બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 07:10 AM, 4 July 2026
PM નરેન્દ્ર મોદી આજે 4 જુલાઈ 2026ના ગુજરાતના પ્રવાસે છે. દિવસની શરૂઆત તેઓ રાજસ્થાનથી કરશે, જ્યારે સાંજે ગુજરાતના સાણંદ ખાતે દેશ માટે અત્યંત મહત્વપૂર્ણ એવા CG SEMI આઉટસોર્સ્ડ સેમિકન્ડક્ટર એસેમ્બલી એન્ડ ટેસ્ટ (OSAT) ફેસિલિટીનું ઉદ્ઘાટન કરશે. સાંજે આશરે 4:30 વાગ્યે તેઓ આ અદ્યતન સેમિકન્ડક્ટર સુવિધાનું લોકાર્પણ કરશે અને આ પ્રસંગે ઉપસ્થિત જનસભાને પણ સંબોધિત કરશે. આ સાથે કંપનીમાં ચિપ ઉત્પાદનની સત્તાવાર શરૂઆત થશે. અત્યાર સુધીમાં સાણંદમાં બે સેમિકન્ડક્ટર પ્લાન્ટમાં ઉત્પાદન શરૂ થઈ ચૂક્યું છે અને વધુ એક કંપનીનું ઉત્પાદન પણ આ સપ્તાહના અંત સુધીમાં શરૂ થવાનું છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
સાણંદ ખાતે શરૂ થનારી CG SEMI OSAT ફેસિલિટી ભારતની સેમિકન્ડક્ટર ઉત્પાદન યાત્રામાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન માનવામાં આવે છે. આ પ્રોજેક્ટ ઈન્ડિયા સેમિકન્ડક્ટર મિશન (ISM) હેઠળ મંજૂર થયેલા પ્રથમ ચાર પ્રોજેક્ટ્સમાંનો એક છે. આ ફેસિલિટી ₹7,500 કરોડથી વધુના કુલ રોકાણથી વિકસાવવામાં આવી છે. આ પ્રોજેક્ટ ભારતને વૈશ્વિક સેમિકન્ડક્ટર વેલ્યુ ચેઇનમાં વધુ મજબૂત સ્થાન અપાવશે અને આત્મનિર્ભર ભારતના વિઝનને નવી ગતિ આપશે.
ADVERTISEMENT
એકવાર સંપૂર્ણ રીતે કાર્યરત થયા બાદ આ ફેસિલિટી દર વર્ષે અંદાજે 5 અબજ સેમિકન્ડક્ટર ચિપ્સનું ઉત્પાદન કરવાની ક્ષમતા ધરાવશે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને હાઇ-પર્ફોર્મન્સ કમ્પ્યુટિંગ ક્ષેત્રમાં ઝડપથી વધી રહેલી વૈશ્વિક માંગને પહોંચી વળવામાં આ પ્લાન્ટ મહત્વની ભૂમિકા ભજવશે. અહીં ઓટોમોટિવ, ઇન્ડસ્ટ્રિયલ, ટેલિકોમ્યુનિકેશન્સ, 5G અને ઇન્ટરનેટ ઓફ થિંગ્સ (IoT) જેવા ક્ષેત્રો માટે જરૂરી સેમિકન્ડક્ટર ચિપ્સ તૈયાર કરવામાં આવશે. આ ઉપરાંત વેફર સોર્ટિંગ, એસેમ્બલી, ટેસ્ટિંગ, પેકેજ ડિઝાઇન, ફેલ્યોર એનાલિસિસ, ટેસ્ટ પ્રોગ્રામ ડેવલપમેન્ટ, પ્રોડક્ટ કેરેક્ટરાઇઝેશન અને લોજિસ્ટિક્સ સપોર્ટ જેવી એન્ડ-ટુ-એન્ડ સેવાઓ પણ અહીં ઉપલબ્ધ રહેશે.
ADVERTISEMENT
ગુજરાત પહોંચતા પહેલા પ્રધાનમંત્રી મોદી રાજસ્થાનમાં અનેક મહત્વપૂર્ણ કાર્યક્રમોમાં ભાગ લેશે. સવારે આશરે 10:45 વાગ્યે તેઓ જોધપુર એરપોર્ટના નવા ટર્મિનલ બિલ્ડિંગનું ઉદ્ઘાટન કરશે અને મોડિફાઇડ UDAN યોજનાનો શુભારંભ કરાવશે. ₹480 કરોડના ખર્ચે બનેલું આ નવું ટર્મિનલ 23,000 ચોરસ મીટરથી વધુ વિસ્તારમાં ફેલાયેલું છે અને દર વર્ષે લગભગ 20 લાખ મુસાફરોને સેવા આપવા સક્ષમ છે. ત્યારબાદ તેઓ બાલોત્રા ખાતે આશરે ₹1.06 લાખ કરોડના વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન, લોકાર્પણ અને શિલાન્યાસ કરશે તેમજ જાહેર સભાને સંબોધિત કરશે.
આ પણ વાંચો : જૂનાગઢમાં મેઘતાંડવ, 22 ગામોનો સંપર્ક તૂટ્યો, જનજીવન પ્રભાવિત
ADVERTISEMENT
બાલોત્રામાં જાહેર થનારા વિકાસ પ્રોજેક્ટ્સ પેટ્રોકેમિકલ્સ, અર્બન ટ્રાન્સપોર્ટ, રેલવે, રોડ, રિન્યુએબલ એનર્જી અને પાવર ટ્રાન્સમિશન જેવા અનેક ક્ષેત્રોને આવરી લે છે. બીજી તરફ, સાણંદમાં CG SEMI પ્લાન્ટના ઉદ્ઘાટન સાથે ભારત વિશ્વસનીય અને આત્મનિર્ભર સેમિકન્ડક્ટર ઉત્પાદન કેન્દ્ર તરીકે વધુ મજબૂત બનશે. ચિપ ઉત્પાદનની શરૂઆત માત્ર ગુજરાત માટે જ નહીં પરંતુ સમગ્ર દેશના ટેક્નોલોજી અને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્ર માટે પણ એક ઐતિહાસિક પગલું માનવામાં આવી રહ્યું છે. આ પ્રોજેક્ટથી રોજગારીની નવી તકો ઉભી થશે અને ભારતને વૈશ્વિક સેમિકન્ડક્ટર બજારમાં વધુ મજબૂત ઓળખ મળશે
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.