઢિયા મહારાજ પરંપરા કઇ રીતે કરવામાં આવે છે ?
આ પરંપરાનો મૂળ ભાવ આસ્થા, એકતા અને કુદરત પ્રત્યેનું માન છે. ખાસ કરીને જ્યારે પાણીની અછત, ખેતીની ચિંતા અને પશુઓ માટે ચારો-પાણીની સમસ્યા ઊભી થાય ત્યારે ગામના લોકો આવી રીતો દ્વારા આશા અને સામૂહિક ભાવના વ્યક્ત કરે છે. આજના સમયમાં પણ બનાસકાંઠા, પાટણ અને ઉત્તર ગુજરાતના કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ ખેંચાય ત્યારે આવી લોકપરંપરાઓ જોવા મળે છે. જોકે વરસાદ વૈજ્ઞાનિક રીતે હવામાન પ્રણાલીઓ પર આધારિત હોય છે, છતાં આ પ્રકારની વિધિઓ ગામડાની સાંસ્કૃતિક ઓળખ અને સામૂહિક જોડાણનું મહત્વ દર્શાવે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.