બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / IND vs ZIM T20: સંજુ સેમસનને આરામ, મયંક-રિંકૂનું કમબેક, યુવા ખેલાડીઓ પર દાવ, જાણો ક્યારે શરૂ થશે સિરીઝ

ક્રિકેટ / IND vs ZIM T20: સંજુ સેમસનને આરામ, મયંક-રિંકૂનું કમબેક, યુવા ખેલાડીઓ પર દાવ, જાણો ક્યારે શરૂ થશે સિરીઝ

Nirav Kumar

Last Updated: 12:16 AM, 7 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઝિમ્બાબ્વે સામેની T20I સીરીઝ માટે ટીમ ઇન્ડિયાનું સિલેકશન થઇ ગયું છે. જેમાં અનેક ચર્ચિત નામોને ડ્રોપ કરાયા છે તો અમુક પ્લેયર્સનું કમબેક થયું છે.

ઝિમ્બાબ્વે સામેની ત્રણ મેચની T20I સીરીઝ માટે 6 જુલાઈ સોમવારના રોજ ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં સિલેક્ટર્સે આ પ્રવાસ માટે 15 સભ્યોની ટીમની જાહેરાત કરી હતી. જેમાં શ્રેયસ ઐયરનું નેતૃત્વ કરશે. તિલક વર્મા વાઈસ કેપ્ટન રહેશે. સિલેક્ટર્સે આ પ્રવાસ માટે અનુભવી ખેલાડીઓ અને યુવા ખેલાડીઓ બંને પર ભરોષો મુક્યો છે. ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચેની ત્રણ T20 મેચ 23, 25 અને 26 જુલાઈના રોજ હરારેમાં રમાશે. તો ચાલો ઝિમ્બાબ્વે પ્રવાસ માટે ટીમ પસંદગી સંબંધિત પાંચ મુખ્ય ફેક્ટર પર એક નજર કરીએ.

  • સંજુ સેમસનને રેસ્ટ પ્રભસિમરન ઇન

ઝિમ્બાબ્વે પ્રવાસ માટે જાહેર કરાયેલી ભારતીય ટીમમાં સંજુ સેમસનનું નામ નથી. જેમાં તેનું સિલેકશન ન થવી તે બાબતે સૌથી ચર્ચાસ્પદ મુદ્દાઓમાંની એક રહ્યું છે. એવું માનવામાં આવે છે કે ટીમ સિલેક્ટર્સે તેમના સતત ક્રિકેટ અને કાર્યભારને ધ્યાનમાં રાખીને સંજુ સેમસનને આ સીરીઝમાંથી આરામ આપ્યો છે. જોકે સંજુ સેમસન ભારતીય ટીમ માટે માત્ર એક જ ફોર્મેટમાં રમે છે પરંતુ તેની બાદબાકી એક આશ્ચર્ય પમાડે તેવો નિર્ણય છે.

જેમાં પ્રભસિમરન સિંહને સંજુ સેમસનની જગ્યાએ વિકેટકીપર-બેટ્સમેન તરીકે ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. પ્રભસિમરન અગાઉ એશિયન ગેમ્સ 2023 દરમિયાન ભારતીય ટીમનો હિસ્સો હતો. પરંતુ એક પણ મેચ રમ્યો ન હતો. ઈશાન કિશનને વિકેટકીપર તરીકે ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.

  • રિંકુ સિંહને મળ્યું સ્થાન

રિંકુ સિંહ ભારતીય T20 ટીમમાં પરત ફર્યો છે. રિંકુ આયર્લેન્ડ અને ઇંગ્લેન્ડ પ્રવાસો તેમજ એશિયન ગેમ્સ 2026 મિસ થઇ ગયો હતો. હવે સિલેક્ટર્સે ફરી એકવાર તેના પર ભરોષો કર્યો છે. રિંકુને T20 ક્રિકેટમાં ભારતના બેસ્ટ ફિનિશરોમાંનો એક માનવામાં આવે છે. તે ફાઈનલ ઓવરોમાં ઝડપથી રન બનાવવાની ક્ષમતા ધરાવે છે. તેના કમબેકથી ટીમ ઈન્ડિયાના મિડલ અને લો ઓર્ડરને મજબૂત બનાવવાની શક્યતા છે.

  • મયંક યાદવની લાંબા સમયે વાપસી

મયંક યાદવે પોતાની વિસ્ફોટક સ્પીડથી પોતાની છાપ છોડી હતી તે પણ ભારતીય ટીમમાં પાછો ફર્યો છે. મયંકે છેલ્લે ઓક્ટોબર 2024 માં ભારત માટે ઇન્ટરનેશનલ મેચ રમી હતી. ત્યારબાદ ફિટનેસ અને ઈજાના મુદ્દાઓને કારણે તે લાંબા સમય સુધી સાઇડલાઇન રહ્યો હતો. હવે સિલેક્ટર્સે ફરી એકવાર ઝિમ્બાબ્વે પ્રવાસ માટે મયંક પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે.

  • વૈભવ સૂર્યવંશી પર ભરોષો કાયમ

15 વર્ષીય વૈભવ સૂર્યવંશીને ઝિમ્બાબ્વે સામેની સીરીઝ માટે ટીમ ઈન્ડિયામાંલેવાયો છે. વૈભવે માન્ચેસ્ટરમાં ઈંગ્લેન્ડ સામેની બીજી T20I માં ઇન્ટરનેશનલ ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો. માત્ર 15 વર્ષ અને 99 દિવસની ઉંમરે ભારત માટે પ્રવેશ કરીને ઇતિહાસ રચનાર વૈભવ તેની પહેલી મેચમાં માત્ર 14 રન બનાવીને આઉટ થયો હતો. વૈભવ સૂર્યવંશી સિવાય સૂર્યાંશ શેડગે, હર્ષ દુબે અને પ્રિન્સ યાદવ જેવા યુવા પ્લેયર્સને પણ ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

વધુ વાંચો : 4 બોલમાં 4 વિકેટ... શનાકાએ MLC માં રચ્યો ઈતિહાસ, લાસ્ટ ઓવરમાં બાજી પલટી

  • અશોક શર્મા અને યશ ઠાકુર સરપ્રાઈઝ એન્ટ્રી

ટીમ ઇન્પડિયાના સિલેક્ટર્સે પહેલીવાર ભારતીય ટીમમાં ફાસ્ટ બોલર અશોક શર્મા અને યશ ઠાકુરનો સમાવેશ કર્યો છે. આ બંને પ્લેયર્સ માટે કરિયરનો મોટો મોકોહશે. સંજુ સેમસન સિવાય અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ, હર્ષિત રાણા, પ્રસિદ્ધ કૃષ્ણા અને અર્શદીપ સિંહ જેવા પ્લેયર્સને પણ ટીમમાંથી બાકાત રાખવામાં આવ્યા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

T20I series Team India Sanju Samson
Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ