બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદમાં ખાનગી બસ ચાલકો બેફામ, ફૂટપાથ પર બનાવી દીધી ઑફિસ, ખુલ્લેઆમ નિયમોના ધજાગરા

VTV રિયાલિટી ચેક / અમદાવાદમાં ખાનગી બસ ચાલકો બેફામ, ફૂટપાથ પર બનાવી દીધી ઑફિસ, ખુલ્લેઆમ નિયમોના ધજાગરા

Priykant Shrimali

Last Updated: 09:32 AM, 29 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ahmedabad Private Bus Parking : અમદાવાદમાં સૂર્યના પ્રથમ કિરણ થી કાયદાઓનું થાય છે ઉલ્લંઘન, ખાનગી બસ ચાલકો બેફામ, ગીતા મંદર વિસ્તારમાં VTV NEWS રિયાલીટી ચેકમાં ચોંકાવનારા દ્રશ્યો

Ahmedabad Private Bus Parking : મેટ્રો સિટી અમદાવાદમાં સુર્યની પહેલી કિરણથી જ જાણે કે, કાયદાઓનું ઉલ્લંઘન શરૂ થઈ જાય છે. વાસ્તવમાં અમદાવાદ શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા અને જાહેર માર્ગોના ઉપયોગને લઈને ફરી એકવાર પ્રશ્નો ઉભા થયા છે. શહેરના ગીતા મંદિર વિસ્તાર નજીક ખાનગી બસ સંચાલનને લઈને સામે આવેલી સ્થિતિએ સ્થાનિકો અને વાહનચાલકોની મુશ્કેલીઓ વધારી દીધી હોવાનું જોવા મળ્યું છે. VTV ન્યૂઝ દ્વારા જ્યારે આ અંગે રિયાલિટી ચેક કરવામાં આવ્યું ત્યારે અનેક ચોંકાવનારી બાબતો સામે આવી છે.

શું છે સમગ્ર મામલો ?

અમદાવાદના ગીતામંદિર વિસ્તારમાં વહેલી સવારથી જ અનેક ખાનગી બસો રસ્તા અને જાહેર વિસ્તારોમાં પાર્ક કરવામાં આવતી હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. ખાસ કરીને એસટી બસ સ્ટેન્ડ આસપાસના વિસ્તારમાં બસોની અવ્યવસ્થિત પાર્કિંગને કારણે રસ્તાની પહોળાઈ ઘટી જતી હોવાનું અને વાહન વ્યવહાર પર સીધી અસર થતી હોવાનું જોવા મળ્યું.

Ahmedabad Private Bus Parking

શું કહી રહ્યા છે સ્થાનિકો ?

સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ રસ્તા વચ્ચે અથવા માર્ગની બાજુએ લાંબા સમય સુધી ઉભી રહેનારી બસોના કારણે રોજિંદા ટ્રાફિકમાં અવરોધ ઊભો થાય છે. અનેક વખત સામાન્ય વાહનચાલકોને રસ્તો પસાર કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ સમગ્ર સ્થિતિ દરમિયાન નિયમોના અમલ અને દેખરેખ અંગે પણ સવાલો ઊભા થયા છે.

VTV ન્યૂઝ દ્વારા જ્યારે આ અંગે રિયાલિટી ચેક કરવામાં આવ્યું ત્યારે કેટલાક સ્થળોએ પોલીસ અને બસ સંચાલકો વચ્ચે વાતચીત થતી જોવા મળી હોવા છતાં પાર્કિંગ હટાવવાની દિશામાં તાત્કાલિક કાર્યવાહી દેખાઈ ન હોવાનું ચર્ચાઈ રહ્યું છે. બીજી તરફ કેટલાક ડ્રાઇવરોનું કહેવું છે કે, તેઓ માલિકોના સૂચન પ્રમાણે શહેરમાં બસ લાવે છે અને ઘણા કિસ્સાઓમાં તેમને સ્થાનિક નિયમો અને મર્યાદાઓ અંગે પૂરતી જાણકારી હોતી નથી.

આ પણ વાંચો : GCASમાં એડમિશનના ચાર રાઉન્ડ પૂર્ણ, 50% બેઠકો હજી ખાલી, પાંચમા રાઉન્ડનો નિર્ણય આજે લેવાશે

ફૂટપાથનો ઉપયોગ ખાનગી બસ સંચાલનની કામગીરી માટે

ચિંતાજનક બાબત એ પણ સામે આવી કે, કેટલાક વિસ્તારોમાં ફૂટપાથનો ઉપયોગ મુસાફરો માટે નહીં પરંતુ ખાનગી બસ સંચાલનની કામગીરી માટે થતો હોવાનું જોવા મળ્યું. જેના કારણે પગપાળા ચાલનારા લોકો માટે પણ અવરજવર મુશ્કેલ બની શકે છે. શહેરના વ્યસ્ત પરિવહન વિસ્તાર તરીકે ઓળખાતા ગીતા મંદિર વિસ્તારમાં આવી સ્થિતિને લઈને હવે સવાલ એ ઊભો થયો છે કે, જાહેર માર્ગો અને ફૂટપાથનો ઉપયોગ નિયમો અનુસાર થશે કે નહીં અને સંબંધિત તંત્ર કેટલા અસરકારક રીતે કાર્યવાહી કરશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Geeta Mandir Bus Stand Private Bus Parking Ahmedabad News
Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ