બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અન્ય જિલ્લા / ગાંધીનગરના સમાચાર / GCASમાં એડમિશનના ચાર રાઉન્ડ પૂર્ણ, 50% બેઠકો હજી ખાલી, પાંચમા રાઉન્ડનો નિર્ણય આજે લેવાશે
Last Updated: 07:55 AM, 29 June 2026
GCAS Admission : ગુજરાત રાજ્યમાં અંડર ગ્રેજ્યુએશન કોર્સ માટે ચાલી રહેલી GCAS આધારિત પ્રવેશ પ્રક્રિયાને લઈ મોટી અપડેટ સામે આવી છે. વાસ્તવમાં આ પ્રવેશ પ્રક્રિયાના ચાર રાઉન્ડ પૂર્ણ થઈ ગયા હોવા છતાં મોટી સંખ્યામાં બેઠકો હજુ પણ ખાલી રહેતા વિદ્યાર્થીઓ અને વાલીઓમાં અનિશ્ચિતતા જોવા મળી રહી છે. હવે આગામી પગલાં તરીકે પાંચમો રાઉન્ડ યોજવો કે પ્રવેશ પ્રક્રિયા યુનિવર્સિટીઓને સોંપવી તે અંગે સરકાર અને સંબંધિત સત્તાધિકારીઓ દ્વારા નિર્ણય લેવાશે.
ADVERTISEMENT
હાલની સ્થિતિ પ્રમાણે રાજ્યભરમાં અંદાજે 4.90 લાખ જેટલી બેઠકો સામે માત્ર 2.14 લાખ વિદ્યાર્થીઓએ પ્રવેશ કન્ફર્મ કરાવ્યો છે. એટલે કે અડધાથી વધુ બેઠકો હજુ ખાલી છે. પ્રવેશ પ્રક્રિયાના ચાર તબક્કા પૂર્ણ થયા છતાં અપેક્ષિત પ્રમાણમાં વિદ્યાર્થીઓ સુધી પ્રવેશ ન પહોંચતા અનેક પ્રશ્નો ઉભા થયા છે.
મધ્યમ ટકાવારી ધરાવતા વિદ્યાર્થીઓ માટે સ્થિતિ વધુ પડકારજનક
ADVERTISEMENT
મહત્વનું છે કે, ખાસ કરીને મધ્યમ ટકાવારી ધરાવતા વિદ્યાર્થીઓ માટે સ્થિતિ વધુ પડકારજનક બની છે. અનેક વિદ્યાર્થીઓને હજુ સુધી તેમની પસંદગીની કોલેજ કે કોર્સમાં પ્રવેશ મળ્યો નથી. અનેક સ્થળોએ એવું પણ માનવામાં આવી રહ્યું છે કે ઊંચી ટકાવારીના કારણે બેઠકો અટકતા સામાન્ય ટકાવારી ધરાવતા વિદ્યાર્થીઓ માટે તકો મર્યાદિત બની રહી છે.
કોલેજમાં એડમિશન માટે GCASમાં ચાર રાઉન્ડ પૂર્ણ થઈ ચૂક્યા છે, ચાર રાઉન્ડના અંતે પણ હજી 50 ટકાથી વધુ બેઠકો ખાલી છે.#GCAS #CollegeAdmission #GujaratEducation #HigherEducation #Admission2026 #VTVDigital pic.twitter.com/jRfyjJvQNe
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) June 29, 2026
ADVERTISEMENT
રાજ્યની વિવિધ સરકારી યુનિવર્સિટીઓ સાથે જોડાયેલી કોલેજોમાં હાલ પ્રવેશની ગતિ ધીમી જોવા મળી રહી છે. આ પરિસ્થિતિમાં હવે સરકાર દ્વારા કુલપતિઓ અને યુનિવર્સિટીઓનો અભિપ્રાય મેળવી આગળની પ્રક્રિયા નક્કી કરવામાં આવે તેવી શક્યતા છે. જો પાંચમો રાઉન્ડ જાહેર થાય તો હજુ પ્રવેશની રાહ જોતા વિદ્યાર્થીઓને વધુ એક તક મળી શકે છે. બીજી તરફ નજીકના સમયમાં પૂરક પરીક્ષાના પરિણામો પણ જાહેર થવાના હોવાથી નવા વિદ્યાર્થીઓ માટે ફરીથી નોંધણી અને પ્રવેશ પ્રક્રિયાની સંભાવનાઓ ઉભી થઈ શકે છે. તેથી હાલનો નિર્ણય માત્ર હાલના વિદ્યાર્થીઓ માટે જ નહીં પરંતુ આગામી પ્રવેશ ચક્ર માટે પણ મહત્વપૂર્ણ ગણાશે.
આ પણ વાંચો : અમદાવાદમાં આજે જળયાત્રા, 108 કળશમાં જળ લાવી ભગવાનનો જળાભિષેક કરાશે
ADVERTISEMENT
વિશેષ ધ્યાન ખેંચતી સ્થિતિ ગુજરાત યુનિવર્સિટી સાથે જોડાયેલી કોલેજોમાં જોવા મળી રહી છે. ઉપલબ્ધ બેઠકોની સામે નોંધપાત્ર રીતે ઓછા પ્રવેશ કન્ફર્મ થતા અનેક કોર્સમાં મોટી સંખ્યામાં બેઠકો ખાલી હોવાનું સામે આવ્યું છે. જેના કારણે વિદ્યાર્થીઓ હવે વધુ લવચીક અને સરળ પ્રવેશ પ્રક્રિયાની માંગ પણ વ્યક્ત કરી રહ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.