બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 09:17 AM, 4 July 2026
ભારતમાં ચોમાસું હવે સત્તાવર રીતે બેસી ગયું છે. ત્યારે સપ્તાહના અંતે જો તમે બહારગામ જવાનું પ્લાન બનાવી રહ્યા છો, તો હવે સાવચેત રહેવાની જરૂર છે. કારણે કે ભારતીય હવામાન વિભાગ દ્વારા દેસના 18 રાજ્યોમાં ભારે વરસાદ, વાવાઝોડા અને વીજળી પડવાની ચેતવણી જાહેર કરી છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
3 જુલાઈના રોજ ચોમાસાએ ગુજરાત, મધ્યપ્રદેશ તેમજ રાજસ્થાન-હરિયાણાના ઘણા નવા વિસ્તારોને આવરી લીધા હતા. ઉત્તરપશ્ચિમ બંગાળની ખાડી પર નીચા દબાણનો વિસ્તાર બનતા આગામી ચારથી પાંચ દિવસ સુધી દેશના મધ્ય અને પશ્ચિમ ભાગોમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ સમયગાળા દરમિયાન ઘણા વિસ્તારોમાં 40 થી 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે.
ADVERTISEMENT
IMD દ્વારા જાહેર કરવામાં આવેલી ચેતવણીમાં જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, દિલ્હી, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, બિહાર, ઓડિશા, કેરળ, નાગાલેન્ડ, સિક્કિમ, પશ્ચિમ બંગાળ, મધ્ય પ્રદેશ, ગુજરાત અને મહારાષ્ટ્ર સહિત કુલ 18 રાજ્યોનો સમાવેશ થાય છે. કોંકણ, મધ્ય મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં 4 થી 6 જુલાઈ દરમિયાન ભારે વરસાદની શક્યતા છે, જ્યારે પશ્ચિમ મધ્ય પ્રદેશ અને ઓડિશામાં આજે ભારે વરસાદ પડી શકે છે. ઝારખંડ, છત્તીસગઢ અને વિદર્ભમાં પણ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
मौसम संबंधी चेतावनी
— India Meteorological Department (@Indiametdept) July 3, 2026
मुख्य बिंदु
(i) आज, 3 जुलाई 2026 को दक्षिण-पश्चिम मॉनसून गुजरात के कुछ और हिस्सों, मध्य प्रदेश के बाकी हिस्सों और राजस्थान व हरियाणा के कुछ और इलाकों में आगे बढ़ गया है।
(ii) उत्तर-पश्चिम बंगाल की खाड़ी के ऊपर कम दबाव का क्षेत्र बना हुआ है। इसके असर से,… pic.twitter.com/GZjrSpYrEl
ADVERTISEMENT
દિલ્હી-NCRમાં શનિવારથી વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના છે. કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પડશે, પરંતુ સૌથી મોટી ચિંતા ભારે વાવાઝોડાની છે. દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. વીજળીના કડાકા અને વાવાઝોડાની અસર 6 જુલાઈ સુધી સમયાંતરે ચાલુ રહી શકે છે. બીજી તરફ ઉત્તર પ્રદેશમાં 4 થી 9 જુલાઈ સુધી ભારે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે. આગ્રા, ફિરોઝાબાદ, ઇટાવા, ઔરૈયા, જાલૌન, ઝાંસી, લલિતપુર, મહોબા, હમીરપુર, બાંદા, ચિત્રકૂટ, ફતેહપુર, કૌશાંબી અને પ્રયાગરાજ સહિત અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના છે. પૂર્વાંચલના વારાણસી, ચંદૌલી, ગાઝીપુર, જૌનપુર, મિર્ઝાપુર, સોનભદ્ર, મૌ, બલિયા, દેવરિયા, કુશીનગર, મહારાજગંજ, સિદ્ધાર્થનગર અને બલરામપુરમાં ગાજવીજ સાથે હવામાનમાં ફેરફાર થવાની આગાહી છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
બિહારમાં ચોમાસું સંપૂર્ણ સક્રિય બન્યું છે. રાજ્યના ઉત્તર-પશ્ચિમ, ઉત્તર-મધ્ય, ઉત્તરપૂર્વ અને દક્ષિણપૂર્વ વિસ્તારોમાં વીજળી અને ગાજવીજ માટે ગંભીર ચેતવણી જાહેર કરવામાં આવી છે. આ સમય દરમિયાન 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. પશ્ચિમ ચંપારણ, પૂર્વ ચંપારણ, ગોપાલગંજ, સિવાન, સારણ, મુઝફ્ફરપુર, વૈશાલી, સીતામઢી, શિવહર, દરભંગા, સમસ્તીપુર અને મધુબનીમાં ભારે વરસાદ અને વાવાઝોડાની શક્યતા છે. રાજસ્થાનમાં 4 થી 9 જુલાઈ દરમિયાન પૂર્વ અને પશ્ચિમ રાજસ્થાનના મોટા ભાગોમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રણ વિસ્તારોમાં 50 થી 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન અને ધૂળના તોફાનની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે.
પંજાબમાં અમૃતસર, લુધિયાણા, જલંધર, પટિયાલા, ભટિંડા, મોહાલી, ગુરદાસપુર અને ફિરોઝપુર સહિત અનેક શહેરોમાં વરસાદી માહોલ રહેવાની શક્યતા છે. ભારે વરસાદને કારણે તાપમાનમાં ઘટાડો થશે, જોકે ખુલ્લામાં રાખેલા માલસામાન અને પાકને નુકસાન થવાની શક્યતા પણ રહેશે. બીજી તરફ હિમાચલ પ્રદેશમાં શિમલા, મંડી, કુલ્લુ, કાંગડા, ચંબા, સોલન, સિરમૌર અને હમીરપુરમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. ખાસ કરીને 5 જુલાઈ તેમજ 8 અને 9 જુલાઈના રોજ ભૂસ્ખલનની શક્યતા વધુ રહેશે. ઉત્તરાખંડના દહેરાદૂન, હરિદ્વાર, નૈનીતાલ, ઉધમસિંહ નગર, તેહરી, પૌરી, ચમોલી અને રુદ્રપ્રયાગમાં પણ ભારે વરસાદ, વાવાઝોડા અને વીજળી પડવાની ચેતવણી જાહેર કરવામાં આવી છે.
આ પણ વાંચો : PM મોદી આજે ગુજરાત પ્રવાસે, સાણંદ, ધોલેરા, સુરતમાં લોકાર્પણ કાર્યક્રમો
હવામાન વિભાગે લોકોને ભારે વરસાદ અને વાવાઝોડા દરમિયાન ખાસ સાવચેતી રાખવાની સલાહ આપી છે. મુસાફરી કરતા પહેલા હવામાનની નવીનતમ માહિતી તપાસવી, ખુલ્લા મેદાનો, નદી-નાળા અને નબળા વૃક્ષોની નજીક ન જવું તેમજ ભારે પવન દરમિયાન સાવધાનીપૂર્વક વાહન ચલાવવું જરૂરી છે. પર્વતીય વિસ્તારોમાં પ્રવાસ કરનારોએ સ્થાનિક પ્રશાસન અને IMDની સૂચનાઓનું પાલન કરવું જોઈએ. IMDના જણાવ્યા અનુસાર આગામી કેટલાક દિવસોમાં ચોમાસાનો પ્રભાવ વધુ મજબૂત બનશે અને દેશના મોટાભાગના વિસ્તારોમાં હવામાનમાં સતત ફેરફાર જોવા મળશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.