બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 09:13 AM, 4 July 2026
Kashi Vishwanath Temple Firing : ઉત્તર પ્રદેશના વારાણસી સ્થિત વિશ્વવિખ્યાત શ્રી કાશી વિશ્વનાથ મંદિર પરિસરમાં શનિવારે સવારે એક અચાનક બનેલી ઘટનાથી થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. વાસ્તવમાં મંદિરના ગેટ નંબર 4B પર સુરક્ષા ફરજ બજાવી રહેલા PAC (પ્રાંતીય સશસ્ત્ર કૉન્સ્ટેબ્યુલરી)ના એક જવાનની સરકારી બંદૂકમાંથી ભૂલથી ગોળી છૂટી જતાં ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા હતા.
ADVERTISEMENT
વારાણસીના પ્રખ્યાત કાશિ વિશ્વનાથ મંદિરના ગેટ નંબર 4B પર તૈનાત PAC સૈનિકે ભૂલમાં પોતની બંદૂકમાંથી ગોળી ચલાવી દીધી હતી. ત્રણ લોકો ઘાયલ થયા.#KashiVishwanath #Varanasi #PAC #UttarPradesh #Temple #VTVDigital pic.twitter.com/hS81bIj522
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) July 4, 2026
પ્રાથમિક વિગતો મુજબ ગોળી સીધી કોઈ વ્યક્તિને વાગી નહોતી, પરંતુ ગોળીમાંથી નીકળેલા છરાના કારણે નજીકમાં હાજર ત્રણ લોકોને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. ઘટનાની જાણ થતાં જ સુરક્ષા દળો અને પોલીસની ટીમે તરત જ સમગ્ર વિસ્તારને સુરક્ષિત બનાવી પરિસ્થિતિ પર નિયંત્રણ મેળવી લીધું હતું.
ADVERTISEMENT
VIDEO | Varanasi: An accidental firing took place at the Kashi Vishwanath Temple's Gate No. 4B, leaving three injured.
— Press Trust of India (@PTI_News) July 4, 2026
DCP (Kashi Zone) Gaurav Banswal says, "Two rounds were accidentally fired on the ground. The pellets struck three flower-sellers, one in the hand, one in the… pic.twitter.com/HH4ELXvDkM
સુરક્ષા એજન્સીઓના જણાવ્યા પ્રમાણે, આ ઘટના સંપૂર્ણપણે આકસ્મિક હતી અને તેમાં કોઈ દુષ્કૃત્ય કે હુમલાનો એંગલ સામે આવ્યો નથી. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની સ્થિતિ સામાન્ય હોવાનું જણાવાયું છે. શ્રી કાશી વિશ્વનાથ મંદિર દેશના સૌથી વધુ સુરક્ષાવાળા ધાર્મિક સ્થળોમાંનું એક માનવામાં આવે છે. આવી જગ્યાએ બનેલી આ ઘટનાએ સુરક્ષા વ્યવસ્થાને લઈને થોડા સમય માટે ચિંતા ઊભી કરી હતી.
ADVERTISEMENT
જોકે, અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે અને ગોળી કેવી રીતે છૂટી તેની વિગતવાર તપાસ કરવામાં આવશે. ઘટના બાદ મંદિર પરિસરમાં સુરક્ષા વધુ સઘન બનાવવામાં આવી હતી અને દર્શન વ્યવસ્થા પણ સામાન્ય રીતે ચાલુ રાખવામાં આવી હતી. અધિકારીઓએ લોકોને અફવાઓથી દૂર રહેવા અને માત્ર સત્તાવાર માહિતી પર વિશ્વાસ રાખવાની અપીલ કરી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.