બ્રેકિંગ ન્યુઝ
VTV / વિશ્વ / Appleએ ટાઈમ કેપ્સ્યૂલમાં રાખી દીધો iPhone 17 Pro Max, 250 વર્ષ પછી બહાર કાઢશે, જાણો કેમ?
6 ફોટો ગેલેરી
Last Updated: 12:43 AM, 7 July 2026
1/6
અમેરિકામાં એક એવો iPhone સાચવવામાં આવ્યો છે જેને જોવા માટે લોકોને 250 વર્ષ રાહ જોવી પડશે. જેમાં અમેરિકાની સ્વતંત્રતાની 250મી વર્ષગાંઠની ઉજવણી માટે એક ખાસ કેપ્સ્યુલ બનાવવામાં આવ્યું છે. આ કેપ્સ્યુલમાં iPhone 17 Pro Maxનો સમાવેશ કરાયો છે. આ ટાઈમ કેપ્સ્યુલ હવે 2276 માં એટલે કે 250 વર્ષ પછી ખોલવામાં આવશે.
2/6
3/6
ટાઈમ કેપ્સ્યુલ એ એક ખાસ કન્ટેનર હોય છે જેમાં સમયગાળાની મહત્વની વસ્તુઓ રાખવામાં આવે છે. તેને લાંબા સમય સુધી ભૂગર્ભમાં કે સુરક્ષિત સ્થાને સીલ કરવામાં આવે છે. તેને ઘણા દાયકાઓ કે તો સેંકડો વર્ષો બાદ ખોલવામાં આવે છે જેથી ભવિષ્યની પેઢીઓ તે સમયે લોકો કેવી રીતે રહેતા હતા, તેઓ કઈ ટેકનોલોજીનો ઉપયોગ કરતા હતા અને દુનિયા કેવી દેખાતી હતી તે વિશે જાણી શકે.
4/6
આઈફોન 17 પ્રો મેક્સ પસંદ કરવામાં આવ્યો હતો કેમ કે તે આજની સૌથી એડવાન્સ ટેકનોલોજીનું પ્રતિનિધિત્વ કરે છે. જેમાં સ્માર્ટફોન હવે માત્ર કોલ કરવાનું માધ્યમ નથી. પરંતુ લગભગ બધું જ - બેંકિંગ, ફોટા, વીડિયો, એઆઈ, હેલ્થ ટ્રેકિંગ, કામ અને એન્ટરટેઈનમેન્ટ હવે એક જ ફોનમાં ઉપલબ્ધ છે. આથી ભવિષ્યની પેઢીઓ માટે 2020 ના દાયકામાં ડિજિટલ જીવન કેવું હતું તે સમજવું રસપ્રદ રહેશે.
5/6
આ સાવલનો જવાબ હજુ સુધી કોઈ પાસે નથી. જેમાં બેટરી માટે આટલા લાંબા સમય સુધી કામ કરવું લગભગ અશક્ય માનવામાં આવે છે. જો ફોન બચી જાય તો પણ તેની બેટરી સંપૂર્ણરીતે ખતમ થઈ ગઈ હશે અને તે યુગની ચાર્જિંગ ટેકનોલોજી અસ્તિત્વમાં ન હોય તો તેને સ્માર્ટફોનને બદલે ઐતિહાસિક કલાકૃતિ તરીકે જોવામાં આવશે.
6/6
જ્યારે આ સમય કેપ્સ્યુલ 2276 માં ખોલવામાં આવશે ત્યારે વિશ્વની ટેકનોલોજી સંપૂર્ણરીતે બદલાઈ ગઈ હશે. તે સમયે સ્માર્ટફોનનો ઉપયોગ પણ થઈ શકશે નહીં, કેમ કે ભવિષ્યમાં સ્માર્ટફોનને બદલી શકે તેવી ટેકનોલોજી પહેલાથી જ વિકસાવવામાં આવી રહી છે. આથી 250 વર્ષમાં સ્માર્ટફોનની જગ્યા નવી ટેકનોલોજી કે ગેજેટ્સ લઇ શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ