બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / તૈયાર રહેજો! આ જ મહિને લૉન્ચ થઇ રહ્યાં છે 5 ધાંસૂ સ્માર્ટફોન્સ, જાણો ફીચર્સ
Last Updated: 05:24 PM, 14 July 2026
જો તમે નવો પ્રીમિયમ સ્માર્ટફોન લેવાનું વિચારી રહ્યા હોવ તો આ જુલાઈ મહિનો તમારા માટે શાનદાર સાબિત થઈ શકે છે. આ મહિને ભારતીય તેમજ ગ્લોબલ માર્કેટમાં અનેક હાઈ-એન્ડ સ્માર્ટફોન લોન્ચ થવાના છે. જેમાં મેમરી ચિપના વધતા ભાવ અને સપ્લાયની અમુક તકલીફોને કારણે આ વખતે લોન્ચની સંખ્યા થોડી ઓછી હોઈ શકે છે પરંતુ જે ફોન આવવાના છે તે પાવરફુલ પ્રોસેસર, મોટી બેટરી, ફોલ્ડેબલ ડિસ્પ્લે અને એડવાન્સ કેમેરા જેવી ટોપ-ક્લાસ સુવિધાઓથી ભરપૂર હશે. ચાલો આ મહિને લોન્ચ થનારા ટોપ-5 આકર્ષક સ્માર્ટફોન વિશે જાણીએ.
ADVERTISEMENT
સેમસંગ 22 જુલાઈએ તેના Galaxy Unpacked ઈવેન્ટમાં નવી ફોલ્ડેબલ સિરીઝ રજૂ કરવાની તૈયારીમાં છે. જેમાં Galaxy Z Fold 8, Z Fold 8 Ultra અને Z Flip 8નો સમાવેશ થવાની શક્યતા છે. Galaxy Z Fold 8માં 7.6 ઇંચનું ફોલ્ડેબલ AMOLED ડિસ્પ્લે, 5.4 ઇંચનું કવર ડિસ્પ્લે, Snapdragon 8 Elite Gen 5 પ્રોસેસર, 16GB સુધીની RAM અને 1TB સુધીની સ્ટોરેજ હોઈ શકે છે. કેમેરા સેટઅપમાં 50MP મુખ્ય અને 50MP અલ્ટ્રા-વાઈડ સેન્સરની અપેક્ષા છે. આ સિવાય 4800mAh બેટરી અને 55W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ પણ આપવામાં આવી શકે છે.
ADVERTISEMENT
સેમસંગનો આગામી ક્લેમશેલ ફોલ્ડેબલ ફોન Galaxy Z Flip 8 પણ આ જ ઈવેન્ટમાં લોન્ચ થવાની સંભાવના છે. અહેવાલો અનુસાર તેમાં 6.9 ઇંચનું AMOLED ફોલ્ડેબલ ડિસ્પ્લે અને 4.1 ઇંચનું મોટું કવર ડિસ્પ્લે હશે. તેની બેટરી 4300mAhની હશે જે 25W વાયર્ડ અને 15W વાયરલેસ ચાર્જિંગને સપોર્ટ કરશે. કેમેરામાં 50MP મુખ્ય, 12MP અલ્ટ્રા-વાઈડ અને 10MP ફ્રન્ટ કેમેરા હોવાની શક્યતા છે. ભારતમાં આ ફોન Exynos 2600 પ્રોસેસર સાથે આવી શકે છે.
ADVERTISEMENT
Motorola પણ જુલાઈમાં ભારતીય માર્કેટમાં પોતાનો પ્રીમિયમ ફોલ્ડેબલ ફોન Razr 70 Ultra લાવી શકે છે. આ ફોનમાં 7 ઇંચનું AMOLED ફોલ્ડેબલ ડિસ્પ્લે, 4 ઇંચનું કવર સ્ક્રીન અને Snapdragon 8 Elite પ્રોસેસર હશે. જેમાં 16GB સુધીની RAM, 512GB સ્ટોરેજ, 50MP મુખ્ય, 50MP અલ્ટ્રા-વાઈડ અને 50MP ફ્રન્ટ કેમેરા સાથે આવવાની શક્યતા છે. પાવર માટે 5000mAh બેટરી સાથે 68W વાયર્ડ અને 34W વાયરલેસ ફાસ્ટ ચાર્જિંગનું સપોર્ટ મળી શકે છે.
ADVERTISEMENT
મોટી બેટરીવાળા ફોનના શોખીનો માટે iQOO Z11 5G સારો ઓપ્શન સાબિત થઈ શકે છે. આ ફોનમાં 6.83 ઇંચનું AMOLED ડિસ્પ્લે 165Hz રિફ્રેશ રેટ સાથે હશે. MediaTek Dimensity 8500 પ્રોસેસર, ડ્યુઅલ રિયર કેમેરા અને સૌથી મોટી વિશેષતા – 9020mAhની વિશાળ બેટરી આપવામાં આવશે. જેમાં 90W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે આ ફોનની કિંમત લગભગ 35,000 રૂપિયાની આસપાસ હોવાની શક્યતા છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
લગભગ 7 વર્ષ બાદ Vivo તેની ફેમસ S-સિરીઝને ભારતીય માર્કેટમાં પાછી લાવી શકે છે. Vivo S2 જુલાઈ 2026માં લોન્ચ થવાની શક્યતા છે. આ ફોન સ્લિમ ડિઝાઇન અને સારા સેલ્ફી કેમેરા અનુભવ પર વિશેષ ભાર મૂકશે. જેમાં તેની અંદાજિત કિંમત 45,000થી 50,000 રૂપિયાની વચ્ચે રહેવાની શક્યતા છે. આ પ્રીમિયમ સેગમેન્ટમાં આવવાનો છે પરંતુ પ્રોસેસર અને બીજા સ્પેસિફિકેશન્સ હજુ ઓફીશીયલ રીતે જાહેર થયા નથી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.