બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / Facebook યુઝર્સ એલર્ટ! આજે જ બદલી કાઢો આ સેટિંગ્સ, નહીંતર એકાઉન્ટ હેક
Last Updated: 01:08 AM, 15 July 2026
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ લોકોમાં ખૂબ જ ફેમસ બની ગયા છે. ફેસબુકથી લઈને ઇન્સ્ટાગ્રામ સુધી, મોટાભાગના લોકો આજે સોશિયલ મીડિયા પર સક્રિય છે. જો કે અમુક ભૂલોને કારણે, યુઝર્સના એકાઉન્ટ હેક થઈ જાય છે કે તેમની પ્રાઈવેસી સાથે ચેડા થાય છે. એવામાં એ જોવું જોઈએ કે ફેસબુક આજે એક ફેમસ પ્લેટફોર્મ છે પરંતુ તમે તેની અમુક સેટિંગ્સ બદલીને તમારા એકાઉન્ટને સેફ કરી શકો છો.
ADVERTISEMENT
ફેસબુકના password and security સેટિંગ્સ પર જાઓ અને "તwhere are you logged in " વિભાગ શોધો. આ તમારા એકાઉન્ટમાં લોગ ઇન થયેલા બધા ડિવાઈઝનું લિસ્ટ બતાવશે. જો તમને કોઈ અનનોન ડિવાઈઝ દેખાય તો તરત જ લોગ આઉટ કરો. વધુમા સમયાંતરે ફેસબુક દ્વારા તમે જે થર્ડ પારી એપ્લિકેશનો અને વેબસાઇટ્સની ઍક્સેસ આપી છે તે ચેક કરો.
ઘણા લોકો વિવિધ વેબસાઇટ્સ અને એપ્લિકેશનો પર એક જેવો પાસવર્ડનો ઉપયોગ કરે છે, જે એક મોટી ભૂલ હોઈ શકે છે. નિષ્ણાતો ફેસબુક માટે હંમેશા લાંબો, મજબૂત અને યુનિક પાસવર્ડ બનાવવાની ભલામણ કરે છે. મોટા અને નાના અક્ષરો, સંખ્યાઓ અને વિશેષ અક્ષરો સામેલ કરવાનું ભૂલશો નહીં. ઉપરાંત અને તમારો પાસવર્ડ વારંવાર બદલો.
ADVERTISEMENT
તમારી પોસ્ટ્સ, ફ્રેન્ડ લિસ્ટ, મોબાઇલ નંબર અને ઇમેઇલ સરનામાં જેવી માહિતીને જાહેર રાખવાને બદલે, તેને ફ્રેન્ડ ઓન્લી પર સેટ કરો. આ તમારી પર્સનલ માહિતીને લિમિટેડ કરશે અને સાયબર ગુનેગારો માટે તમારા વિશે માહિતી ભેગી કરવાનું વધુ મુશ્કેલ બનાવશે.
જો તમે પહેલાથી જ Facebook પર ટુ-ફેક્ટર ઓથેન્ટિકેશન ઓન કર્યું નથી તો તરત જ તે કરો. આ ફીચર તમારા પાસવર્ડ સિવાય સુરક્ષાનું વધારાનું લેયર પૂરું પાડે છે. જ્યારે પણ કોઈ નવા ડિવાઈઝથી તમારા એકાઉન્ટમાં લોગ ઇન કરવાનો પ્રયાસ કરે છે ત્યારે તેમને તમારા ફોન કે ઓથેન્ટિકેટર એપ્લિકેશનમાંથી એક વેરિફિકેશન કોડ દાખલ કરવાની જરૂર પડશે. આથી એકવાર આ ફીચર ઓન થઈ જાય બાદમાં કોઈ પણ તમારા પાસવર્ડનો ઉપયોગ કરીને તમારા એકાઉન્ટને ઍક્સેસ કરી શકશે નહીં.
ADVERTISEMENT
ADVERTISEMENT
Facebook ની લોગિન એલર્ટ ફીચર તમને દરેક નવા લોગિન વિશે જાણ કરે છે. આથી આ સુવિધા ઓન રાખવી જરૂરી છે. જો તમે આ ફીચર ઓન કરો છો તો જો તમે જાણતા નથી તે કોઈ તમારા એકાઉન્ટમાં લોગ ઇન કરવાનો પ્રયાસ કરે તો તમને તાત્કાલિક નોટીફિકેશન કે ઇમેઇલ મળશે. જેમાં તમે તમારો પાસવર્ડ બદલીને અને તમારા એકાઉન્ટને સુરક્ષિત રાખી શકો છો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.