ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ગમે તેટલો વરસાદ પડે, પરંતુ અધિકારીઓએ ફિલ્ડમાં જવું જ પડશે, AMCનો ઝીરો ટોલરન્સ અભિગમ
Last Updated: 05:30 PM, 8 July 2026
ADVERTISEMENT
દર ચોમાસામાં વરસાદ શરૂ થતાં જ પાણી ભરાવા, ગંદકી અને સફાઈ વ્યવસ્થાને લઈને ઊઠતી ફરિયાદો વચ્ચે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને આ વખતે ઝીરો ટોલરન્સનો અભિગમ અપનાવ્યો છે. મ્યુનિસિપલ કમિશનરની અધ્યક્ષતામાં યોજાયેલી ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠકમાં ઝીનના અધિકારીઓને સ્પદ શબ્દોમાં કહી દેવામાં આવ્યું કે વરસાદનું ભહાનું હવે ચાલશે નહીં ગમે તેટલો વરસાદ પડે, અધિકારીઓ અને કર્મચારીઓએ રેઈનકોટ પહેરીને પણ ફિલ્ડમાં જ રહેવું પડશે તથા જ્યાં પણ પાણી ભરાય ત્યાં તાત્કાલિક પમ્પિંગ, ડ્રેનેજ ક્લિયરન્સ અને ટ્રાફિક વ્યવસ્થાની કામગીરી લાય ધરી સિતિને સામાન્ય બનાવવી પડશે. વરસાદ દરમિયાન કંટ્રોલરૂમ ઝોનલ ટીમો અને બેદાની સ્ટાફ વચ્ચે સતત સંકલન જાળવીને દરેક ફરિયાદનો ઝડપથી નિકાલ કરવાની પણ સૂચના આપવામાં આવી છે.
ADVERTISEMENT
માત્ર પાણી ભરાવાની સમસ્યા જ નહીં, પરંતુ જાહેર સ્થળોએ કચરો ફેંકી શહેરને ગંદું બનાવતા લોકો સામે પણ કોર્પોરેશને મવે ટેક્નોલોજીનો સહારો લેવાનો નિર્ણય કર્યો છે. ગંદકીના હોટસ્પોટ તરીકે ઓળખાતા વિસ્તારોમાં સીસીટીવી કેમેરા લગાવી આવાં તત્ત્વોની ઓળખ કરી તેમની સામે દંડાત્મક કાપવાની કરવામાં આવશે, કોર્પોરેશનના મતે માત્ર સફાઈ કરવાથી સમસ્યા હલ થતી નથી, ગંદકી ફેલાવનારાઓ સામે કડક કાર્યવાની પણ એટલી જ જરૂરી છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ આ વર્ષે રથયાત્રામાં પ્રથમવાર હાથીઓ માટે હશે હાઈટેક સુરક્ષા, જાણો અન્ય નિર્ણય
બેઠકમાં ચોમાસા દરમિયાન ટ્રેનેજ લાઈન, સ્ટ્રોમ વોટર નેટવર્ક, પમ્પિંગ સ્ટેશની અને નીચાણવાળા વિસ્તારોની કામગીરી અંગે પણ સમીક્ષા કરવામાં આવી હતી. અધિકારીઓને મેદાનમાં સત્તત હાજર રહેવા, નાગરિકોની ફરિયાદોને પ્રાથમિકતા આપવા અને વરસાદી સ્થિતિમાં કોઈ પણ પ્રકારની બેદરકારી સહન નહીં કરવામાં આવે તેવો સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.