બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / રામ મંદિરને લગતા નિયમો બદલાયા, આ વસ્તુઓ મંદિર પરિસરમાં લઈ જવા પર પ્રતિબંધ, ડ્રેસ કોડને લઈને પણ બન્યો નિયમ

અયોધ્યા / રામ મંદિરને લગતા નિયમો બદલાયા, આ વસ્તુઓ મંદિર પરિસરમાં લઈ જવા પર પ્રતિબંધ, ડ્રેસ કોડને લઈને પણ બન્યો નિયમ

Priykant Shrimali

Last Updated: 12:22 PM, 4 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ayodhya Ram Temple New Rules : રામ મંદિરના ચઢાવાની ગણતરી માટે નવા કડક નિયમો લાગુ, સુરક્ષા અને પારદર્શિતા પર વિશેષ ભાર, અહીં જાણો નવા નિયમો વિશે

Ayodhya Ram Temple New Rules : અયોધ્યા રામ મંદિર દાન ચોરીના વિવાદ બાદ હવે એક મોટી અપડેટ સામે આવી છે. વાસ્તવમાં અયોધ્યાના રામ મંદિરમાં દાનની રકમની ગણતરીને વધુ સુરક્ષિત અને પારદર્શક બનાવવા માટે ટ્રસ્ટ દ્વારા અનેક મહત્વપૂર્ણ ફેરફારો કરવામાં આવ્યા છે. ચઢાવાની કથિત ગેરરીતિના આરોપો સામે આવ્યા બાદ હવે ગણતરીની સમગ્ર પ્રક્રિયાને વધુ કડક બનાવવામાં આવી છે.

નવી વ્યવસ્થા મુજબ હવે કાઉન્ટિંગ હોલમાં પ્રવેશ કરતા પહેલાં દરેક કર્મચારીને બે તબક્કાની સુરક્ષા તપાસમાંથી પસાર થવું ફરજિયાત રહેશે. ઉપરાંત, કર્મચારીઓ માટે નવો ડ્રેસ કોડ પણ લાગુ કરવામાં આવ્યો છે. હવે દરેક કર્મચારીને ખિસ્સા વગરના ડાર્ક બ્લૂ રંગના યુનિફોર્મમાં જ ફરજ બજાવવાની રહેશે, જેથી કોઈપણ પ્રકારની ગેરરીતિની શક્યતા ઓછી થઈ શકે.

ટ્રસ્ટે કાઉન્ટિંગની પ્રક્રિયામાં પણ મોટો ફેરફાર કર્યો છે. અગાઉ ટેબલ અને ખુરશી પર બેસીને થતી ગણતરી હવે જમીન પર બેસીને કરવામાં આવશે. સાથે જ કાઉન્ટિંગ હોલમાં મોબાઇલ ફોન, કેમેરા, બેગ અને અન્ય વ્યક્તિગત સામાન લઈ જવા પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. કર્મચારીઓને હોલમાં પ્રવેશતા પહેલાં જૂતા અને ચપ્પલ પણ બહાર ઉતારવા પડશે.

આ પણ વાંચો : રામ મંદિર દાન ચોરી મામલો, શંકરાચાર્યએ તોડ્યું મૌન, મંદિર સંચાલનને લઈ ઉઠાવ્યા સવાલો

આ તરફ દાનની કથિત ચોરીના કેસમાં આરોપી અનુકલ્પ મિશ્રાને લઈને પણ મહત્વની વિગતો સામે આવી છે. માહિતી મુજબ અનુકલ્પ મિશ્રાના નામે મંદિરમાં 'વ્યવસ્થા કાર્યકર્તા' તરીકે એન્ટ્રી પાસ જારી કરવામાં આવતો હતો. આરોપ છે કે, મંદિરના દરેક વિશેષ કાર્યક્રમ દરમિયાન આ પાસના આધારે તેને મંદિર પરિસરમાં પ્રવેશ મળતો હતો અને તે દાનની રકમની ગણતરીની પ્રક્રિયામાં પણ સામેલ થતો હતો. આ સમગ્ર મામલે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના સભ્ય મહંત દિનેન્દ્ર દાસ મહારાજે કડક વલણ વ્યક્ત કર્યું છે. તેમણે કહ્યું કે, ભગવાનના મંદિરમાં ગુનો કરનારાઓને કડકમાં કડક સજા મળવી જોઈએ, જેથી ભવિષ્યમાં આવી કોઈ ઘટના ફરી ન બને.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ram Mandir Donation Ram Temple Donation Ayodhya Ram Temple New Rules
Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ