બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / દહેગામ-નરોડા હાઇવે પર નર્મદા કેનાલનો પુલ ફરી વિવાદમાં, બ્રિજની પ્રોટેક્શન વૉલ એક જ વર્ષમાં બીજીવાર તૂટી
Last Updated: 12:23 PM, 29 June 2026
દહેગામ-નરોડા હાઇવે પર નર્મદા કેનાલ ઉપર આવેલા પુલનો સાઇડનો એક ભાગ તૂટી પડતાં ફરી એકવાર પુલની ગુણવત્તા અને અગાઉ કરવામાં આવેલા સમારકામને લઈને ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. ઘટનામાં પુલની એક તરફ આવેલી પ્રોટેક્શન વોલનો ભાગ ધરાશાયી થયો હોવાનું સામે આવ્યું છે.
ADVERTISEMENT
મહત્વની વાત એ છે કે છેલ્લા એક વર્ષમાં આ બીજી વખત છે જ્યારે આ પુલનો કોઈ ભાગ તૂટી પડ્યો છે. અગાઉ પણ પુલને નુકસાન પહોંચતાં સંબંધિત તંત્ર દ્વારા લાખો રૂપિયાના ખર્ચે સમારકામ કરવામાં આવ્યું હતું. સમારકામની કામગીરી દરમિયાન લગભગ એક વર્ષ સુધી પુલ પરથી વાહનવ્યવહાર બંધ રાખવામાં આવ્યો હતો, જેના કારણે સ્થાનિક લોકો અને વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
સમારકામ પૂર્ણ થયા બાદ સંબંધિત અધિકારીઓએ દાવો કર્યો હતો કે પુલનું બે તબક્કામાં ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે અને હવે લાંબા સમય સુધી કોઈ સમસ્યા સર્જાશે નહીં. જોકે, ફરી એકવાર પુલનો સાઇડનો ભાગ તૂટી પડતાં તંત્રના આ દાવાઓ પર સવાલો ઊભા થયા છે.
ADVERTISEMENT
આ પણ વાંચો- વડોદરાને આજે મળશે અત્યાધુનિક 30 ઈ-બસ, સુવિધાઓ જોઈ ચકિત થઈ જશો
આ ઘટનાએ સમારકામની ગુણવત્તા, કામમાં અપનાવવામાં આવેલા ધોરણો અને ખર્ચાયેલા જાહેર નાણાં અંગે ચર્ચા જગાવી છે. જો કે, હાલમાં સમારકામમાં કોઈ ગેરરીતિ અથવા ભ્રષ્ટાચાર થયો હોવાના સત્તાવાર પુરાવા સામે આવ્યા નથી. તેમ છતાં, સ્થાનિક લોકો અને વિવિધ વર્ગોમાં પારદર્શક તપાસની માંગ ઉઠી રહી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.