ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / ગુસ્સો શાંત કરાવવાની આશાએ તાંત્રિક પાસે લઈ ગયેલી 17 વર્ષની દીકરી પર બે વખત દુષ્કર્મ, બીજી વખત વીડિયો બનાવી પોલ ખોલી

કાર્યવાહી / ગુસ્સો શાંત કરાવવાની આશાએ તાંત્રિક પાસે લઈ ગયેલી 17 વર્ષની દીકરી પર બે વખત દુષ્કર્મ, બીજી વખત વીડિયો બનાવી પોલ ખોલી

Published By: Vishal Khamar

Last Updated: 08:03 PM, 8 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અકોટામાં પાખંડી તાંત્રિકની કરતૂત; માતા-પિતાને રૂમ બહાર બેસાડ્યા, વિધિના બહાને સગીરાને એકાંતમાં લઈ જઈ અત્યાચાર કર્યો, POCSO હેઠળ ધરપકડ

ADVERTISEMENT

Vadodara Fake Tantrik Arrest : વડોદરા: અકોટા વિસ્તારમાંથી અંધશ્રદ્ધાના નામે માનવતાને શરમાવે તેવી ઘટના સામે આવી છે. પોતાની 17 વર્ષની દીકરીનો ગુસ્સો શાંત થઈ જાય અને તેનો સ્વભાવ સુધરી જાય તેવી આશાએ માતા-પિતા તેને ઓળખીતા તાંત્રિક પાસે લઈ ગયા હતા. પરંતુ વિશ્વાસનો ગેરફાયદો ઉઠાવી પાખંડી તાંત્રિકે વિધિના બહાને માતા-પિતાને રૂમની બહાર બેસાડ્યા અને સગીરા પર બે વખત દુષ્કર્મ આચર્યું. બીજી વખત હિંમત દાખવી સગીરાએ મિત્રની મદદથી ઘટનાનો વીડિયો રેકોર્ડ કરતાં સમગ્ર ભાંડો ફૂટ્યો હતો. ફરિયાદના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી જેલ હવાલે કર્યો છે.

પોલીસના જણાવ્યા મુજબ અકોટા વિસ્તારમાં રહેતી 17 વર્ષની વિદ્યાર્થિની છેલ્લા કેટલાક સમયથી નાની-નાની વાતે ગુસ્સે થઈ જતી હતી. આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે માતા-પિતા ગોત્રી વિસ્તારમાં રહેતા તાંત્રિકનો સંપર્ક કર્યો હતો. તાંત્રિકે પૂજા અને વિશેષ વિધિ કરવાથી દીકરીનો સ્વભાવ સુધરી જશે તેમ કહી પોતાના ઘરે બોલાવ્યા હતા.

વિધિ દરમિયાન તાંત્રિકે માતા-પિતાને રૂમની બહાર બેસાડી દીધા હતા. ત્યારબાદ સગીરાને એકાંતમાં રાખી વિધિના બહાને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. પહેલી વખત ડરી ગયેલી સગીરાએ કોઈને આ અંગે જાણ કરી નહોતી.

જોકે થોડા સમય બાદ તાંત્રિકે ફરી એક વખત વિધિ કરવાની જરૂર હોવાનું કહી સગીરાને બોલાવી હતી. આ વખતે સગીરાએ હિંમત દાખવી મિત્રની મદદથી કેમેરો ગોઠવ્યો અને તાંત્રિકની હરકતોનો વીડિયો ઉતારી લીધો. બાદમાં તેણે સમગ્ર ઘટના પોતાના માનેલા ભાઈને જણાવી હતી. પરિવારને જાણ થતાં માતાએ અકોટા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

ફરિયાદ મળતાં જ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી ગોત્રીના જ્ઞાનસુધા ફ્લેટમાં રહેતા આરોપી તાંત્રિકનીધરપકડ કરી હતી. આરોપી સામે પોક્સો એક્ટ સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી તેને જેલ હવાલે કરવામાં આવ્યો છે. પોલીસે પીડિતાનો મોબાઇલ કબજે કરી વીડિયો સહિતના પુરાવાના આધારે વધુ તપાસ શરૂ કરી છે.

'મા-બાપ અને દીકરીઓ બંને માટે શીખવા જેવો કિસ્સો' : ડીસીપી મંજીતા વણઝારા

ડીસીપી ઝોન-2 મંજીતા વણઝારાએ જણાવ્યું હતું કે, "માતા-પિતા અને આરોપીની પૂછપરછ કરવામાં આવી છે અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. છોકરી ગુસ્સો કરતી હોવાથી માતા-પિતાએ પૂજા કરાવવાનું નક્કી કર્યું હતું. પૂજારીએ સ્વભાવ સુધરી જશે તેમ કહી પોતાના ઘરે વિધિ માટે બોલાવ્યા હતા. પહેલી વખત ડરના કારણે પીડિતાએ માતા-પિતાને કંઈ કહ્યું નહોતું. પરંતુ બીજી વખત મિત્રની મદદથી કેમેરો ગોઠવી સમગ્ર ઘટના રેકોર્ડ કરી હતી, જેના આધારે આરોપીની ધરપકડ કરવામાં આવી છે."

આ પણ વાંચોઃ વડોદરા RTOનો AI ડ્રાઇવિંગ ટેસ્ટ લાયસન્સ માટે 'અગ્નિપરીક્ષા' બન્યો: 1 મહિનામાં કારના 93% અરજદારો નાપાસ, 16 કેમેરા દરેક ભૂલ પકડી લે છે

તેમણે વધુમાં કહ્યું હતું કે, "આ ઘટના મા-બાપ માટે પણ શીખવા જેવી છે. દીકરીઓએ કોઈ પણ અણગમતી ઘટના બને તો ખુલીને વાત કરવી જોઈએ. સાથે જ માતા-પિતાએ પણ એવું વિશ્વાસભર્યું વાતાવરણ ઊભું કરવું જોઈએ કે સંતાનો કોઈપણ વાત નિર્ભયતાથી તેમની સાથે શેર કરી શકે."

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

fake tantrik Vadodara news Akota news

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ