બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / સુરતના સમાચાર / 30 સેકન્ડમાં 30 લાખના હીરા-સોનું ચોરી ફરાર થયો ચોર, સમગ્ર ઘટના CCTVમાં થઈ કેદ
Last Updated: 12:28 PM, 29 June 2026
Surat Gold Jewelry Theft Video : ડાયમંડ નગરી સુરતથી ફરી એકવાર ક્રાઇમની ઘટના સામે આવી છે. સુરતના હીરા અને સોનાના વેપાર માટે જાણીતા મહીધરપુરા વિસ્તારમાંથી ચોરીની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. શહેરના ભવાનીવડ મેઇન રોડ પર આવેલા એક જ્વેલરી કારખાનામાંથી અંદાજે ₹30.42 લાખની કિંમતના સોનું અને હીરાની ચોરી થવાના બનાવે વેપારી વર્ગમાં ચિંતા ફેલાવી છે. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થતાં પોલીસે તપાસ વધુ તેજ બનાવી છે.
ADVERTISEMENT
શું છે સમગ્ર મામલો ?
પ્રાથમિક વિગતો મુજબ જ્વેલરી ઉત્પાદન સાથે સંકળાયેલા વેપારી દ્વારા સંચાલિત કારખાનામાં લાંબા સમયથી કામ કરી ચૂકેલો એક કારીગર થોડા દિવસ પહેલાં ફરી કામે જોડાયો હતો. વિશ્વાસના આધારે તેને ફરી તક આપવામાં આવી હતી, પરંતુ આ જ વિશ્વાસ વેપારી માટે નુકસાનકારક સાબિત થયો. ઘટનાના દિવસે સવારે કામકાજ શરૂ થયા બાદ કારખાનાના મેનેજર થોડા સમય માટે ઉપરના માળે ગયા હતા. આ દરમિયાન તકનો લાભ ઉઠાવી કારીગરે કારખાનામાં રહેલા કિંમતી દાગીના અને હીરા પોતાના કબજામાં લઈ માત્ર અંદાજે 30 સેકન્ડમાં સ્થળ છોડ્યું હતું.
ADVERTISEMENT
સુરતના મહીધરપુરા વિસ્તારમાં ચોરીની ઘટના CCTVમાં કેદ થઈ છે, સાંધા જ્વેલર્સમાંથી રૂપિયા 30.42 લાખની કિંમતનું સોનું અને હીરા ચોરી તસ્કર 30 સેકન્ડમાં ફરાર#Surat #Theft #CCTV #JewelleryShop #VTVDigital pic.twitter.com/PqLsiDHXsF
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) June 29, 2026
આ તરફ થોડા સમય બાદ મેનેજર નીચે પરત આવ્યા ત્યારે કારીગર ગાયબ જોવા મળ્યો હતો. તપાસ કરતાં સોનું અને હીરા પણ ગાયબ હોવાનું સામે આવ્યું. તાત્કાલિક ફોન દ્વારા સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો પરંતુ મોબાઈલ બંધ આવતો હોવાથી શંકા વધુ મજબૂત બની હતી. હિસાબની ચકાસણી દરમિયાન બહાર આવ્યું કે, કુલ 111.565 ગ્રામ સોનું અને 62.38 કેરેટના કિંમતી હીરા સહિત કુલ ₹30,42,016નો મુદ્દામાલ ગાયબ થયો હતો. ચોરી થયેલા માલમાં પ્રમાણિત હીરા તેમજ તૈયાર દાગીનાનો પણ સમાવેશ થતો હોવાનું જાણવા મળ્યું છે.
ADVERTISEMENT
આ પણ વાંચો : ચોમાસું પકડશે જોર, આજે ગુજરાતના 19 જિલ્લામાં વરસાદની આગાહી
CCTVમાં કેદ થઈ ચોરીની ઘટના
ADVERTISEMENT
આ તરફકારખાનામાં લગાવવામાં આવેલા સીસીટીવી ફૂટેજ ચકાસતા સમગ્ર ઘટના તેમાં કેદ થઈ હોવાનું ખૂલ્યું હતું. આ તરફ CCTV ફૂટેજમાં આરોપી માલસામાન સાથે ઝડપથી બહાર નીકળતો જોવા મળ્યો હતો. આ ઘટનાએ સુરતના જ્વેલરી ઉદ્યોગ સાથે જોડાયેલા વેપારીઓમાં સુરક્ષા અંગે ફરી ચર્ચા જગાવી છે. ઘટના બાદ વેપારી દ્વારા પોતાના સ્તરે તપાસ કરવામાં આવી હતી, પરંતુ આરોપી સુધી કોઈ પહોંચ ન થતાં આખરે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી. મહીધરપુરા પોલીસે ગુનો નોંધી ટેક્નિકલ પુરાવા અને સીસીટીવીના આધારે તપાસ આગળ ધપાવી છે. આરોપી અન્ય રાજ્ય તરફ ભાગી ગયો હોવાની આશંકા વચ્ચે તેને ઝડપવા માટે કાર્યવાહી ચાલુ છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.