બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગુજરાતમાં ભારે વરસાદનો કહેર, બે ડેમ ઓવરફ્લો, સુરતમાં શાળાઓ બંધ, અમરેલીમાં ટ્રેન રદ
Last Updated: 10:04 AM, 7 July 2026
ગુજરાતમાં મેઘરાજ જોરદાર બેટિંગ કરી રહ્યા છે, છેલ્લા 24 કલાકમાં 225 તાલુકામાં વરસાદ નોંધાયો છે. ત્યારે અનેક જિલ્લાઓમાં જનજીવન પ્રભાવિત થયું છે. ક્યાંક ડેમ ઓવરફ્લો થયા છે તો ક્યાંક શાળાઓમાં રજા, ટ્રેજ સેવા પર અસર જોવા મળી છે. અનેક ગામોમાં એલર્ટ આપવામાં આવ્યું છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
ભાવનગરની જીવાદોરી શેત્રુંજી ડેમ ઓવરફ્લો, 59 દરવાજા ખોલાતા 17 ગામોને એલર્ટ
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) July 7, 2026
ભાવનગર જિલ્લાની જીવાદોરી ગણાતો શેત્રુંજી ડેમ ઓવરફ્લો થતાં વહેલી સવારે 4:30 કલાકે ડેમના કુલ 59 દરવાજા એક ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે. ડેમમાંથી હાલ 9,440 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. વધતા જળપ્રવાહને… pic.twitter.com/d0YNQYWzZ0
ભારે વરસાદના કારણે ભાવનગરની જીવાદોરી સમાન શેત્રુંજી ડેમ ઓવરફ્લો થયો છે. વહેલી સવારે ડેમના 59 દરવાજા એક ફૂટ સુધી ખોલવામાં આવ્યા, જેના કારણે ડેમમાંથી 9 હજાર 440 ક્યૂસેક પાણી છોડવામાં આવ્યું છે. ડેમમાંથી પાણી છોડાતા નીચાણવાળા વિસ્તારોમાં આવેલા ગામોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ખાસ કરીને પાણીતાણા તાલુકાના 5 ગામો અને તળાજા તાલુકાના 12 ગામોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે. તંત્રએ લોકોને નદી અને નીચાણવાળા વિસ્તારોની નજીક ન જવા અપીલ કરી છે.
ADVERTISEMENT
તાપીનો ડોસવાડા વિયર ડેમ ઓવરફ્લો, 17 ગામોને સાવચેતીના ભાગરૂપે એલર્ટ
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) July 7, 2026
તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના ડોસવાડા ગામે આવેલ ઐતિહાસિક ગાયકવાડી સમયનો ડોસવાડા વિયર ડેમ ઓવરફ્લો થયો છે. હાલ ડેમની ઉપરથી અંદાજે 2.4 સેમી પાણી વહી રહ્યું છે, જ્યારે ડેમમાંથી 57.91 ક્યુસેક પાણી ડિસ્ચાર્જ કરવામાં આવી… pic.twitter.com/sDkxGvEidA
ADVERTISEMENT
તાપીના સોનગઢમાં આવેલો ડોસવાડા વિયર ડેમ પણ ઓવરફ્લો થયો છે. હાલમાં ડેમ ઉપરથી 2.4 સેમી પાણી વહી રહ્યું છે, જ્યારે ડેમમાંથી 57.91 ક્યૂસેક પાણી છોડવામાં આવ્યું છે. પાણી છોડાતા નીચાણવાળા 17 ગામોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સ્થાનિક તંત્રએ લોકોને સાવચેતી રાખવા અને નદીના પટમાં ન જવા અપીલ કરી છે.
ADVERTISEMENT
ભારે વરસાદને પગલે સુરતની શાળાઓમાં રજા જાહેર, શહેરની તમામ શાળાઓમાં રજા જાહેર કરાઇ pic.twitter.com/hanFYjlFH2
— Nidhi Panchal vtv (@NidhiVtv83966) July 7, 2026
સુરત શહેરમાં સતત ભારે વરસાદને કારણે શહેરની તમામ શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. ગ્રામ્ય વિસ્તારમાં રજા જાહેર કરવાની સત્તા સંબંધિત શાળાના આચાર્યોને સોંપવામાં આવી છે. ભારે વરસાદને કારણે અનેક શાળાઓ બહાર પાણી ભરાઈ ગયા હતા અને કેટલીક જગ્યાએ ફાયર વિભાગની મદદથી વિદ્યાર્થીઓને સુરક્ષિત સ્થળે પહોંચાડવા માટે રેસ્ક્યૂ કામગીરી કરવી પડી હતી. વિદ્યાર્થીઓની સલામતીને ધ્યાનમાં રાખીને જિલ્લા શિક્ષણ વિભાગે આ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. આજે પણ હવામાન વિભાગે સુરત સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે.
ADVERTISEMENT
અમરેલીના ધજડી ગામે પૂરના પાણીમાં બાઈક તણાયું, બાઈકચાલકનો આબાદ બચાવ
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) July 7, 2026
અમરેલી જિલ્લાના ધજડી ગામમાંથી પૂરના પાણીમાં બાઈક તણાઈ જવાનો વીડિયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે અચાનક પાણીનો પ્રવાહ વધતા બાઈક પૂરના વહેણમાં તણાઈ ગયું હતું. જોકે,… pic.twitter.com/xFxowsE9Ij
અમરેલી જિલ્લામાં ભારે વરસાદના કારણે અનેક ઘટનાઓ સામે આવી છે. ધજડી ગામમાં ઉપરવાસમાં પડેલા વરસાદના કારણે આવેલા પૂરમાં એક બાઈક તણાઈ જવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. સદનસીબે બાઈક ચાલકનો આબાદ બચાવ થયો હતો અને કોઈ જાનહાનિ થઈ નથી. ગઈકાલે બપોરે સ્થાનિક લોકોએ તણાયેલું બાઈક બહાર કાઢ્યું હતું. બીજી તરફ લીલીયાના હરિપર ગામે રેલવે ટ્રેક પર પાણી ભરાઈ જતા ટ્રેન સેવા પ્રભાવિત થઈ છે. પાણી ભરાવાના કારણે પીપાવાવથી મહુવા જતી ટ્રેન રદ કરવામાં આવી છે. રેલવે તંત્રએ જણાવ્યું છે કે ટ્રેક પરથી પાણી ઓસર્યા બાદ સેવા ફરી શરૂ કરવામાં આવશે.
ભરૂચ જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ pic.twitter.com/L7TJcr30Bk
— Nidhi Panchal vtv (@NidhiVtv83966) July 7, 2026
ભરૂચ જિલ્લામાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે. શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસતા અનેક રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે. નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ઘૂસી જતાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તંત્રએ લોકોને બિનજરૂરી મુસાફરી ટાળવા અપીલ કરી છે. બીજી તરફ નવસારી જિલ્લામાં સતત છઠ્ઠા દિવસે પણ વરસાદ યથાવત રહ્યો છે. જિલ્લાના તમામ તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. ખેરગામમાં છેલ્લા 24 કલાક દરમિયાન 5 ઇંચ વરસાદ નોંધાયો છે, જેના કારણે નદીઓના જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે.
ગુજરાતમાં છેલ્લા 24 કલાક દરમિયાન 225 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વાપીમાં 8.58 ઇંચ વરસાદ નોંધાયો છે. ત્યારબાદ કામરેજમાં 6.46 ઇંચ, પારડીમાં 6.34 ઇંચ, ઉમરગામમાં 6.26 ઇંચ અને કપરાડામાં 5.79 ઇંચ વરસાદ નોંધાયો છે. સુરત શહેરમાં 5.39 ઇંચ, વલસાડમાં 5.28 ઇંચ, લાઠીમાં 4.61 ઇંચ, ભાવનગરમાં 4.49 ઇંચ, સિહોરમાં 4.45 ઇંચ, બાબરામાં 4.37 ઇંચ, અમરેલીમાં 4.25 ઇંચ અને રાધનપુરમાં 4.21 ઇંચ વરસાદ નોંધાયો છે. સતત વરસી રહેલા વરસાદને કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં જનજીવન પ્રભાવિત થયું છે, જ્યારે હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી હોવાથી તંત્ર દ્વારા લોકોને સતર્ક રહેવાની અપીલ કરવામાં આવી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.