બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / સુરતના સમાચાર / સુરતમાં મેઘ તાંડવ, આજે 4.41 ઈંચ પડ્યો વરસાદ, ઠેર ઠેર ભરાયાં પાણી
7 ફોટો ગેલેરી
Last Updated: 11:56 PM, 6 July 2026
1/7
સુરત જિલ્લામાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતાં અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. કામરેજમાં ધોધમાર વરસાદને કારણે મુખ્ય માર્ગો તેમજ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. કામરેજ ગામથી કામરેજ ચાર રસ્તાને જોડતો માર્ગ વરસાદી પાણીમાં ગરકાવ થતાં વાહનચાલકોને અવરજવરમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ભારે વરસાદના કારણે અનેક શોપિંગ સેન્ટરોમાં પણ પાણી ઘૂસી જતાં વેપારીઓ અને ગ્રાહકોને હાલાકી ભોગવવી પડી હતી. બીજી તરફ બારડોલી અને પલસાણા પંથકમાં પણ ભારે વરસાદ નોંધાતા જનજીવન પર અસર જોવા મળી રહી છે. સ્થાનિક તંત્ર દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.
2/7
સુરત જિલ્લામાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતાં અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. કામરેજમાં ધોધમાર વરસાદને કારણે મુખ્ય માર્ગો તેમજ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. કામરેજ ગામથી કામરેજ ચાર રસ્તાને જોડતો માર્ગ વરસાદી પાણીમાં ગરકાવ થતાં વાહનચાલકોને અવરજવરમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ભારે વરસાદના કારણે અનેક શોપિંગ સેન્ટરોમાં પણ પાણી ઘૂસી જતાં વેપારીઓ અને ગ્રાહકોને હાલાકી ભોગવવી પડી હતી. બીજી તરફ બારડોલી અને પલસાણા પંથકમાં પણ ભારે વરસાદ નોંધાતા જનજીવન પર અસર જોવા મળી રહી છે. સ્થાનિક તંત્ર દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.
3/7
સુરત શહેરના લાલ દરવાજા વિસ્તારમાં ભારે વરસાદ બાદ પાણી ભરાતા જનજીવન પ્રભાવિત થયું છે. શાળા છૂટવાના સમયે રસ્તાઓ પર પાણી ભરાઈ જતાં વિદ્યાર્થીઓ, વાલીઓ અને વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. બાળકોને સુરક્ષિત રીતે ઘરે લઈ જવા માટે વાલીઓએ શાળાઓ તરફ દોડધામ કરી હતી. પાણી ભરાવાના કારણે વિસ્તારમાં ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. ઘટનાની જાણ થતાં સુરત મહાનગરપાલિકાની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી પાણીના નિકાલ માટે કામગીરી શરૂ કરી હતી, જ્યારે ટ્રાફિક પોલીસના જવાનોએ વાહનવ્યવહાર સુચારૂ બનાવવા માટે સતત મથામણ હાથ ધરી હતી.
4/7
મનપાના સત્તાધીશોના પાપે સુરત શહેરમાં પાણી ભરાયા.મહિધરપુરા વિસ્તારમાં ધોધમાર વરસાદ બાદ કમર સુધીના પાણી ભરાઈ ગયા... ગલે મંડી શેરી, મોટી શેરી સહિતના મુખ્ય રસ્તાઓ પર પાણી ભરાવાથી લોકોની મુશ્કેલીમાં મોટો વધારો થયો... તંત્રના વાંકે લોકો ફરી એકવાર ચોમાસામાં પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા... જે પ્રમાણે સુરતમાં ધોધમાર વરસાદ વરસ્યો... તેણે મનપાની પ્રિ-મોન્સૂન કામગીરીના દાવાની પોલ ખોલી નાંખી...
5/7
સુરત જિલ્લામાં સતત વરસી રહેલા ભારે વરસાદે શહેરના ડ્રેનેજ અને પ્રિ-મોન્સૂન કામગીરીના દાવાઓની પોલ ખુલ્લી પાડી છે. રેલવે સ્ટેશન નજીક આવેલા વરાછા ખાંડ બજાર ગરનાળામાં કમર સુધી પાણી ભરાઈ જતા સ્થાનિકો અને મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. પોદાર આર્કેડ સુધી વરસાદી પાણી ભરાઈ જતાં વાહનવ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ ગયો હતો, જેના કારણે અનેક વાહનો રસ્તામાં જ બંધ પડી ગયા અને લોકોને પાણીમાંથી પસાર થવાની ફરજ પડી. મનપા દ્વારા પ્રિ-મોન્સૂન કામગીરી પૂર્ણ થઈ હોવાના કરવામાં આવેલા દાવાઓ સામે હવે સવાલો ઊભા થયા છે, કારણ કે પ્રથમ જ ભારે વરસાદમાં શહેરના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે.
6/7
ડાયમંડ સિટી સુરતમાં મેઘરાજાએ જોરદાર બેટિંગ શરૂ કરતાં શહેરના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. અતિ ભારે વરસાદની આગાહી વચ્ચે શરૂ થયેલા વરસાદથી અઠવા, અડાજણ, વરાછા, કતારગામ, ઉધના અને પાંડેસરા સહિતના વિસ્તારોમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે. સતત વરસાદને કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે, જ્યારે પીપલોદ વિસ્તારમાં રસ્તાઓ પર વરસાદી પાણીનો ભરાવો થતાં વાહનચાલકોને અવરજવર કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા કલેક્ટર અને મામલતદાર સહિતનો તંત્ર સતત મોનિટરિંગ કરી રહ્યું છે અને જરૂરી તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યા છે.
7/7
સુરતના ઉમરપાડા તાલુકાના જંગલ વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો.ભારે વરસાદના પગલે કોતરોમાં પાણીની પુષ્કળ આવક થઈ... જેના કારણે ધસમસતું પાણી કદવાલીથી ચોખવાડા ગામની વચ્ચેના રસ્તા પરથી વહેવા લાગ્યું..પાણીનો પ્રચંડ પ્રવાહ એટલો હતો કે સંપૂર્ણ વાહન વ્યવહાર ઠપ્પ થઈ ગયો..મહત્વનું છે કે સુરત જિલ્લાના મિની ચેરાપુંજી તરીકે ઉમરપાડા તાલુકો ઓળખાય છે.અહીંયા સૌથી વધારે વરસાદ દર વર્ષે નોંધાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ