બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 09:35 AM, 29 June 2026
Mumbai Heavy Rain : દેશની આર્થિક રાજધાની મુંબઈમાં ચોમાસાએ હવે સંપૂર્ણ અસર દેખાડવાની શરૂઆત કરી છે. વિગતો મુજબ ગઇકાલે એટલે કે, રવિવાર મોડી રાતથી શરૂ થયેલા ભારે વરસાદના કારણે શહેર અને ઉપનગરોના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતા સામાન્ય જનજીવન પ્રભાવિત બન્યું છે. રસ્તાઓ પર પાણી ભરાવા, ટ્રાફિક જામ અને જાહેર પરિવહન પર અસરના કારણે લાખો નાગરિકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
ADVERTISEMENT
મુંબઈમાં ગત રાતે ધોધમાર વરસાદને પગલે કેટલાય વિસ્તારોમાં જળભરાવની સમસ્યા જોવા મળી હતી#Mumbai #Rain #Waterlogging #Monsoon #WeatherUpdate #VTVDigital pic.twitter.com/FAcZoiNXH5
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) June 29, 2026
અંધેરી સબવે બંધ કરવો પડ્યો
ADVERTISEMENT
ભારે વરસાદ વચ્ચે સૌથી વધુ ચર્ચામાં રહેલો વિસ્તાર અંધેરી સબવે રહ્યો, જ્યાં પાણીનું સ્તર ઝડપથી વધી જતા સુરક્ષાના હેતુસર વાહનવ્યવહાર સંપૂર્ણપણે બંધ કરવામાં આવ્યો હતો. સ્થળ પર પોલીસ અને પ્રશાસનની ટીમો તૈનાત કરી લોકોને વૈકલ્પિક માર્ગો અપનાવવા સૂચના આપવામાં આવી હતી. મુંબઈ અને નવી મુંબઈના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા શહેરની ગતિ પર સીધી અસર જોવા મળી. વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે સહિત અનેક મુખ્ય માર્ગો પર વાહનોની લાંબી કતારો જોવા મળી અને ટ્રાફિક ખૂબ ધીમો બન્યો. અંધેરી, બાંદ્રા, ખાર, માલાડ, ગોરેગાંવ, જુહુ, વર્સોવા અને અન્ય નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને રોજિંદા કામકાજમાં મુશ્કેલી પડી.
#WATCH | Mumbai, Maharashtra: Heavy rain causes severe waterlogging at the Andheri subway. pic.twitter.com/vj3NmcSkwM
— ANI (@ANI) June 28, 2026
ADVERTISEMENT
અનેક રૂટ પર ટ્રેક પર પાણી ભરાઈ જતાં ટ્રેનોની ગતિ ધીમી પડી
મુંબઈની ઓળખ સમાન લોકલ ટ્રેન સેવા પણ વરસાદની અસરથી બાકી રહી નહોતી. અનેક રૂટ પર ટ્રેક પર પાણી ભરાઈ જતાં ટ્રેનોની ગતિ ધીમી પડી અને મુસાફરોને મોડું પહોંચવાની પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો. ખાસ કરીને ઓફિસ જનારાઓ અને દૈનિક મુસાફરો માટે સોમવારની શરૂઆત મુશ્કેલ બની શકે છે. બીજી તરફ બસ સેવા અને સ્થાનિક પરિવહન વ્યવસ્થામાં પણ વિક્ષેપ સર્જાયો હતો. કેટલાક વિસ્તારોમાં પાણી ઘરો અને દુકાનો સુધી પહોંચી જતા સ્થાનિક રહેવાસીઓને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો.
ADVERTISEMENT
મુંબઈમાં આજે વહેલી સવારે ધીમીધારે વરસાદ શરૂ થયો, જુઓ મરીન ડ્રાઈવના રમણીય દ્રશ્યો#Mumbai #Rain #MarineDrive #Monsoon #Weather #VTVDigital pic.twitter.com/YYYVXsSHvh
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) June 29, 2026
આ પણ વાંચો : મહારાષ્ટ્રમાં TETનું પેપર લીક, આવતીકાલે થવાની હતી પરીક્ષા, કેટલાક લોકોની ધરપકડ
ADVERTISEMENT
24 કલાક દરમિયાન વધુ ભારે વરસાદની સંભાવના
હવામાન વિભાગે આગામી 24 કલાક દરમિયાન વધુ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે અને લોકોને ખાસ જરૂર ન હોય ત્યાં સુધી બહાર ન નીકળવાની સલાહ આપી છે. સાથે જ દરિયાકાંઠા વિસ્તારો માટે ઊંચા મોજાની ચેતવણી જાહેર કરીને માછીમારોને દરિયામાં ન જવા સૂચના આપવામાં આવી છે. પ્રશાસન, મ્યુનિસિપલ ટીમો અને આપત્તિ વ્યવસ્થાપન વિભાગ સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે અને પાણી ભરાયેલા વિસ્તારોમાંથી ઝડપી નિકાલ માટે કામગીરી તેજ કરવામાં આવી છે. નાગરિકોને સત્તાવાર સૂચનાઓનું પાલન કરવા અને અફવાઓથી દૂર રહેવાની અપીલ કરવામાં આવી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.