ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / આ વર્ષે રથયાત્રામાં પ્રથમવાર હાથીઓ માટે હશે હાઈટેક સુરક્ષા, જાણો અન્ય નિર્ણય

Ahmedabad Rath Yatra 2026 / આ વર્ષે રથયાત્રામાં પ્રથમવાર હાથીઓ માટે હશે હાઈટેક સુરક્ષા, જાણો અન્ય નિર્ણય

Published By: Vishal Khamar

Last Updated: 05:07 PM, 8 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભગવાન જગન્નાથજીની 149 મી રથયાત્રાને લઈ અમદાવાદ પોલીસ સજ્જ થઈ છે. ગત વર્ષ રથયાત્રા દરમ્યાન હાથી ભડકવાની ઘટના બાદ આ વર્ષે પ્રથમ વખત રથયાત્રામાં રહેલ 18 હાથી પર સીસીટીવી કેમેરે અને ડેસિબલ મીટર લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ADVERTISEMENT

Ahmedabad Rath Yatra 2026 Security : ભગવાન જગન્નાથજીની ૧૪૯મી રથયાત્રાને લઈને અમદાવાદ પોલીસ આ વર્ષે સુરક્ષામાં અનેક નવા પ્રયોગો કરવા જઈ આ છે. ગત વર્ષ રથયાત્રા દરમિયાન હાથી ભડકવાની ઘટના બાદ આ વર્ષે પ્રથમ વખત રથયાત્રામાં સામેલ તમામ ૧૮ હાથી પર સીસીટીવી કેમેરા અને ડેસિબલ મીટર લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, આ હાઈટેક વ્યવસ્થાથી હાથીની આસપાસની ભીડ પર સતત નજર રાખી શકાશે તેમજ વધુ પડતા અવાજ પર તાત્કાલિક નિયંત્રણ મેળવી શકાશે.

બેઠકમાં લેવાયેલા મહત્ત્વના નિર્ણય

  • હાથી પસાર થાય ત્યારે ડીજે અને ઊંચા અવાજ પર પ્રતિબંધ.
  • જમાલપુર ખાતે સાંજના ટ્રાફિક માટે વિશેષ આયોજન.
  • શાહપુરથી જમાલપુર સુધી લાઇટિંગ વ્યવસ્થા મજબૂત કરાશે.
  • પોલીસ, મહાનગરપાલિકા અને મંદિર ટ્રસ્ટ વચ્ચે સંકલન વધારાશે.
  • રથયાત્રા શાંતિપૂર્ણ અને સમયસર પૂર્ણ થાય તે માટે ખાસ

ક્રાઈમ બ્રાંચ દ્વારા તૈયાર કરાયેલા આયોજન મુજબ દરેક સાથી પર એક સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે. આ કેમેટા હાથીની આસપાસની ભીડ, લોકોની હિલચાલ અને કોઈ શંકાસ્પદ સ્થિતિ પર સતત નજર રાખશે. કેમેરામાંથી મળતાં દશ્યો કંટ્રોલ રૂમ સુધી પહોંચશે, જેથી કોઈ પણ અસામાન્ય પરિસ્થિતિ સર્જાય તો પોલીસ તાત્કાલિક કાર્યવાહી કરી શકે. આ ઉપરાંત તમામ હાથી પર ડેસિબલ મીટર પણ લગાવવામાં આવશે. આ સાધન હાથીની આસપાસના અવાજની તીવ્રતા માપશે. જો અવાજ નિર્ધારિત મર્યાદાથી વધુ હશે તો પોલીસ અને આયોજકોને તાત્કાલિક જાણ થશે, જેથી ડીજે, બૅન્ડકે અન્ય ઘોંઘાટ બંધ કરાવી શકાય. ગત વર્ષે વધુ પડતા અવાજના કારણે હાથી ભડકવાની ઘટના સામે આવી હતી. તે ઘટનામાંથી બોધપાઠ લઈને આ વર્ષે સુરલા વ્યવસ્થામાં આ ફેરફારો કરવામાં આવ્યા છે.

હાથી માટે હાઈટેક સુરક્ષા

  • રથયાત્રાના ૧૮ હાથી પર સીસીટીવી કેમેરા. દરેક હાથી પર ડેસિબલ મીટર પણ લગાવવામાં આવશે.
  • કંટ્રોલ રૂમમાંથી સતત રહેશે નજર.
  • વધુ અવાજ થતાં તાત્કાલિક કાર્યવાહી.
  • ગત વર્ષની હાથી ભડકવાની ઘટનાના પગલે લેવાયો નિર્ણય.

આ પણ વાંચોઃ વરસાદી પરિસ્થિતીની સમીક્ષા કરતા CM ભૂપેન્દ્ર પટેલ, આવતીકાલે સુરત-વલસાડની મુલાકાતે

કાઈમ બ્રાંચના જોઈન્ટ પોલીસ કમિશનર શરદ સિંઘલે જણાવ્યું છે કે, રથયાત્રામાં સામેલ તમામ ૧૮ સાથી પર સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે. તેના દ્વારા હાથીની આસપાસની સમગ્ર સ્થિતિ પર સતત નજર રાખી શકાશે. સાથે જ ડેસિબલ મીટર દ્વારા અવાજનું સ્તર પણ માપવામાં આવશે, જેથી હાથીને કોઈ પ્રકારની તકલીફ ન થાય અને સમગ્ર યાત્રા શાંતિપૂર્ણ રીતે પુર્ણ થાય.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ahmedabad Rath Yatra 2026 Jagannath Rath Yatra Ahmedabad Police

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ