બ્રેકિંગ ન્યુઝ
7 ફોટો ગેલેરી
Last Updated: 04:17 PM, 18 July 2026
1/7
ટીવીનો સૌથી લોકપ્રિય ક્વિઝ રિયાલિટી શો ‘કૌન બનેગા કરોડપતિ’ (KBC) ફરી એક વાર દર્શકોના હૃદયમાં જગ્યા બનાવવા માટે તૈયાર છે. જેમાં અમિતાભ બચ્ચનની હોસ્ટિંગવાળા આ શોને છેલ્લા 17 સીઝનમાં કરોડો દર્શકોનો પ્રેમ મળ્યો છે. હવે મેકરે ‘કૌન બનેગા કરોડપતિ 18’ની જાહેરાત કરી દીધી છે. આ વખતે શો એક નવા વિચાર અને નવા કોન્સેપ્ટ સાથે પરત આવી રહ્યો છે.
2/7
3/7
આ સીઝનની થીમ છે ‘સોચના પડેગા’. આ થીમ માત્ર નોલેજ ભેગું કરવા પર નહીં, પરંતુ તે જ્ઞાનને સમયસર, યોગ્ય રીતે અને તર્કસંગત રીતે વાપરવાની ક્ષમતા પર બેસ્ડ છે. જેમાં મેકર કહે છે કે આજના સમયમાં માત્ર માહિતી હોવી પૂરતી નથી પરંતુ તેને સમજીને, જોડીને અને યોગ્ય સમયે અમલમાં મૂકવાની ક્ષમતા જ અસલી સફળતા આપે છે. આ વખતે કન્ટેસ્ટન્ટ માત્ર જવાબો યાદ હોવાથી કામ નહીં ચાલે તેમને પોતાના વિચાર અને તર્કશક્તિનો પણ ઉપયોગ કરવો પડશે.
4/7
5/7
6/7
KBC 17 ની શૂટિંગ પૂરી થયા પછી અમિતાભ બચ્ચને sv blogમાં લખ્યું હતું કે શો પૂરો થઈ જાય પછી તેમને કામની ખોટ ખૂબ અનુભવાય છે. ફિનાલે વખતે તેમને દર્શકોનો આભાર માનતાં કહ્યું હતું, “જ્યારે પણ હું તમારી વચ્ચે આવ્યો, તમે મને ખુલ્લા હૃદયથી અપનાવ્યો. જ્યારે હું હસ્યો, તમે પણ મારી સાથે હસ્યા અને જ્યારે મારી આંખો ભીની થઈ, ત્યારે તમે પણ મારી સાથે લાગણીઓ વહેંચી.” તેમને એમ પણ કહ્યું કે KBC આજે જે મુકામે છે તે માત્ર દર્શકોના પ્રેમને કારણે જ છે.
7/7
જો તેમના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો અમિતાભ બચ્ચન છેલ્લે ‘કલ્કિ 2898AD’ ફિલ્મમાં જોવા મળ્યા હતા. આ ફિલ્મમાં તેમની સાથે પ્રભાસ, દીપિકા પાદુકોણ અને કમલ હાસન મુખ્ય ભૂમિકામાં હતા. હવે આ નવા સીઝનમાં ‘સોચના પડેગા’ની થીમ સાથે KBC ફરી એક વાર દર્શકોને નવો અનુભવ આપવા તૈયાર છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ