બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / નર્મદાના ગરુડેશ્વરમાં ડિમોલિશન, અધિકારીઓના બંગ્લાઓ પર તંત્રએ ચલાવ્યું બુલડોઝર

ગુજરાત / નર્મદાના ગરુડેશ્વરમાં ડિમોલિશન, અધિકારીઓના બંગ્લાઓ પર તંત્રએ ચલાવ્યું બુલડોઝર

Nidhi Panchal

Last Updated: 11:00 AM, 29 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નર્મદા જિલ્લાના ગરુડેશ્વરમાં અધિકારીઓના સરકારી મકાનોને લઈને તંત્ર દ્વારા ડિમોલેશનની કાર્યવાહી સતત બીજા દિવસે પણ ચાલુ રાખવામાં આવી છે. પ્રથમ દિવસે એક મકાન જમીનદોસ્ત કર્યા બાદ આજે વધુ ચાર મકાનો તોડી પાડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

નર્મદા જિલ્લાના ગરુડેશ્વર ખાતે અધિકારીઓના સરકારી બંગલાઓ સામે તંત્ર દ્વારા સતત બીજા દિવસે પણ ડિમોલેશન કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઉચ્ચ અધિકારીઓના સરકારી મકાનોને લઈને શ્રી સરકાર થતાં આ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. પ્રથમ દિવસે એક મકાન જમીનદોસ્ત કરવામાં આવ્યું હતું, જ્યારે આજે બીજા દિવસે વધુ ચાર મકાનો તોડી પાડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સમગ્ર કામગીરી દરમિયાન તંત્રનો મોટો કાફલો સ્થળ પર તૈનાત રાખવામાં આવ્યો છે.

demolation

7 અધિકારીઓના માકાનો પૈકી 5 મકાનો તોડ્યા

મળતી માહિતી મુજબ 7 અધિકારીઓના મકાનો પૈકી 5 મકાનો તોડવાનો હુકમ કરવામાં આવ્યો છે. જ્યારે અન્ય 2 અધિકારીઓ દ્વારા સ્ટે મેળવવામાં આવતા તેમના કેસમાં સુનાવણી હાથ ધરવામાં આવશે. તેથી હાલ પાંચ મકાનો સામે ડિમોલેશનની કાર્યવાહી અમલમાં મૂકવામાં આવી રહી છે. કાર્યવાહી દરમિયાન તમામ નિયમોનું પાલન કરવામાં આવી રહ્યું હોવાનું તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે.

વર્ષ 2019માં પ્લોટ ફાળવણી બાદ થઈ

આ સમગ્ર મામલાની શરૂઆત વર્ષ 2019માં પ્લોટ ફાળવણી બાદ થઈ હતી. તે સમયે કુલ 13 અધિકારીઓને પ્લોટ ફાળવવામાં આવ્યા હતા. ત્યારબાદ અધિકારીઓએ લાખો રૂપિયાની લોન લઈને પોતાના મકાનોનું નિર્માણ કર્યું હતું. હવે આ મકાનો સામે ડિમોલેશનની કાર્યવાહી થતાં સમગ્ર મામલો ફરી ચર્ચામાં આવ્યો છે.

અનેક અધિકારીઓ અને તેમના પરિવારજનો સ્થળ પર હાજર

ડિમોલેશન દરમિયાન અનેક અધિકારીઓ અને તેમના પરિવારજનો સ્થળ પર હાજર રહ્યા હતા. લાખો રૂપિયાની લોન લઈને બનાવેલા પાકા મકાનો તૂટતા પરિવારો માટે આ ભાવનાત્મક ક્ષણ બની હતી. તંત્ર દ્વારા અધિકારીઓના પરિવારની હાજરીમાં જ તૈયાર મકાનો તોડી પાડવાની કામગીરી કરવામાં આવી રહી છે. આ સમગ્ર ઘટનાને લઈને સ્થાનિક વિસ્તારમાં પણ ભારે ચર્ચા ચાલી રહી છે.

સુનાવણી બાદ આગળનો નિર્ણય

પ્રથમ દિવસે એક મકાન જમીનદોસ્ત કર્યા બાદ આજે બાકીના ચાર મકાનો પર કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. સમગ્ર કામગીરી દરમિયાન સુરક્ષા વ્યવસ્થા પણ કડક રાખવામાં આવી છે. તંત્ર દ્વારા તમામ પ્રક્રિયા નિયમો મુજબ પૂર્ણ કરવામાં આવી રહી હોવાનું જણાવવામાં આવ્યું છે. જ્યારે સ્ટે લાવનાર બે અધિકારીઓના મામલે આગામી સુનાવણી બાદ આગળનો નિર્ણય લેવામાં આવશે.

આ પણ વાંચો : સુરતમાં ચોમાસાને લઈ શાળાઓ માટે કડક નિયમ, DEOએ આપી સ્પષ્ટ સૂચના

નર્મદાના ગરુડેશ્વરમાં ચાલી રહેલી આ કાર્યવાહી હાલ સમગ્ર રાજ્યમાં ચર્ચાનો વિષય બની છે. વર્ષ 2019માં ફાળવાયેલા પ્લોટ પર બનેલા મકાનો સામે હવે તંત્ર દ્વારા ડિમોલેશન હાથ ધરાતા અનેક પ્રશ્નો ઊભા થયા છે. હાલ પાંચ મકાનો તોડવાની કામગીરી ચાલુ છે, જ્યારે બે અધિકારીઓના કેસમાં કોર્ટની સુનાવણી બાદ આગામી કાર્યવાહી નક્કી કરવામાં આવશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Government Bungalows Garudeshwar Demolition Narmada News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ