બ્રેકિંગ ન્યુઝ
5 ફોટો ગેલેરી
Last Updated: 05:35 PM, 8 July 2026
1/5
અંબાણી પરિવાર પોતાના બિઝનેસની સાથે સાથે વૈભવી જીવનશૈલી અને શાનદાર ફેશન સેન્સ માટે પણ હંમેશા ચર્ચાનું કેન્દ્ર બનેલો રહે છે. ખાસ કરીને નીતા અંબાણી, ઈશા અંબાણી અને રાધિકા અંબાણીના સ્ટાઈલ સ્ટેટમેન્ટ અવારનવાર ફેશન પ્રેમીઓનું ધ્યાન ખેંચે છે. આ વખતે 6 જૂલાઈના રોજ પેરિસમાં આયોજિત 'હૉટ કૉચર વીક' માં ઈશા અંબાણીએ જાણીતા ફેશન ડિઝાઈનર રાહુલ મિશ્રાના 'દેવી' કલેક્શનના ડેબ્યૂ શોમાં હાજરી આપી હતી. આ ખાસ પ્રસંગે ઈશા અંબાણીનો ગ્રે કલરનો કસ્ટમ કૉચર આઉટફિટ અને તેમના હાથમાં રહેલી ડાયમંડ સ્ટડેડ મિની બેગે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે.(PHOTO:INSTAGRAM)
2/5
ઈશા અંબાણીએ પેરિસના આ ખાસ મંચ પર ડિઝાઈનર રાહુલ મિશ્રા દ્વારા તૈયાર કરાયેલો કસ્ટમ સ્ટ્રેપલેસ ગાઉન પહેર્યો હતો. આ ગાઉનનો કોર્સેટ સ્ટાઈલ અપર પાર્ટ તેમના લુકને ખૂબ જ આકર્ષક બનાવી રહ્યો હતો. આ કિંમતી આઉટફિટ પર ઝીણું ભરતકામ, શાઈની ક્રિસ્ટલ, સિક્વન્સ અને 3D બીડવર્ક કરવામાં આવ્યું હતું. ગાઉન પરની ડિઝાઇન એવી ભ્રમણા પેદા કરતી હતી કે જાણે એકસાથે ઘણા બધા નેકલેસ પહેરેલા હોય. લેયર્ડ જ્વેલરી જેવી ઈલ્યુઝન ડિટેલિંગ અને વેસ્ટલાઈન પર હાથથી કરાયેલું ફ્લોરલ એપ્લિક આ લુકને આધુનિક અને શાહી ટચ આપી રહ્યું હતું.(PHOTO:INSTAGRAM)
3/5
ઈશાનો ઓવરઓલ લુક અદભુત હતો, પરંતુ સૌથી વધુ ચર્ચા તેમના નાનકડા પર્સની થઈ રહી છે. ઈશાના હાથમાં જોવા મળેલી બેગ કોઈ સામાન્ય પર્સ નથી, પરંતુ તે દુનિયાના સૌથી અનોખા અને મોંઘા હેન્ડબેગ્સમાં ગણાય છે. ઈશા લક્ઝરી બ્રાન્ડ Hermès ની અલ્ટ્રા-રેર લિમિટેડ એડિશન બેગ કૅરી કરતી જોવા મળી હતી, જેનું નામ Sac Bijou Birkin છે. ઇન્ટરનેટ પર ઉપલબ્ધ માહિતી અનુસાર, આ નાનકડી બેગની કિંમત આશરે 2 મિલિયન ડોલર છે, જે ભારતીય ચલણમાં અંદાજે 17 કરોડ રૂપિયા થાય છે. આ બેગને 18-karat વ્હાઇટ ગોલ્ડ (સફેદ સોનું) થી તૈયાર કરવામાં આવી છે અને તેમાં કુલ 3,025 અસલી હીરા જડવામાં આવ્યા છે, જેનું કુલ વજન 111.09 કેરેટ છે.(PHOTO:INSTAGRAM)
4/5
આ લક્ઝરી બેગ અંબાણી પરિવારની બે પેઢીના ફેશન કનેક્શનને પણ દર્શાવે છે. ઈશા અંબાણી પહેલાં આ જ ડાયમંડ સ્ટડેડ મિની બેગ તેમની માતા નીતા અંબાણી પાસે જોવા મળી ચૂકી છે. વર્ષ 2025 માં યોજાયેલી મનીષ મલ્હોત્રાની ભવ્ય દિવાળી પાર્ટીમાં નીતા અંબાણીએ સિલ્વર સિક્વન્સ સાડી સાથે આ જ મિની બેગ કૅરી કરી હતી. હવે દીકરી ઈશા અંબાણીએ આ આઇકોનિક બેગને પોતાના પેરિસ ફેશન લુકનો હિસ્સો બનાવીને ફેશન વર્લ્ડની તમામ લાઈમલાઈટ જીતી લીધી છે.(PHOTO:INSTAGRAM)
5/5
ઈશા અંબાણીએ પોતાના કૉચર લુકને કમ્પ્લીટ કરવા માટે ડાયમંડ સ્ટડ ઈયરિંગ્સ, ડાયમંડ પેન્ડન્ટ નેકલેસ, સ્ટેટમેન્ટ રિંગ અને મેચિંગ હીલ્સ પહેરી હતી. તેમણે ફેશન શો માટે સોફ્ટ પરંતુ ગ્લેમરસ લુક પસંદ કર્યો હતો. સ્લીક હાઈ બન, ડિફાઈન્ડ આઈબ્રોઝ, વિંગ્ડ આઈલાઈનર અને ન્યૂડ મેટ લિપસ્ટિકે તેમના સમગ્ર લુકને અત્યંત ક્લાસી અને એલિગન્ટ બનાવ્યો હતો.(PHOTO:INSTAGRAM)
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ