બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અન્ય જિલ્લા / દેશમાં સ્વરોજગારમાં ગુજરાતના શહેરો સૌથી આગળ, રાજકોટ પ્રથમ જ્યારે સુરત અને અમદાવાદ પણ ટોપમાં
Last Updated: 09:52 AM, 4 July 2026
Gujarat Self Employment : ગુજરાતને વેપાર અને ઉદ્યોગસાહસિકતાની ભૂમિ તરીકે ઓળખવામાં આવે છે. હવે કેન્દ્ર સરકારના આંકડાશાસ્ત્ર અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય (MoSPI)ના તાજેતરના અહેવાલે પણ આ ઓળખને વધુ મજબૂત બનાવી છે. 'લેબર માર્કેટ ડાયનેમિક્સ ઇન મિલિયન-પ્લસ સિટીઝ' નામના અહેવાલ મુજબ ગુજરાતના ચાર મોટા શહેરોમાંથી ત્રણ શહેરો-રાજકોટ, સુરત અને અમદાવાદમાં 40 ટકાથી વધુ લોકો સ્વરોજગાર સાથે જોડાયેલા હોવાનું સામે આવ્યું છે.
ADVERTISEMENT
દેશભરના 10 લાખથી વધુ વસ્તી ધરાવતા 46 શહેરોના સર્વેમાં રાજકોટે સ્વરોજગારના મામલે ગુજરાતમાં સૌથી આગળ સ્થાન મેળવ્યું છે. રાજકોટમાં 50.4 ટકા લોકોએ પોતાને સ્વરોજગારી તરીકે ઓળખાવ્યા છે. ત્યારબાદ સુરતમાં 42.4 ટકા અને અમદાવાદમાં 41.4 ટકા* લોકો સ્વરોજગાર સાથે સંકળાયેલા હોવાનું નોંધાયું છે. આ ત્રણેય શહેરોના આંકડા રાષ્ટ્રીય સરેરાશ કરતાં વધુ છે. અહેવાલ મુજબ 46 મોટા શહેરોમાં સ્વરોજગારની સરેરાશ 35.1 ટકા છે, જ્યારે સમગ્ર શહેરી ભારતમાં સ્વરોજગારની સરેરાશ 40.4 ટકા નોંધાઈ છે.
અન્ય મહાનગરોની સરખામણીમાં ગુજરાત આગળ
ADVERTISEMENT
સર્વેમાં કોલકાતામાં 39.6 ટકા, દિલ્હીમાં 37.9 ટકા, ગ્રેટર મુંબઈમાં 32.8 ટકા અને ચેન્નાઈમાં 24.1 ટકા લોકો સ્વરોજગારી સાથે જોડાયેલા હોવાનું સામે આવ્યું છે. જો કે સમગ્ર દેશની વાત કરીએ તો સ્વરોજગારના મામલે ગ્વાલિયર (64.7 ટકા), વારાણસી (64.2 ટકા), પ્રયાગરાજ (55.9 ટકા) અને જોધપુર (55.4 ટકા) જેવા શહેરો રાજકોટથી પણ આગળ રહ્યા છે.
પ્રોપ્રાયટરશિપ અને પાર્ટનરશિપ ફર્મોનું પ્રભુત્વ
ADVERTISEMENT
આ અહેવાલ માટે સમગ્ર ભારતમાં 60 હજાર લોકોનો સર્વે કરવામાં આવ્યો હતો, જેમાંથી ગુજરાતના ચાર મોટા શહેરોમાં 8 હજારથી વધુ લોકોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. સર્વેમાં જાણવા મળ્યું કે સુરતમાં 83.2 ટકા લોકો પ્રોપ્રાયટરશિપ અથવા પાર્ટનરશિપ આધારિત સંસ્થાઓમાં કાર્યરત છે, જ્યારે રાજકોટમાં આ આંકડો 78.3 ટકા રહ્યો છે. આ માપદંડમાં સુરત દેશના 46 શહેરોમાં પાંચમા ક્રમે છે. સુરતથી આગળ આગ્રા (86.6 ટકા), વારાણસી (86.5 ટકા), પ્રયાગરાજ (84.1 ટકા) અને લુધિયાણા (83.7 ટકા) છે. તેમ છતાં સુરત અને રાજકોટમાં પ્રોપ્રાયટરશિપ આધારિત વ્યવસાયોમાં રોજગારીનો હિસ્સો દેશના 36 શહેરો કરતાં વધુ નોંધાયો છે.
આ પણ વાંચો : PM મોદી આજે ગુજરાત પ્રવાસે, સાણંદ, ધોલેરા, સુરતમાં લોકાર્પણ કાર્યક્રમો
ADVERTISEMENT
મેન્યુફેક્ચરિંગ અને વેપાર રોજગારીના મુખ્ય આધાર
રોજગારીના ક્ષેત્રોની વાત કરીએ તો સુરતમાં મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રમાં 51 ટકા લોકો કાર્યરત છે, જે સૌથી વધુ છે. રાજકોટમાં આ આંકડો 42.5 ટકા અને અમદાવાદમાં 31 ટકા નોંધાયો છે. જ્યારે હોલસેલ અને રિટેલ વેપાર રોજગારીનું બીજું સૌથી મોટું ક્ષેત્ર છે. સુરતમાં 20 ટકા, અમદાવાદમાં 16 ટકા અને રાજકોટમાં 15 ટકા લોકો વેપાર ક્ષેત્રમાં કાર્યરત છે. મેન્યુફેક્ચરિંગ અને વેપાર-આ બંને ક્ષેત્રો મળીને સુરત, રાજકોટ અને અમદાવાદમાં કુલ રોજગારીના 47 ટકાથી 71 ટકા સુધીનો હિસ્સો ધરાવે છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.